ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/પ્રારંભિક: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 82: | Line 82: | ||
આ કવિતામાં વિરહી કવિને એક ભેદી આગંતુક સાથે થયેલા અનુભવની વાત છે. આ આગંતુક એકનો એક શબ્દ વારંવાર બોલીને કથકને વધુને વધુ વિતાડે છે અને એના અનુભવને લૌકિક તળમાંથી ખેંચીને એક રોમાંચક, ભયાનક, અને અદ્ભૂત એવા અનુભવમાં બદલી નાખે છે. | આ કવિતામાં વિરહી કવિને એક ભેદી આગંતુક સાથે થયેલા અનુભવની વાત છે. આ આગંતુક એકનો એક શબ્દ વારંવાર બોલીને કથકને વધુને વધુ વિતાડે છે અને એના અનુભવને લૌકિક તળમાંથી ખેંચીને એક રોમાંચક, ભયાનક, અને અદ્ભૂત એવા અનુભવમાં બદલી નાખે છે. | ||
પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદની સાથે સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપેલો છે. | પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદની સાથે સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપેલો છે. આપણા સજ્જ સાહિત્યકાર '''ચન્દ્રકાન્ત ટોપીવાળાએ''' મૂળ કવિતાની ખૂબ નજીક રહીને આ અનુવાદ કર્યો છે, એ ત્યાં સુધી કે પોએ વાપરેલા લયને આબેહૂબ ગુજરાતીમાં સવૈયાની ચાલ રાખીને નિભાવ્યો છે. | ||
આ કવિતાએ રસિકો, વિવેચકો, તથા અભ્યાસુઓને તો ઘેલું લગાડ્યું જ છે, પણ સાહિત્યેતર ક્ષેત્રોના લોકોને પણ ઘણી પ્રેરણા આપી છે, તેમજ ગોથિક, સુપરનેચરલ, હોરર, ઑમીનસ જેવા ક્ષેત્રોના કલાકારોને નવો ચીલો ચાતરી આપ્યો છે. વ્લાદીમિર નોબોકોવથી માંડીને ૨૧મી સદીની વેબસીરીઝ "વેન્સડે" સુધી આ કવિતાના સંદર્ભો પહોંચ્યા છે, અને આ કવિતા (એના થકી કવિ પોતે) સ્થળ-કાળની પરે પહોંચી ગયા છે. | આ કવિતાએ રસિકો, વિવેચકો, તથા અભ્યાસુઓને તો ઘેલું લગાડ્યું જ છે, પણ સાહિત્યેતર ક્ષેત્રોના લોકોને પણ ઘણી પ્રેરણા આપી છે, તેમજ ગોથિક, સુપરનેચરલ, હોરર, ઑમીનસ જેવા ક્ષેત્રોના કલાકારોને નવો ચીલો ચાતરી આપ્યો છે. વ્લાદીમિર નોબોકોવથી માંડીને ૨૧મી સદીની વેબસીરીઝ "વેન્સડે" સુધી આ કવિતાના સંદર્ભો પહોંચ્યા છે, અને આ કવિતા (એના થકી કવિ પોતે) સ્થળ-કાળની પરે પહોંચી ગયા છે. |
Latest revision as of 15:33, 10 December 2022
આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.
આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ
https://www.ekatrafoundation.org
તથા
https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય
પરથી વાંચી શકશો.
અમારો દૃષ્ટિકોણ:
હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.
આ રીતે –
• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.
• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.
– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.
તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.
Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.
The Gujarati Translation of
Edger Alan Poe’s Poem
Translated by Chandrakant Topiwala
કિંમત : ૨પ૫/- રૂ.
ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ - ૩૮૦ ૦૦૯
રાજગુલાબ શોપિંગ સેન્ટર
વાણિયાવાડ, ભુજ - ૩૭૦ ૦૦૧
ફોન : ૨૧૪ ૪૩ ૪૭
જે આધુનિકતાવાદે વારસામાં કવિતાને ઊંચા પ્રકારની આત્મનિર્ભરતા (Self Sufficiency) બક્ષી એ આધુનિકતાવાદની નાન્દી જેવી આ રચના ગુજરાતીમાં પદ્યદેહે આજે મુકાય છે, ત્યારે આનંદ સિવાય બીજી કોઈ લાગણી ભાગ્યે જ હોઈ શકે. પોની કવિતાનાં અનુવાદ, અર્થઘટન અને અભ્યાસ માટે બાલ્ટીમોરના પેરીહૉલ, વ્હાઈટમાર્શ અને પાર્કવિલના કાઉન્ટી ગ્રન્થાલયોની તેમજ શિકાગોના માઉન્ટ પ્રોસ્પેક્ટ કાઉન્ટી અને આર્લિંગ્ટન હાયટ્સ ગ્રન્થાલયોની સામગ્રી સહજતાથી ઉપલબ્ધ બની છે, એને મારા અમેરિકાનિવાસની ઉત્તમ ક્ષણો સમજું છું. બાલ્ટીમોરમાં પર્વણી ઉદયની હૂંફ તેમજ ચિ. માનસી તન્વીની પ્રેરક સંનિધિ અને શિકાગોમાં સાળી માલિનીની કાળજી વગર આ અનુવાદ આ અભ્યાસ ક્યારે ય શક્ય ન બન્યો હોત. આ અનુવાદનું પ્રકાશન શ્રી રાજેશભાઈ શાસ્ત્રીએ ઉમળકાથી હાથમાં લીધું એ માટે મારું અને ખાસ તો એડગર એલન પોનું સદ્ભાગ્ય સમજું છું. આ પૂર્વે ‘ફોર્બસ ગુજરાતી ત્રૈમાસિક’ (જાન્યુ-માર્ચ ૧૯૯૮)માં અનુવાદ અને લેખને અત્યંત પ્રેમપૂર્વક પ્રગટ કરનાર સંપાદક શ્રી મંજુબેન ઝવેરીનો હૃદયથી ઋણી છું. કિરણ દેસાઈ અને રજનીકાન્ત મહેતા મારા બાળપણના મિત્રો છે, પણ વર્ષોથી અમેરિકામાં સ્થિર થયા છે, એમને અર્પણ દ્વારા આ તકે સ્મરી લઉં છું.
ડી/૬, પૂર્ણેશ્વર ફ્લેટ્સ
ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૧૫
ફોન નં. ૬૩૦૧૭૨૧
ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા : (જન્મ : ૭ ઓગસ્ટ, ૧૯૩૬) ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાય મન્દિરના નિવૃત્ત નિયામક અને ગુજરાતીના અધ્યાપક. અગાઉ તે દાહોદની નવજીવન આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યપદે હતા.
તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.
અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.
(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)
૧૮૪૫માં પ્રગટ થયેલી "ધ રેવન" એડગર એલન પોની અતિશય નીવડેલી કૃતિ છે. આ કૃતિ, કર્તાની પર્યાયવાચી છે એમ કહીયે તો પણ અતિશયોક્તિ કહેવાશે નહીં. આ કવિતા તેની રચનારીતિ, તેના લય અને તેના અતિલૌકિક પાસાને લીધે ખૂબ ધ્યાનાર્હ બની છે.
આ કવિતામાં વિરહી કવિને એક ભેદી આગંતુક સાથે થયેલા અનુભવની વાત છે. આ આગંતુક એકનો એક શબ્દ વારંવાર બોલીને કથકને વધુને વધુ વિતાડે છે અને એના અનુભવને લૌકિક તળમાંથી ખેંચીને એક રોમાંચક, ભયાનક, અને અદ્ભૂત એવા અનુભવમાં બદલી નાખે છે.
પ્રસ્તુત પુસ્તકમાં અનુવાદની સાથે સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપેલો છે. આપણા સજ્જ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ મૂળ કવિતાની ખૂબ નજીક રહીને આ અનુવાદ કર્યો છે, એ ત્યાં સુધી કે પોએ વાપરેલા લયને આબેહૂબ ગુજરાતીમાં સવૈયાની ચાલ રાખીને નિભાવ્યો છે.
આ કવિતાએ રસિકો, વિવેચકો, તથા અભ્યાસુઓને તો ઘેલું લગાડ્યું જ છે, પણ સાહિત્યેતર ક્ષેત્રોના લોકોને પણ ઘણી પ્રેરણા આપી છે, તેમજ ગોથિક, સુપરનેચરલ, હોરર, ઑમીનસ જેવા ક્ષેત્રોના કલાકારોને નવો ચીલો ચાતરી આપ્યો છે. વ્લાદીમિર નોબોકોવથી માંડીને ૨૧મી સદીની વેબસીરીઝ "વેન્સડે" સુધી આ કવિતાના સંદર્ભો પહોંચ્યા છે, અને આ કવિતા (એના થકી કવિ પોતે) સ્થળ-કાળની પરે પહોંચી ગયા છે.