ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/ધ રેવન (અનુવાદ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 33: Line 33:
{{space}}{{space}}{{space}}This it is and nothing more.’
{{space}}{{space}}{{space}}This it is and nothing more.’
</poem>
</poem>
{{dhr}}


<center><big>'''‘ધ રેવન’'''<br>(સવૈયાની ચાલ)</big></center>
<center><big>'''‘ધ રેવન’'''<br>(સવૈયાની ચાલ)</big></center>

Revision as of 12:07, 8 December 2022


ધ રેવન (અનુવાદ)
The Raven
1

Once Upon a midnight dreary, while I pondered, weak and weary,
Over many a quaint and curious volume of forgotten lore
- While I nodded, nearly napping, suddenly there came a tapping,
As of some one gently rapping, rapping at my chamber door.
"Tis is some visitor,’ I muttered, ‘tapping at my chamber door -
                           Only this and nothing more."

2

Ah, distinctly I remember it was in the bleak December;
And each separate dying ember wrought its ghost upon the floor.
Eagerly I wished the morrow; - vainly I had sought to borrow
From my books surcease of sorrow - sorrow for the lost Lenore-
For the rare and radiant maiden whom the angels name Lenore -
                           Nameless here for evermore.

And the silken, sad, uncertain rustling of each purple curtain
Thrilled me-filled me with fantastic terrors never felt before;
So that now, to still the beating of my heart, I stood repeating,
‘‘T is some visitor entreating entrance at my chamber door -
Some late visitor entreating entrance at my chamber door;-
                           This it is and nothing more.’

‘ધ રેવન’
(સવૈયાની ચાલ)

એકવાર સૂનમૂન મધરાતે થાક્યો હું વાંચું એકાન્તે
ભુલાયેલા પ્રાચીનગ્રંથો ઊથલાવું, વારંવાર
ઝોકે ચઢી ખાધો જ્યાં પોરો તરત બારણે થયો ટકોરો
આછો કોઈ થયો ટકોરો મારા ઘરને દ્વાર !
‘હશે કોક આગન્તુક’ બબડું, મારા ઘરને દ્વાર !
                           એટલું જ બસ, બીજું કશું નહીં.

મને રજેરજ યાદ બરાબર, હતો ડિસેમ્બર, રાત હિમસભર
અંગારો અક્કેક બુઝાતો રચે ભોંય પર પડછાયાનાં ભૂત !
સવાર ઝંખું આતુરતાથી વ્યર્થ શોધતો પુસ્તકમાંથી
છુટકારો હું તીવ્ર વ્તથાથી, થઈ લનોર વિલુપ્ત !
વિરલ રૂપ, ફરિસ્તે દીધું નામ બધું યે લુપ્ત !
                           સદા ય માટે નામહીન અહીં.

આમતેમ જાંબલી ફરફરતા મખમલી રેશમ પડદા ઊડતા
કદી યે નહીં એવા કોઈ ભયનો પ્રસરાવે છે કંપ !
જરા હૃદયને શાંત કરું છું, ઊભો પુનરુચ્યાર કરું છું
કોક હશે આગન્તુક આવ્યું ઊભું ઘરને દ્વાર !
મોડે મોડે આવ્યું છે આગન્તુક ઘરને દ્વાર !
                           એટલું જ બસ, બીજું કશું નહીં.

4

Presently my soul grew stonger; hesitating then no longer,
"Sir,’ said I, ‘‘or Madam, truly your forgiveness | implore;
But the fact is I was napping, and so gently you came rapping,
And so faintly you came tapping, tapping at my chamber door,
That I scarce was sure I heard you’ - here I opened wide the door; -
                           Darkness there and nothing more.

5

Deep into that darkness peering, long I stood there wondering, fearing,
Doubting, dreaming dreams no mortal ever dared to dream before;
But the silence was unbroken, and the stillness gave no token,
And the only word there spoken was the whispered word, "Lenore?’
This I whispered, and an echo murmured back the word,
‘‘Lenore !’
                           Merely this and nothing more.

6

Back into the chamber turning, all my soul within me burning,
Soon again I heard a tapping somewhat louder than before.
‘‘Surely,’ said I, "Surely that is something at my window lattice;
Let me see, then, what thereat is, and this mystery explore -
Let my heart be still a moment and this mystery explore;-
                                    ‘'Tis the wind and nothing more !’

