ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માનવીનું હૈયું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માનવીનું હૈયું|}} <poem> માનવીના હૈયાને નંદવામાં વાર શી? અધબોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચાશા હૈયાને પીંજવામાં વાર શી? સ્મિતની જ્યાં વીજળી, જરીશી કરી વળી, એના એ હૈયાને રંજવામાં વ...") |
(No difference)
|
Revision as of 09:58, 30 December 2022
માનવીનું હૈયું
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)