ગુજરાતી નિબંધ-સંપદા/પ્રવીણ દરજી/ઈશ્વર તમે, હું—આપણે બધા જ!: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ઈશ્વર તમે, હું—આપણે બધા જ!'''}} ---- {{Poem2Open}} ચાલો, ભાઈ ચાલો. ચતુર નર ને ના...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ઈશ્વર તમે, હું—આપણે બધા જ!'''}}
{{SetTitle}}
----
{{Heading|ઈશ્વર તમે, હું—આપણે બધા જ! | પ્રવીણ દરજી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચાલો, ભાઈ ચાલો. ચતુર નર ને નાર ચાલો. ચાલો, આજે આપણે આપણી કથા જાણવાની છે. આપણા પૂર્વજો વિશે ઘણીબધી માહિતી મળવાની છે. એકઠા થાવ, આનંદો, બસ આનંદો. કેવાં હશે આપણાં કુળ-મૂળ, કેવી હશે આપણી પૂંછ અને મૂંછ. શાણા જણ વિચાર કરો, માથું મોટું હશે અને હૃદય નાનું હશે કે પછી હૃદય ટચૂકડું હશે અને માથુંય ટચૂકડું હશે. શી ખબર! રામ જાણે કે પ્રાણ જાણે, પૂર્વ જ જાણે કે પંડિત જાણે. આપણે તો ભઈ ભેગા મળો. આદેશ આવ્યો છે આદેશ. છેક ઉપરથી વહીવંચો આવ્યો છે. મોટા મોટા ચોપડા લાવ્યો છે. કુળ અને કુળદેવીઓની વાતો કરે છે. બધું કડેડાટ બોલે છે. મારાય બાપાના બાપા ને એનીય ઇકોતેર હજાર પેઢીઓની એ વાતો કરે છે. એની આંખોમાં ભારે જાદુ છે. ઘડી વારમાં તો કહે છે—તમે તે આ. તમારી જાત તે આ. તમારાં ઘર તે આ. તમારી સૃષ્ટિ તે આ. આ તમારા દરિયા અને આ તમારા ડુંગરા, આ તમારાં ઝાડ-પાન અને આ તમારાં ઝરણાં. લીલાલહેર કરો. કશી વાતે કમીના નથી. કામધેનુના પુત્તરો તમારે તો બધું છે સુતર સુતર. સુમેરુ પર્વત ઉપર તમારા બાપદાદા આળોટે ને એય મજો મજો કરે. ઘડીમાં સુરદ્રુમ ઉપર એ કૂદકા મારે તો ઘડીમાં એ સર્‌ર્‌ર્‌ર્ કરીને સરકી આવે સુરધનુના એક છેડેથી. એક પળે સુરનદીમાં એ સ્નાન કરે અને બીજી પળે તો એ ઊડતો જાય… ઊડતો જાય એ… એ… પેલા સુરપથ ઉપર. ઘડીકમાં એ સુરયુવતીની સંગ હોય તો ઘડીકમાં ટેશથી બેઠો હોય એ સુરાઈ પાસે. તમારા બાપદાદાઓ તો ભઈ, બધા જ સુરૂપ અને સુરેખ. આઇ મીન ઇન્દ્ર જેવા—સુરેન્દ્ર જેવા. સુરેન્દ્રનું નામ પડતાં અમે તો ચોંકી ગયા. વહીવંચાને કહ્યું—ભઈલા, ઊભો રહે, જરા પોરો ખા અને પોરો ખાવા દે. આમ ઉતાવળ શી કરે છે?! જરા ટાઢેથી વાત કર.