હવે હૈયામાં આવી હામ અવઢવ મારી ગઈ તમામ
જે હો તે હો તમે, પ્રાર્થું કે ક્ષમા કરી દ્યો લગાર !
હતો સહેજ કાગાનીંદરમાં, કર્યા ટકોરા ધીમા ધીમા
બહુ ધીમેથી કર્યા ટકોરા, કર્યા ટકોરા ઘરને દ્વાર
માંડ સાંભળી શક્યો, ઉઘાડી સાવ દીધાં મેં ઘરનાં દ્વાર
                           અંધકાર ત્યાં બીજું કશું નહીં.

તાકી ઊભો ઊંડા અંધારે લાંબો સમય વિસ્મયભય ભારે
શંકાકુશંકા, સ્વપ્નું જોતો પૂર્વે ન કોએ હિમંત કરી પલવાર
સકલ દિશામાં મૌન અભેદ નીરવતા ન દે કો સંકેત
નામ એક લનોર મુખર છે સહેજ સર્યું જે બ્હાર !
સહેજ ઉચ્ચાર્યું નામ પછી તો પડઘાઓની પાછી આવે હાર !
                           કેવળ આ જ બીજું કશું નહીં.

સહેજ ફરું હું પાછે પગલે હૃદય મારું ઉદ્વેગથી પ્રજળે
ફરી થયો ત્યાં પહેલા કરતાં વધુ ટકોરો મોટો-નો અણસાર
બોલી ઊઠું હું અધ્ધર શ્વાસે કોઈ જરૂર છે બારી પાસે
ભેદ કયો છે ? ભય આ શાનો ? ઉકેલવા છે ગૂંચવાયેલા તાર !
ઘડીક હૃદય જંપે તો મારે ઉકેલવા છે ગૂંચવાયેલા તાર !
                           માત્ર પવન છે, બીજું કશું નહીં.

7

Open here I flung the shutter, when, with many a flirt and flutter,
In there stepped a stately Raven of the saintly days of yore;
Not the least obeisance made he; not a minute stopped or stayed he;
But, with mien of lord or lady, perched above my chamber door -
Perched upon a bust of Pallas just above my chamber door -
                           Perched, and sat, and nothing more.

8

Then this ebony bird beguiling my sad fancy into smiling,
By the grave and stern decorum of the countenance it wore,
‘Though thy crest be shorn and shaven, thou,’ I said, ‘art sure no craven,
Ghastly grim and ancient Raven wandering from the Nightly shore -
Tell me what thy lordly name is on the Night’s Plutonian Shore !’
                           Quoth the Raven, "Nevermore.’

9

Much I marvelled this ungainly fowl to hear dicourse so plainly,
Though its answer little meaning - little relevancy bore;
For we cannot help agreeing that no living human being
Ever yet was blessed with seeing bird above his chamber door-
Bird of beast upon the sculptured bust above his chamber door,
                           With such name as ‘Nevermore.’

ખોલું ફટાક હું બારી આવી ફટર ફટર પાંખો ફફડાવી
વન્ય કાગ કોઈ પુરાતન તરત પ્રવેશી જવા ઊભો તૈયાર
જરાય ના આદરથી ઝૂક્યો, ક્ષણ ના અટક્યો, ક્ષણ ના થંભ્યો
અદા છટા ઉમરાવની, ઊતર્યો બારસાખ પર, ઘરને દ્વાર !
એથિનાના પૂતળા ઉપર ઊતર્યો જઈને ઘરને દ્વાર !
                           ઊતર્યો, બેઠો, બીજું કશું નહીં.

કાળાસીસમ કાગને નીરખ્યો, ભયઓથાર સ્મિતમાં પલટ્યો
દીઠો એનો સાવ ઠાવકો ગંભીર, જ્યાં મુખ-ભાગ !
કલગીકાપ્યો કલગીમૂંડો જરૂર તું નથી કાયર ભૂંડો
રાત રખડતા ઘોર ભયંકર અરે પુરાતન કાગ !
નરક-ભોમના ભટકું, તારું નામ કહે તું કાગ ?
                           કાગ કહે કે ‘કદી નહીં.’

સાદો સીધો પંખીનો શબ્દ, સૂણી થયો હું ઝાઝો સ્તબ્ધ,
એના ઉત્તરમાં થોડો કંઈ અર્થ હતો, કંઈ સાર !
એમાં કો બેમત ના હોય કોઈ મર્ત્યે દીઠું નહીં હોય
કોઈ નથી સદભાગી જેણે પંખી દીઠું ઘરને દ્વાર !
પૂતળા ઉપર પંખી દીઠું, બારસાખ પર, ઘરને દ્વાર !
                           નામ જેનું છે ‘કદી નહીં.’

10

But the Raven, sitting lonely on the placid bust, spoke only
That one word, as if his soul in that one word he did outpour.
Nothing farther then he uttered - not a feather then he fluttered -
Till I scarcely more than muttered, "Other friends have flown before -
On the morrow he will leave me, as my Hopes have flown before.’
                           Then the bird said, ‘Nevermore.’

11

Startled at the stillness broken by reply so aptly spoken,
‘Doubtless,’ said I, ’what it utters is its only stock and store
Caught from some unhappy master whom unmerciful Disaster
Followed fast and followed faster till his songs one burden bore -
                           Till the dirges of his Hope that melancholy burden bore Of ‘‘Never - nevermcre."

12

But the Raven still beguiling my sad fancy into smiling,
Straight I wheeled a cushioned seat in front of bird and bust and door;
Then, upon the velvet sinking, I betook myself to linking
Fancy unto fancy, thinking what this ominous bird of yore -
What this grim, ungainly, ghastly, gaunt, and ominous bird of yore
                           Meant in croaking ‘Nevermore.’

૧૦

શાંત પૂતળે એકલદોકલ બેસી કાગ ઊચર્યો જે પલ
એક શબ્દમાં એણે એનો રેડી દીધો પ્રાણ !
એ પછી ના મોં ઉઘાડ્યું ના એકે પીછું ફરકાવ્યું
હું બોલ્યો કે મિત્રો પૂર્વે ઊડી ગયા અણજાણ !
જેમ ઊડી આશાઓ મારી તું પણ કાલે ઊડી જશે અણજાણ !
                           પંખી કહે કે કદી નહીં.

૧૧

ઉચિત ઉત્તરે શાંતિભંગ રહી ગયો હું થોડો દંગ
નિઃશંક આ પંખીને મળી છે મિલ્કત કેવળ એક
અભાગી એનો માલિક કોક જેના પર દુઃખ થોકે થોક
જેનાં સઘળાં ગીતોની બંધાઈ એક જ ટેક
જેની સઘળી આશાઓના થયા મરશિયા છેક !
                           ને વહે ભાર એ ‘કદી નહીં.’

૧૨

વન્ય કાગ હજી ય ના હટે તરંગ મારા સ્મિતમાં પલટે
ખુરશી નજીક લીધી જ્યાં છે પંખી, પૂતળું, દ્વાર !
ખુરશીના મખમલમાં ડૂબ્યો, મારામાંથી પછી હું ઊડ્યો
વિચારતો આ પુરાકાળનું કોણ અપશુકનિયાળ ?
ઘોરભયંકર ગૂઢ ગભીરું કોણ અપશુકનિયાળ ?
                           કાકા યા ને ‘કદી નહીં.’

13

This I sat engaged in guessing, but no syllable expressing
To the fowl whose fiery eyes now burned into my bosom’s core;
This and more I sat divining, with my head at ease reclining
On the cushion’s velvet lining that the lamp-light gloated o’er,
But whose velvet-violet lining with the lamp-light gloating o’er,
                           She shall press, ah, nevermore !

14

Then, methodught, the air grew denser, perfumed from an unseen censer
Swung by seraphim whose foot-falls tinkled on the tufted floor.
‘Wretch,’ I cried, ’thy God hath lent thee-by these angels he hath sent thee
Respite - respite and nepenthe from thy memories of lenore;
Quaff, oh, quatf this kind nepenthe and forget this lost Lenore !’
                           Quoth the Raven, ‘Nevermore.’

15

‘Prophet! said I, ‘thing of evil ! - prophet still, if bird or devil !-
Whether Tempter sent, or whether tempest tossed thee here ashore,
Desolate yet all undaunted, on this desert land enchanted -
On this home by Horror haunted - tell me truly, I implore-
Is there - is there balm in Gilead? - tell me-tell me, I implore !’
                           Quoth the Raven, ‘Nevermore.’

૧૩

આમ કલ્પતો બેસી રહું છું મુખેથી ના કંઈ જ કહું છું
આગ ઓકતી આંખ પંખીની ભરે હૃદયમાં ઝાળ !
ખુરશીપીઠના મખમલ સંગે ઢાળી માથું ચઢું તરંગે
ખુરશીના મખમલની ઉપર દીવા તેજનો ઢાળ !
મખમલ ઘાતક મખમલ ઉપર દીવા તેજનો ઢાળ !
                           કાગ કહે કે ‘કદી નહીં.’

૧૪

મને થયું કે હવા ઘેરી થઈ અદીઠ કો ખુશ્બૂ છવાઈ ગઈ
કોઈ ફરિસ્તે આવી છાંટી, સૂણ્યો પદરણકાર !
‘મૂર્ખ’ કહ્યું મેં મને અચાનક પ્રભુ-ફરિસ્તે મોકલી છે તક
ઘડીક તને આરામ મોકલ્યો ભૂલવાનો ઉપચાર !
પીણું પી, તું લુપ્ત લનોરની સ્મૃતિનો કર સંહાર !
                           કાગ કહે કે ‘કદી નહીં.’

૧૫

પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું ?
તું પ્રપંચી ? કે તોફાને ફંગોળ્યો આ પાર ?
એકલવાયો પણ તું શૂરો આ રણથી સંમોહિત પૂરો
ભૂતાવળે ઘેરાયા ઘરમાં સાચું કહે એકવાર
શાતા દેતું કશુંક હશે ને ક્યાંક ? કહે એકવાર
                           કાગ કહે કે ‘કદી નહીં.’

16

‘Prophet !" said I, ‘thing of evil! - prophet still, if bird or devil !
By that Heaven that bends above us - by that God we both adore -
Tell this soul with sorrow laden if, within the distant Aidenn,
It shall clasp a sainted maiden whom the angels name Lenore -
Clasp a rare and radiant maiden whom the angels name Lenore.’
                           Quoth the Raven, ‘Nevermore.’

17

‘Be that word our sign of parting, bird or fiend !’ I shrieked, upstarting -
‘Get thee back into the tempest and the Night’s Plutonian shore !
Leave no black plume as a token of that lie thy soul hath spoken !
Leave my loneliness unbroken ! - quit the bust above my door !
Take thy beak from out my heart, and take thy form from off my door !’
                           Quoth the Raven, ‘Nevermore.’

18

And the Raven, never flitting, still is sitting, still is sitting
On the pallid bust of Pallas just above my chamber door;
And his eyes have all the seeming of a demon’s that is dreaming,
And the lamp-light o’er him streaming throws his shadow on the floor;
And my soul from out that shadow that lies floating on the floor
                           Shall be lifted - nevermore !

૧૬

પયગંબર, શયતાન કે તું ? પંખી કે પિશાચ છે તું?
ઉપર છાયા નભના, આપણ બંનેના, ઈશ્વરના સોગંદ
દૂર સ્વર્ગને જઈ ઉદ્યાન વ્યથાભર્યો આ આતુર પ્રાણ
નામ ફરિસ્તે પાડ્યું એ લનોરને લેશે બાહુબંધ ?
વિરલ સુંદરી સલૂણી એ લનોરને લેશે બાહુબંધ ?
                           કાગ કહે કે ‘કદી નહીં.’

૧૭

બનો શબ્દ એ વિદાયવાણી ઊભા થઈ પાડી બૂમ તાણી
પાછો જા તોફાન મહીં, જા નરકરાતની પાર !
જુઠ્ઠી જીભનો એ સંકેત મૂકી જતો ના પીંછું એક
એકલતા અકબંધ છોડી દે છોડ પૂતળું, દ્વાર !
મારી ભીતર ચાંચ ખૂંપેલી કાઢ, છોડી દે દ્વાર !
                           કાગ કહે કે ‘કદી નહીં.’

૧૮

પણ ના ઊડે કાગ જરીયે બેઠો હજીયે બેઠો હજીયે
એથિનાના કાળા પૂતળે બેઠો ઘરને દ્વાર !
આંખો એની છે તોફાની સપનું જોનારી શયતાની
દીવાતેજે ભોંયે એની છાયાનો વિસ્તાર !
પ્રાણ તરે છે મારો જ્યાં છે છાયાનો વિસ્તાર
                           ઊઠી શકે એ ‘કદી નહીં.’



ઑક્ટોબર ૧૫,૧૬,૧૭,૧૮,૧૯, ૧૯૯૭ બાલ્ટીમોર