મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૭: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭|મનોહર સ્વામી}} <poem> સંતો આવો અમારડા દેશમાં જો; શાને ભટકો...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
એ છે સદા ચૌદ લોકવિષે જાગતો જો; | એ છે સદા ચૌદ લોકવિષે જાગતો જો; | ||
જાણ્યા પછી કદી થાય નહીં અણછતો જો. | જાણ્યા પછી કદી થાય નહીં અણછતો જો..{{space}} સંતો. ૬ | ||
મહાવ્રત તપ યજ્ઞ દાન આદરે જો; | મહાવ્રત તપ યજ્ઞ દાન આદરે જો; | ||
તેથી નાથજી કબૂલ કદી નવ કરે જો.{{space}} સંતો. ૭ | તેથી નાથજી કબૂલ કદી નવ કરે જો.{{space}} સંતો. ૭ |
Latest revision as of 10:04, 8 February 2023
મનોહર સ્વામી
સંતો આવો અમારડા દેશમાં જો;
શાને ભટકોછો ફોગટીયા વેશમાં જો. સંતો. ૧
જ્યાં શોક રોગ મૃત્યુનો ભય નહીં કદા જો;
બ્રહ્માનંદ સુખ વરતિ રહ્યું સર્વદા જો. સંતો. ૨
જ્યાં જોઈયે ત્યાં સ્વામી સનમુખ જડેજો. સંતો. ૩
બાધા વિશ્વમાં વિરાજે નાથ અમતણો જો;
રક્ષા કરવા નિજ જનની ચંચલ કરે જો; સંતો. ૪
જેની બ્રહ્માદિક દેવતા આશા કરે જો;
કામ ક્રોધ ચોર દૂરથી નાઠા ફરે જો. સંતો. ૫
એ છે સદા ચૌદ લોકવિષે જાગતો જો;
જાણ્યા પછી કદી થાય નહીં અણછતો જો.. સંતો. ૬
મહાવ્રત તપ યજ્ઞ દાન આદરે જો;
તેથી નાથજી કબૂલ કદી નવ કરે જો. સંતો. ૭
સત્ય ધ્યાનથી જણાવે નિજરૂપને જો;
વણ ધ્યાન ન જણાવે મોટા ભૂપને જો. સંતો. ૮
એવા દેશમાં જો આવ્યાની આશા કરો જો;
સદ્ગુરૂજીને શીશ ચરણે ધરો રે જો. સંતો. ૯
ગુરુ વચનેથી સાધન આદરો જો;
એ તો સદ્ય નિજદેશ પમાડે ખરો જો. સંતો. ૧૦
સચ્ચિદાનંદ બ્રહ્મ ધ્યાન પામશો જો;
તેથી જનમ મરણ ભય વામશો જો. સંતો. ૧૧