પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ: Difference between revisions

No edit summary
()
 
(7 intermediate revisions by one other user not shown)
Line 8: Line 8:
{{Poem2Open}}કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર, આત્મચરિત્ર અને વિવેચન – એમ સાહિત્યના મહત્સ્વરૂપોમાં સફળતાપૂર્વક કલમ અજમાવી ચૂકેલા, સતત લખતા રહેલા સવ્યસાચી લેખક. માતબર લેખન. વિદ્યાર્થી-વત્સલ અધ્યાપનકળાના, હવે વિરલ બનતી જતી પ્રજાતિના નૈષ્ઠિક અધ્યાપક. સાહિત્યના રસાળ વ્યાખ્યાતા, પ્રભાવક વક્તા. મિશનરી જોસ્સાથી સાહિત્ય અને સાહિત્યશિક્ષણના નિમિત્તે લગભગ આખું ગુજરાત ખૂંદી ચૂકેલા પ્રવાસી. કવિતાના પાંચ સંચયો ઉપરાંત એમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો, બે પ્રવાસગ્રંથો, ત્રણ ચરિત્ર-આત્મચરિત્ર, છ નવલ-લઘુનવલો, ચૌદ નિબંધસંગ્રહો, પંદર વિવેચનના ગ્રંથો અને પુષ્કળ સંપાદનો મળ્યાં છે. કાવ્યપાઠ અને વ્યાખ્યાન નિમિત્તે યુકે અને યુએસએના પ્રવાસો કર્યા છે. તરલ પારદર્શક કલ્પનો વડે અતીતરાગથી રંજિત જાનપદી ચેતનાને વ્યક્ત કરતા કવિ. ધ્યાનપાત્ર સૉનેટો પણ આપ્યાં છે. દશમો દાયકો અને પરસ્પરઃ એમનાં સંપાદનમાં પ્રકટેલા સામયિક  ઉન્મેષો છે.{{Poem2Close}}

== કાવ્યો: =
== કાવ્યો: ==
===૧. વાટઃ બે કાવ્યો===
===૧. વાટઃ બે કાવ્યો===
<poem>
<poem>
Line 312: Line 312:
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે
</poem>
</poem>
===૧૦. ચોમાસુંઃ ગીત===
<poem>
ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં
::ભાઈ હવે ઓરે છે નેહ નર્યો ચાસમાં
::ઓળઘોળ ગામ અને સીમ સાવ પાસમાં
::આખ્ખું આકાશ પણે આળોટે ઘાસમાં
પહાડો મન મૂકી ઓગળતા આવ્યા, લ્યે! ઝરણાંના ગાનમાં
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં
::કોક મને બોલાવે વાદળમાં પ્હાડમાં
::મન મારું મસ્ત અહીં વેલા ને વાડમાં
::વૃક્ષોનું ગામ ઘડી ડોલે છે તાડમાં.
ખીણોમાં ઊછળતી કુંવારી નદીઓ, લ્યો! આવી પૂગી રે મેદાનમાં
ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં...
</poem>
===૧૧. આ-ગમન પછી===
:(શિખરિણી – સૉનેટ)
<poem>
પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી–
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકીઃ
રડી હર્ષે હું વા વિરહ-દુઃખ? – જાણી નવ શકી
તમે આવ્યા ત્યારે મૂક રહી કશું યે નવ કહ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી
હતું હૈયે એવું કર પકડશો, કૈંક પૂછશો...
ઉવેખી લજ્જાને સ્વજન વચ એ ય નવ થયું!
વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું!
સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં
થઈ સાચાં મારા વિરહકૃશ પાદે ચચરતાં;
રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે!
</poem>
===૧૨. સંવનન===
:(શિખરિણી)
<poem>
મકાઈનું લીલું-હરિત વરણું ખેતર તમે
બની આવ્યાં મારી ખળખળ વિનાની નજરમાં;
સૂકા શેઢાનું હું તણખલું હતો, ઘાસ-લીલવું
તમારી આંખોના પલક પવને થૈ ઝૂમી ઉઠ્યો!
હવે હું હાંકું છું હળ-બળદ, શો પીત તડકો!
તમે ત્યાં છીંડેથી મખમલ સમી કાય, સ્મિત લઈ
વળો આ બાજુ ત્યાં અમથું અમથું ગાઈ ઉઠતો!
મને બોલાવો છો ટીમણ કરવા, સ્હેજ શરમે
નવાં છો તેથી તો થડકી થડકી સીમ નીરખો–
રખે કોઈ જુવે! પણ અવશ આંખો મરકતાં –
તમારી છાતીમાં ડગુમગુ થતું કૈ અનુભવી
તમારી કંકુ-શી નજર ઢળી જતીઃ પાસ સરકું!
તમે મીંચો આંખો, નસનસ મહીં શોય થડકો
ઝળૂંબી પીતો હું સીમ-ચસચસી રૂપ-તડકો!
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૪. વિનોદ જોશી|૪. વિનોદ જોશી]]
|next = [[પ્રતિપદા/૬. દલપત પઢિયાર|૬. દલપત પઢિયાર]]
}}