ગુજરાતી ગઝલસંપદા/ પારુલ બારોટ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| પારુલ બારોટ |}} <poem> હું પતંગ ને તું પવન થઈ જાય તો કેવું સરસ. આભમાં પુષ્પો ખીલી પથરાય તો કેવું સરસ.<br> કાપવાને લૂંટવાની વાતને બાજુ મૂકી, બાંધવાની રીત બસ સચવાય તો કેવું સરસ.<br> કોઈ...") |
m (Atulraval moved page ગુજરાતી ગઝલસંપદા/ પારુલ બારોટ to ગુજરાતી ગઝલસંપદા/ પારુલ બારોટ) |
(No difference)
|
Revision as of 10:38, 16 January 2023
પારુલ બારોટ
હું પતંગ ને તું પવન થઈ જાય તો કેવું સરસ.
આભમાં પુષ્પો ખીલી પથરાય તો કેવું સરસ.
કાપવાને લૂંટવાની વાતને બાજુ મૂકી,
બાંધવાની રીત બસ સચવાય તો કેવું સરસ.
કોઈ ખૂણો ક્યાંય ના કોરો રહે બસ એ રીતે,
રંગનો દરબાર અહીં છલકાય તો કેવું સરસ.
તું મને નટખટ બનીને કાનમાં જે કહી ગયો,
વાત એ તનમન સુધી પડઘાય તો કેવું સરસ.
આવ આખી જાત ઓઢાડી દઉં નખશિખ તને,
લટ ઘટા ઘનઘોર શું? સમજાય તો કેવું સરસ.