ગુજરાતી ગઝલસંપદા/જટિલરાય વ્યાસ – ‘જટિલ’: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| જટિલરાય વ્યાસ – ‘જટિલ’ |}} <poem> તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર! ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!<br> તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે, હતો છીછરો હું ન છલક્યો બરાબર!<br> ઘનશ્યામ! તેં ગર...") |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ | ||
|next = | |next = મધુકર રાંદેરિયા | ||
}} | }} |
Latest revision as of 15:38, 11 January 2023
જટિલરાય વ્યાસ – ‘જટિલ’
તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર!
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!
તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર!
ઘનશ્યામ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર!
મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર!
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર!
છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર!