ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, 1935: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 34. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | (11.11.1935 – 31.7.1991)}}
{{Heading| 34. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | (11.11.1935 – 31.7.1991)}}
[[File:34. anirudha brahmbhatt.jpg|thumb|center|150px]]
[[File:34. anirudha brahmbhatt.jpg|thumb|center|150px]]
<center>  '''ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા''' </center>
<center>  '''{{larger|ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એ પશ્ચિમી સાહિત્યવિવેચનાનો પાયાનો ગ્રંથ છે. ઍરિસ્ટોટલની પહેલાં ગ્રીસમાં સાહિત્યવિવેચન ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું હોવાના ઉલ્લેખો મળે છે. ઍરિસ્ટોટલ પોતે જ પ્રોટાગોરાસ, હિપ્પીઆસ, યુક્લીડ, ગ્લાઉકોન અને ઍરિફ્રેડસનાં નામોનો ઉલ્લેખ યથા–પ્રસંગ કરે છે. તે ઉપરાંત સોક્રેટીસના શિષ્યમંડળમાં ક્રિટો, સિમ્મીઆસ અને સિમોન જેવા વિચારકોએ કવિતા અને અન્ય લલિત કલાઓ પર ગ્રંથો રચ્યા હોવાનું ડાયોજીનીસ લાયરટીયસ નોંધે છે. ડેમિક્રિટસે ‘On Poetry’ અને ‘On Rhythms and Harmony’ નામના બે ગ્રંથો રચ્યા હોવાના ઉલ્લેખો મળે છે. ક્સેનોક્રેટસે વાક્ચાતુર્ય અને સાહિત્યના પ્રશ્નોની મીમાંસા કરી છે, તો પોન્તસના હેરાકૂલીડસે સંગીત, કવિતા અને કવિઓ પર વિવેચન લખ્યું છે. પ્લેટોએ એના ‘સંવાદો’માં અનેક જગાએ કવિતા અને કલા પરત્વે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે; અને ‘The Republic’ના દસમા પુસ્તકમાં એણે કરેલો હુમલો તો ખૂબ જ જાણીતો છે. સોફોક્લીસ અને ઍરિસ્ટોફેનસ જેવા નાટકકારોએ ટ્રૅજેડીની કલા અંગે માર્મિક વિધાનો કર્યાં છે. ઍરિસ્ટોફેનસનું ‘The Frogs’ તો સાહિત્યશાસ્ત્રના કોઈ પંડિતની કૃતિ જેવું છે. ઉપહાસ અને વિનોદનો પડદો હટાવી લઈએ તે સાહિત્યવિવેચનનાં કેટલાંક બહુમૂલ્ય વિધાનો એમાં જોવા મળે છે. આ જ નાટકકારની એક કૃતિ ‘Poiesis’ નામની હોવાના ઉલ્લેખો મળે છે. નીકોકેરસે પણ ‘A Poet’ નામનું નાટક રચ્યું હતું. ઍરિસ્ટોટલના જમાનામાં એન્ટિફેનસે ‘Poiesis’ નામે અને બાયેટસે ‘A Poet’ નામની કૃતિઓ લખી હતી. આના ઉપરથી ફલિત થાય છે કે ઍરિસ્ટોટલની પહેલાં સર્જકો અને ચિંતકોએ સાહિત્યકલાવિવેચનની એક આબોહવા સર્જી હતી. ઍરિસ્ટોટલ એ વિકાસસોપાનપરમ્પરાને સંસ્કારે છે અને સાહિત્યવિવેચનના પાયાના પ્રશ્નો છેડીને મૂલ્યાંકનનાં ધોરણો ઊભા કરવાનો એક મહાન પ્રયત્ન કરે છે.
ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એ પશ્ચિમી સાહિત્યવિવેચનાનો પાયાનો ગ્રંથ છે. ઍરિસ્ટોટલની પહેલાં ગ્રીસમાં સાહિત્યવિવેચન ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું હોવાના ઉલ્લેખો મળે છે. ઍરિસ્ટોટલ પોતે જ પ્રોટાગોરાસ, હિપ્પીઆસ, યુક્લીડ, ગ્લાઉકોન અને ઍરિફ્રેડસનાં નામોનો ઉલ્લેખ યથા–પ્રસંગ કરે છે. તે ઉપરાંત સોક્રેટીસના શિષ્યમંડળમાં ક્રિટો, સિમ્મીઆસ અને સિમોન જેવા વિચારકોએ કવિતા અને અન્ય લલિત કલાઓ પર ગ્રંથો રચ્યા હોવાનું ડાયોજીનીસ લાયરટીયસ નોંધે છે. ડેમિક્રિટસે ‘On Poetry’ અને ‘On Rhythms and Harmony’ નામના બે ગ્રંથો રચ્યા હોવાના ઉલ્લેખો મળે છે. ક્સેનોક્રેટસે વાક્ચાતુર્ય અને સાહિત્યના પ્રશ્નોની મીમાંસા કરી છે, તો પોન્તસના હેરાકૂલીડસે સંગીત, કવિતા અને કવિઓ પર વિવેચન લખ્યું છે. પ્લેટોએ એના ‘સંવાદો’માં અનેક જગાએ કવિતા અને કલા પરત્વે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે; અને ‘The Republic’ના દસમા પુસ્તકમાં એણે કરેલો હુમલો તો ખૂબ જ જાણીતો છે. સોફોક્લીસ અને ઍરિસ્ટોફેનસ જેવા નાટકકારોએ ટ્રૅજેડીની કલા અંગે માર્મિક વિધાનો કર્યાં છે. ઍરિસ્ટોફેનસનું ‘The Frogs’ તો સાહિત્યશાસ્ત્રના કોઈ પંડિતની કૃતિ જેવું છે. ઉપહાસ અને વિનોદનો પડદો હટાવી લઈએ તે સાહિત્યવિવેચનનાં કેટલાંક બહુમૂલ્ય વિધાનો એમાં જોવા મળે છે. આ જ નાટકકારની એક કૃતિ ‘Poiesis’ નામની હોવાના ઉલ્લેખો મળે છે. નીકોકેરસે પણ ‘A Poet’ નામનું નાટક રચ્યું હતું. ઍરિસ્ટોટલના જમાનામાં એન્ટિફેનસે ‘Poiesis’ નામે અને બાયેટસે ‘A Poet’ નામની કૃતિઓ લખી હતી. આના ઉપરથી ફલિત થાય છે કે ઍરિસ્ટોટલની પહેલાં સર્જકો અને ચિંતકોએ સાહિત્યકલાવિવેચનની એક આબોહવા સર્જી હતી. ઍરિસ્ટોટલ એ વિકાસસોપાનપરમ્પરાને સંસ્કારે છે અને સાહિત્યવિવેચનના પાયાના પ્રશ્નો છેડીને મૂલ્યાંકનનાં ધોરણો ઊભા કરવાનો એક મહાન પ્રયત્ન કરે છે.

Revision as of 15:31, 3 March 2023

34. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

(11.11.1935 – 31.7.1991)

34. anirudha brahmbhatt.jpg
ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા

ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એ પશ્ચિમી સાહિત્યવિવેચનાનો પાયાનો ગ્રંથ છે. ઍરિસ્ટોટલની પહેલાં ગ્રીસમાં સાહિત્યવિવેચન ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું હોવાના ઉલ્લેખો મળે છે. ઍરિસ્ટોટલ પોતે જ પ્રોટાગોરાસ, હિપ્પીઆસ, યુક્લીડ, ગ્લાઉકોન અને ઍરિફ્રેડસનાં નામોનો ઉલ્લેખ યથા–પ્રસંગ કરે છે. તે ઉપરાંત સોક્રેટીસના શિષ્યમંડળમાં ક્રિટો, સિમ્મીઆસ અને સિમોન જેવા વિચારકોએ કવિતા અને અન્ય લલિત કલાઓ પર ગ્રંથો રચ્યા હોવાનું ડાયોજીનીસ લાયરટીયસ નોંધે છે. ડેમિક્રિટસે ‘On Poetry’ અને ‘On Rhythms and Harmony’ નામના બે ગ્રંથો રચ્યા હોવાના ઉલ્લેખો મળે છે. ક્સેનોક્રેટસે વાક્ચાતુર્ય અને સાહિત્યના પ્રશ્નોની મીમાંસા કરી છે, તો પોન્તસના હેરાકૂલીડસે સંગીત, કવિતા અને કવિઓ પર વિવેચન લખ્યું છે. પ્લેટોએ એના ‘સંવાદો’માં અનેક જગાએ કવિતા અને કલા પરત્વે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે; અને ‘The Republic’ના દસમા પુસ્તકમાં એણે કરેલો હુમલો તો ખૂબ જ જાણીતો છે. સોફોક્લીસ અને ઍરિસ્ટોફેનસ જેવા નાટકકારોએ ટ્રૅજેડીની કલા અંગે માર્મિક વિધાનો કર્યાં છે. ઍરિસ્ટોફેનસનું ‘The Frogs’ તો સાહિત્યશાસ્ત્રના કોઈ પંડિતની કૃતિ જેવું છે. ઉપહાસ અને વિનોદનો પડદો હટાવી લઈએ તે સાહિત્યવિવેચનનાં કેટલાંક બહુમૂલ્ય વિધાનો એમાં જોવા મળે છે. આ જ નાટકકારની એક કૃતિ ‘Poiesis’ નામની હોવાના ઉલ્લેખો મળે છે. નીકોકેરસે પણ ‘A Poet’ નામનું નાટક રચ્યું હતું. ઍરિસ્ટોટલના જમાનામાં એન્ટિફેનસે ‘Poiesis’ નામે અને બાયેટસે ‘A Poet’ નામની કૃતિઓ લખી હતી. આના ઉપરથી ફલિત થાય છે કે ઍરિસ્ટોટલની પહેલાં સર્જકો અને ચિંતકોએ સાહિત્યકલાવિવેચનની એક આબોહવા સર્જી હતી. ઍરિસ્ટોટલ એ વિકાસસોપાનપરમ્પરાને સંસ્કારે છે અને સાહિત્યવિવેચનના પાયાના પ્રશ્નો છેડીને મૂલ્યાંકનનાં ધોરણો ઊભા કરવાનો એક મહાન પ્રયત્ન કરે છે. 2. લિસીયમ વિદ્યાધામમાં ઍરિસ્ટોટલે પોતાના શિષ્યો સમક્ષ જે વ્યાખ્યાનો આપ્યાં હતાં તેનું ટાંચણ તે આ ‘કાવ્યશાસ્ત્ર’. આ ટાંચણ વ્યાખ્યાતાએ પોતે પોતાપૂરતું કર્યું હોય તે એક શક્યતા છે; અને એના કોઈ શિષ્યે વ્યાખ્યાનો ટાંચણરૂપે ટપકાવી લીધાં હાય એ બીજી શક્યતા છે. ગિલ્બર્ટ મરી પહેલી શક્યતા સ્વીકારે છે. તેઓ કહે છે: “The style of the Poetics suggests the MS of an experienced lecturer, full of jotting and adscripts, with occasional phrases written carefully out, but never revised as a whole for the general reader.” 25મું પ્રકરણ તો માત્ર ટાંચણિયા છે. વિચારસરણી સળંગસૂત્રરૂપે કંતાતી આવે એવું નથી બનતું; એટલું જ નહિ, કોઈ કોઈ જગાએ તો તંતુ જ તૂટી ગયેલા છે. આને કારણે ઊભી થયેલી સંદિગ્ધતાએ વિવેચકો અને અભ્યાસીઓને કસોટીએ ચડાવ્યા છે. એવાં સંદિગ્ધ સ્થાનો જ માત્ર નહિ, પણ આખા Poeticsની વિચારણાને સમજવા માટે ઍરિસ્ટોટલના અન્ય ગ્રંથોનો અભ્યાસ પણ જરૂરી બની રહે છે. ઍરિસ્ટોટલની ફિલસૂફીના વિચારસંદર્ભમાં એને નાટ્યવિચાર વિલોકવાની વાત ગ્યૂઇથેએ કરેલી તે આ કારણે. કેટલાક વિચારતંતુઓ વણસંધાયા રહી ગયા છે તો કેટલાક અન્ય ગ્રંથોમાં હાથ લાગે છે. છઠ્ઠા પ્રકરણની શરૂઆતમાં ટ્રૅજેડીની વ્યાખ્યા પછી ઍરિસ્ટોટલ કહે છે કે કૉમેડીની વાત હવે પછી કરીશું. પણ એ વાત જ પછીથી મળતી નથી. એના ગ્રંથ ‘Politics’માં એ કૅથાર્સિસનો મુદ્દો છેડે છે ને કહે છે કે એની વિગતવાર ચર્ચા ‘Poetics’માં મળશે, પણ ‘Poetics’માંય એ મુદ્દો ચર્ચ્યા વિનાનો જ રહ્યો છે. બાયવોટર આથી એવું વિચારવા પ્રેરાયા છે કે ‘poetics’નો બીજો ખંડ હોવો જોઈએ જે આપણને મળ્યો નથી. એ બીજા ભાગમાં ઍરિસ્ટોટલે કૉમેડી અને કૅથાર્સિસની વિગતે ચર્ચા કરી હોવી જોઈએ. દસમી સદીની એક એવી હસ્તપ્રત મળી પણ આવી છે જેમાં કૉમેડીની ચર્ચા છે. પણ એ હસ્તપ્રત પર ક્યાંય ઍરિસ્ટોટલનું નામ નથી. બાયવૉટર એને ‘sorry fabrication’ કહે છે; અને લેન કૂપર તો એના આધારે ‘An Aristotelian Theory of Comedy’ નામના ગ્રંથ પણ રચી બેઠા છે. 3. ઍરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રના અભ્યાસમાં એક ભૂમિકારૂપે પ્લેટોના કવિતાવિષયક વિચારોનો અભ્યાસ કરવા જરૂરી થઈ પડે છે. પ્લેટોએ કવિતા પર જે હુમલો કર્યો. તેના ઉત્તરરૂપે ઍરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રની રચના થયેલી જોઈ શકાય છે. પ્લેટોએ કહેલું કે સત્યથી કવિતા તો ત્રણ ડગલાં દૂર રહેલી છે, કારણ કે જે સત્ય છે તે તો ‘World of Ideas’ છે. આ વિશ્વના દેખાવો તો એનાં પ્રતિબિંબો છે; અને ચિત્રકાર કે કવિતાકાર એ પ્રતિબિંબોનાં પણ પ્રતિબિંબો ઉપજાવે છે. બીજું, કવિતામાં દેવદેવીઓનાં ચરિત્રો સામાન્ય માનવી કરતાંય નીચી કોટિનાં આલેખાયાં હોવાનું જણાયું છે. ત્રીજું, કવિતાનો આનંદ હીન કક્ષાનો આનંદ છે, કારણ કે આત્માનો જે હીન અંશ—લાગણીતંત્ર—તેને કવિતા પોષે છે, ઉશ્કેરે છે; અને ચોથું, માનવીએ વીર બનવાનું શીખવું જોઈએ તેને બદલે ટ્રૅજેડીના નાયક દ્વારા એ વિપત્તિમાં માથે હાથ દઈને બેસવાનું, રોતલ બનવાનું, શીખે છે. આ બધાં કારણોસર પ્લેટોએ કવિતાને, અને પરિણામે કવિઓને દેશનિકાલ કરવા જોઈએ એવું મંતવ્ય રજૂ કર્યું હતું. ઍરિસ્ટોટલે આ મુદ્દાઓનો સીધો ઉત્તર નથી આપ્યો. પણ એની નજરમાં પ્લેટો રહેલો છે એ વાત તો ‘Poetics’ના પાને પાને પ્રતીત થાય છે. ઍરિસ્ટોટલ પ્લેટોનો શિષ્ય હતો અને પ્લેટોના વિદ્યાધામમાં એણે વીસ વર્ષ ગાળ્યાં હતાં. વિદ્યાર્થી તરીકે, શિક્ષક તરીકે અને લેખક તરીકે ઈ. સ. પૂર્વે 367થી 347 સુધી એણે પ્લેટોના સાન્નિધ્યમાં કામગીરી બજાવી હતી. પ્લેટોના વિચારોની એના પર ઘણી ઊંડી અસર હતી એટલે પ્લેટોએ ઊભા કરેલા પ્રશ્નોને તે પોતાની રીતે વિચારે છે; પણ પ્રશ્નો તો પ્લેટોએ જ એના મનમાં રોપી આપ્યા છે. બંનેની વિચારણા જુદે જુદે માર્ગે જાય છે પણ ભૂમિ તો એક જ છે. સમૃદ્ધ જિંદગીના સંદર્ભમાં પ્રત્યેક વસ્તુની ઉપયોગિતા પ્લેટોના વિદ્યાધામમાં વિચારાતી હતી. કવિતા અને અન્ય લલિત કલાઓ પણ એમાંથી બાકાત નહોતી. ઍરિસ્ટોટલ કવિતાનો કવિતારૂપે વિચાર કરે છે એ ખરું, પણ ઉપયોગિતાની વિચારણાથી એ સદંતર મુક્ત નથી ઉપયોગી કલાઓ અને લલિત કલાઓ વચ્ચેનો ભેદ ત્યારે પડેલો નહોતો. બંને વચ્ચેની ભેદરેખા પર આંગળી મૂકનાર ઍરિસ્ટોટલ પહેલો છે; અને એ દષ્ટિએ પ્લેટો કરતાં એ જુદા રસ્તે જ નહિ, ઘણે આગળ પણ જાય છે. 4. પ્લેટોએ એના ‘Republic’માં કવિતા પર હુમલો તો કર્યો, પણ પછી, કોણ જાણે કેવા ભાવથી, કવિતાપ્રેમીને છેલ્લે છેલ્લે એ એક આહ્વાન આપી બેઠો છે. પ્લેટો લખે છે: “We will give her champions, not poets themselves but poet-lovers, an opportunity to make her defence in plain prose and show that she is not only sweet-as we well know-but also helpful to society and the life of man, and we will listen in a kindly spirit. For we shall be gainers, I take it, if this can be proved.” ઍરિસ્ટોટલને આ ગદ્યખંડની જાણ હતી અને તેથી એને નજરમાં રાખીને જ જાણે કે એ ‘કાવ્યશાસ્ત્ર’માં આગળ વધ્યો છે. ‘Poetics’નું જે સ્વરૂપ રચાયું, જે પ્રશ્નોના ઉત્તરો એમાં આપવાનો પ્રયત્ન થયો, તેનું કારણ આ આહ્વાનના સ્વરૂપમાં રહેલું પણ દેખાય છે. 5. વિવેચનમાં આજે પ્રયોજાતી plot, character, chorus, action, episode જેવી સંજ્ઞાઓ એમની મૂળ અર્થચ્છાયા સાથે ઍરિસ્ટોટલમાં જોવા મળે છે. એ દૃષ્ટિએ, પશ્ચિમી સાહિત્યવિવેચનનો અભ્યાસ કરનારને માટે આ ગ્રંથનો અભ્યાસ અનિવાર્ય બની રહે છે. હમ્ફી હાઉસ કહે છે: “One of the main reasons why I believe it good that the Poetics should be read at the very beginning of a university course in literature is that it shows these essential current terms in their earliest formal context, related to a literature that you can read, at least in trauslation.” ઍરિસ્ટોટલના આ ગ્રંથમાં સંજ્ઞાઓ અમુક ચોક્કસ સંદર્ભમાં પ્રયોજાયેલી છે. સંદર્ભ પ્રમાણે એમના સંકેત નક્કી કરવા એ અભ્યાસીનું કાર્ય છે. વિવેચનનો ઇતિહાસ, ખરું જોઈએ તો, સંજ્ઞાઓના ભિન્નભિન્ન સંદર્ભોમાં થતા નાનામોટા અર્થફેરફારોનો ઇતિહાસ છે. સંજ્ઞાઓ. લપટી પડી ન જાય, પરિભાષા એનો પ્રાણ ગુમાવી ન બેસે, એટલા માટે સંજ્ઞાઓના સંદર્ભો તપાસીને એમના સંકેતો જમાને જમાને નક્કી કરવા પડતા હોય છે. જેમને અમુક સંજ્ઞાના ઉપયોગનો ઇતિહાસ ખબર ન હોય તેઓ આવા સંકેતો નક્કી કરવામાં મુશ્કેલી ઊભી કરતા હોય છે. Minesis--‘અનુકરણ’ જેવી એકાદ સંજ્ઞા લઈ જોવાથી આજસુધીમાં કેવા કેવા ભિન્નભિન્ન સંકેતોમાં એ પ્રયોજાતી આવી છે તેની ખાતરી થશે. ઍરિસ્ટોટલે પ્રયોજેલી સંજ્ઞાઓનો આ દૃષ્ટિએ અભ્યાસ કરવાની જવાબદારી અભ્યાસીને શિરે રહેલી છે. 6. ‘અનુકરણ’ સંજ્ઞા એક કરતાં વધારે અર્થમાં ઍરિસ્ટોટલ પ્રયોજે છે. કવિતાના ઉદ્ભવહેતુઓમાં અનુકરણની વૃત્તિનો એ સમાવેશ કરે છે ત્યાં એનો એક અર્થ છે. (કાવ્યશાસ્ત્ર પૃ. 7). બધી જ કલાઓને જ્યારે તે અનુકરણશીલ કહીને ઓળખાવે છે ત્યારે કલાસર્જનવ્યાપારમાં પ્રવર્તતા કોઈ મહાનિયમની એ વાત કરે છે અને ત્યાં એનો બીજો અર્થ છે. પહેલો અર્થ દર્શાવતો ગદ્યખંડ આ ગ્રંથમાં પ્રક્ષિપ્ત હોવાનું કેટલાક વિવેચકો માને છે. એમ હો વા ન હો, એ ગદ્યખંડમાં કલા વિશેની એક મહત્ત્વની વાત કહેવાઈ છે: “અનુકૃત વસ્તુઓમાં અનુભવાતો આનંદ પણ કંઈ ઓછો સનાતન નથી. અનુભવનાં તથ્યોમાં આપણને આનો પુરાવો મળી રહે છે. જે વસ્તુઓને આપણે દુ:ખપૂર્ણ રીતે જોઈએ છીએ તે જ વસ્તુઓની સૂક્ષ્મ વફાદારીથી થયેલી પ્રતિકૃતિનું ભાવન કરવામાં આપણે આનંદ અનુભવીએ છીએ–જેમકે અત્યંત ઘૃણાજનક પ્રાણીઓ અને મૃતદેહોની પ્રતિકૃતિઓ.” અહીં જે આનંદની વાત કરેલી છે તે માત્ર પૂર્વપરિચિતતાને કારણે જન્મતો આનંદ નથી. વ્યવહારમાં જે કદરૂપું છે, શોકજનક છે તે વાસ્તવતથ્ય પણ જ્યારે કલાકૃતિના જગતમાં આવે છે ત્યારે સુંદર બની રહે છે અને આનંદનું કારણ થઈ શકે છે. આ આનંદ નકલમાંથી જન્મતો બાલસહજ આનંદ નથી, પણ વધુ ઉચ્ચ પ્રકારનો અને સૂક્ષ્મ આનંદ છે. ઍરિસ્ટોટલે પોતે જ એને નકલથી ઊંચે ઉઠાવીને વાત કરી છે: “જો તમે મૂળ વસ્તુને ન જોઈ હોય તો આનંદ અનુકરણજન્ય નહીં હોય પણ આલેખન, રંગવિધાન કે એવા કોઈ અન્ય કારણ પર આધારિત હશે.” કલાના ભાવનનો આનંદ માત્ર વસ્તુગત નથી પણ structure અને pattern પર આધારિત છે એ મહત્ત્વની વાત અહીં આ રીતે કહેવાઈ છે. ‘અનુકરણ’થી પોતાને કયો વ્યાપાર અભિપ્રેત છે તેની ચોખવટ ઍરિસ્ટોટલે ક્યાંય નથી કરી. તે કાળે વિવેચનમાં વપરાતી પરિભાષામાંથી એણે આ શબ્દ વારસામાં લઈ લીધા છે. પણ ઍરિસ્ટોટલનું મહત્ત્વ એ છે કે એ સંજ્ઞાને એ પોતાની રીતે પ્રયોજે છે ને ત્યાં પ્લેટોથી એ જુદો પડે છે. માત્ર ઇન્દ્રિયસંનિકર્ષમાં આવતા પદાર્થોનું અનુકરણ ઍરિસ્ટોટલને અભિપ્રેત નથી. એ કહે છે કે કલા “ચરિત્રો, લાગણીઓ અને ક્રિયા”નું અનુકરણ કરે છે. એણે બાહ્ય અનુકરણ કરતાં મનોવિશ્વ— આંતરવિશ્વ—ના અનુકરણ પર ભાર મૂક્યો છે. તેથી જ, કદાચ તે કહે છે કે સંગીત અન્ય કલાઓ કરતાં સૌથી વધુ અનુકરણશીલ છે. કલા તો અનુકરણ દ્વારા બાહ્ય વાસ્તવની સીમાઓને ઉલ્લંઘી જઈને આભ્યંતરના અસીમ વાસ્તવને આંબે છે. ઍરિસ્ટોટલ જ્યારે કહે છે કે કવિતા ઇતિહાસ કરતાં વધુ તાત્ત્વિક અને વધુ સનાતનને સ્પર્શે છે ત્યારે આ સંદર્ભમાં આપણે એને સમજી શકીએ. પ્લેટોના ‘નકલ’ના સિદ્ધાંતથી ઍરિસ્ટોટલ ખૂબ દૂર નીકળી જાય છે. એને મન અનુકરણ એટલે નકલ નહીં, પણ સર્જન, એટલે કે કવિકર્મ. છંદો લખતાં આવડે તેથી કવિ ન થવાય, ‘અનુકરણ’ આવડે તો કવિ થવાય; એટલે એમ્પિડોકિલસ કવિ નહીં પણ હોમર કવિ ખરો. 7. ટ્રૅજેડીના અસ્તિત્વની ઉપયોગિતા સિદ્ધ કરવાના પ્રયત્નમાંથી કૅથાર્સિસની વિભાવનાનો જન્મ થયો છે. કૅથાર્સિસથી ઍરિસ્ટોટલને કઈ માનસિક પ્રક્રિયા અભિપ્રેત છે, તે તેણે ક્યાંય સ્પષ્ટ કર્યું નથી. એની સંદિગ્ધતાએ અભ્યાસીઓને અનેક પ્રકારના અર્થો સૂચવવા પ્રેર્યા છે. બનવાજોગ છે કે ઍરિસ્ટોટલે જ્યારે આ સંજ્ઞાનો પ્રયોગ કર્યો હશે ત્યારે એના અમુક ચોક્કસ સંકેત પ્રચલિત હશે. પણ આજે તો આપણે શક્ય તેટલા સંકેતો ધ્યાનમાં રાખીને એમાંથી ઍરિસ્ટોટલના મનમાં કયો સંકેત હશે તે વિચારવાનું રહે છે. Katharsis સંજ્ઞાના અનેક પર્યાયો અંગ્રેજીમાં પ્રયોજાયા છે, જેમાંથી ત્રણ મુખ્ય છે: purgation, purification અને clarification. આના પરથી ત્રણ વિભિન્ન પદ્ધતિઓ વિચારાઈ અને ભિન્ન ભિન્ન માર્ગે ‘કૅથાર્સિસ’નો સંકેત સ્પષ્ટ કરવાના પ્રયત્નો થયા. એ ત્રણ પદ્ધતિઓ તે– (1) વિરેચન-પદ્ધતિ (Thory of Purgation) (2) વિશોધન-પદ્ધતિ (Theory of Purification) (3) સ્પષ્ટીકરણ-પદ્ધતિ (Theory of Clarification) વિરેચનપદ્ધતિના પુરસ્કર્તાઓ પોતાના સમર્થનમાં ઍરિસ્ટોટલના ‘Politics’માં આવતા એક ગદ્યખંડને ટાંકે છે. ત્યાં ઍરિસ્ટોટલે સંગીતની વાત કરતાં કહ્યું છે કે તે કરુણા અને ભીતિ જેવી લાગણીઓને ઉદ્બુદ્ધ કરી તેમનું વિરેચન સાધે છે.* ત્યાં કૅથાર્સિસનો સંકેત ‘વિરેચન’ છે. એ લાગણીઓનું વિરેચન થતાં આત્મા હળવો ફૂલ બને છે અને આનંદનો અનુભવ કરે છે. આ વિરેચન શી રીતે સિદ્ધ થાય છે? પુનરુત્થાન–રેનેસાં–ના સમયથી વિચારકોએ સૂચવ્યું છે કે ઍરિસ્ટોટલના મનમાં ચિકિત્સાની હોમિયોપથિક પદ્ધતિ રહી હોવી જોઈએ. આ પદ્ધતિ પ્રમાણે ‘like drives out like’—‘વિષનું મારણ વિષ’ આપણે કહીએ છીએ તે અર્થમાં. એટલે કે કોઈને તાવ આવ્યો હોય તો તેના ઉપચારરૂપે ગરમી આપવાથી તાવ ઊતરી જાય છે. ‘Samson Agonistes’ની પ્રસ્તાવનામાં મિલ્ટન આ પદ્ધતિના સંદર્ભમાં કૅથાર્સિસની વાત કરે છે: “Tragedy (is)...said by Aristotle to be of power, by raising pity and fear, or terror, to purge the mind of those and such-like passions...Nor is Nature wanting in her own effects to make good his assertion; for so in physic things of melancholic hue and quality are used against melancholy, sour against sour, salt to remove Balt humours.” મિલ્ટન પછી આ વિરેચનપદ્ધતિનાં કંઈક વળતાં પાણી થાય છે, પણ 1857માં જૅકોબ બર્નેસ ફરી વાર એની પ્રતિષ્ઠા કરે છે. બર્નેસના મતે ‘કૅથાર્સિસ’ એ વૈદકીય પરિભાષાનો શબ્દ છે; અને ઍરિસ્ટોટલે તેના અર્થ લક્ષણાની રીતે કર્યો છે. કરુણા અને ભય જેવી મૂલત: દુ:ખદ લાગણીઓને ઉદ્બુદ્ધ કરીને એમનું વિરેચન સાધવાનું કામ ટ્રૅજેડી કરે છે. બર્નેસ પછી ફ્રોઈડના આગમનથી કૅથાર્સિસની આ વિરેચનપદ્ધતિને મોટું પીઠબળ મળી ગયું. ફ્રોઈડે પ્રતિપાદિત કર્યું કે હિપ્નોસીસ નીચે દરદીને જો તેના બાલ્યાવસ્થાના દુ:ખદ બનાવોની યાદ દેવડાવીએ તો એને કારણે એના મનની અસહજ સ્થિતિમાંથી તે મુક્તિ મેળવે છે. ફ્રૉઈડે આ પદ્ધતિને ‘The Cathartic Method’ કહીને ઓળખાવી. ફ્રૉઈડ માનતા હતા કે પ્રત્યેક મહાન ટ્રૅજેડીની કેંથાર્ટિક અસર હોય છે. વિરેચનપદ્ધતિની મોટી મર્યાદા એ છે કે તેમાં કરુણા અને ભીતિ જેવી લાગણીઓનો ખરાબ લાગણીઓ તરીકે સ્વીકાર થયેલો છે. આ સ્વીકાર પ્લેટોની માન્યતાને મળતો આવે છે પણ ઍરિસ્ટોટલની માન્યતા એવી નહોતી. ઍરિસ્ટોટલે બુદ્ધિતંત્રની પેઠે લાગણીતંત્રનો પણ સ્વીકાર કર્યો છે અને લાગણીઓ હીન છે એવું એણે કહ્યું નથી. એણે તો એવું કહ્યું છે કે લાગણીઓને જો કાબૂમાં ન રાખીએ તો નુકસાનકારક નીવડે. એટલે લાગણીઓને કેળવવી જોઈએ અને કાબૂમાં રાખવી જોઈએ. જેમણે ઍરિસ્ટોટલની આ વિચારપીઠિકાનો સ્વીકાર કર્યો. તેઓએ વિશોધનપદ્ધતિને જન્મ આપ્યો. આ પદ્ધતિમાં કૅથાર્સિસનો મુદ્દો માત્ર કરુણા અને ભીતિ એ બે જ લાગણીઓને સ્પર્શે છે એવું નથી, પણ સમગ્ર લાગણીતંત્રને સ્પર્શે છે એમ સ્વીકારાયું છે; અને ઍરિસ્ટોટલે કરુણા અને ભીતિ એ બે જ લાગણીઓનો નિર્દેશ કર્યો છે તેનું કારણ એ છે કે એ બે લાગણીઓ પ્રતિનિધિરૂપ છે. કરુણા તો સારી લાગણી છે અને ભીતિ સામાન્ય સંજોગોમાં તે માનસિક તંદુરસ્તીની સૂચક છે. આ લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ, એમનું વિરેચન સાધવાની – એમને હાંકી કાઢવાની જરૂર નથી. હાંકી કાઢવાનું કદાચ શક્ય પણ નથી. વિશોધનપદ્ધતિના પુરસ્કર્તાઓએ પોતાનું સમર્થન ઍરિસ્ટોટલના Niomachean Ethicsમાંની વિચારણામાંથી શોધ્યું છે. નૈતિક ગુણવત્તાની વાત કરતાં ઍરિસ્ટોટલ નોંધે છે કે લાગણી એના બંને અંતિમે અનુભવવી તે ગુણની નિશાની નથી, અતિશય આનંદ અનુભવવો કે આનંદ ભાગ્યે જ અનુભવવો એ બંને અંતિમો તંદુરસ્તીની કે ગુણવત્તાની સૂચક નથી. એવું જ દુ:ખની લાગણીનું છે; અને બધી જ લાગણીઓ માટે આ સાચું છે. બંને અંતિમોની વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. ઍરિસ્ટોટલ તે ત્યાં સુધી કહે છે કે લાગણી યોગ્ય જગાએ, યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય પદાર્થ, પ્રાણી કે લોક પ્રત્યે દર્શાવવી જોઈએ. ઉત્તમ ચારિત્ર્યની એ નિદર્શક છે.* ઍરિસ્ટોટલના આ વિચારસંદર્ભમાં કૅથાર્સિસનો સંકેત નૈતિકતાથી બંધાઈ જાય છે. ટ્રૅજેડી જોવાથી સામાજિક શીખે છે કે કરુણા અને ભીતિ જેવી લાગણીઓનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા તો એમને ક્યારે કેવી રીતે દોર આપવો. હમ્ફી હાઉસ જેવા પણ કૅથાર્સિસની વિભાવનાને ‘Wider ethical context’માં જોવાનું સૂચવે છે. એ વાત સાચી છે કે જીવનના અનુલક્ષમાં ઍરિસ્ટોટલે ટ્રૅજેડીના અસ્તિત્વની સાર્થકતા પૂરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે પણ એનું વલણ બોધલક્ષી કે નીતિલક્ષી નથી. ટ્રૅજેડીનું (કે કવિતાસમગ્રનું) કાર્ય–function–અમુક હેતુ માટે હોવું જોઈએ એવું એણે ક્યાંય કહ્યાનું જાણમાં નથી. બૂચર વિરેચનપદ્ધતિ તરફ જરાક ઝૂકીને પછી વિશોધનપદ્ધતિ તરફ આવે છે. એમણે એક વાત મહત્ત્વની કરી છે કે ‘માનસિક સંતુલન’ તો કાવ્યાસ્વાદની માત્ર એક ભૂમિકા છે; અને કૅથાર્સિસની પરિણતિ તે આનંદાનુભૂતિમાં છે: “The poets found out how the transport of human pity and human fear might, under the excitation of art, be dissolved in joy, and the pain escape in the purified tide of human sympathy.” આ બંને ય પદ્ધતિઓ સામાજિકની મન:સ્થિતિનું વિશ્લેષણ કરે છે. પણ એ ય ભૂલવું ન જોઈએ કે ઍરિસ્ટોટલનો ઝોક તો કવિતાકલા પરત્વે છે. કૅથાર્સિસ એ ઍરિસ્ટોટલને મન આનંદનો એક પ્રકારવિશેષ છે. ઍરિસ્ટોટલ કહે છે “...આપણે ટ્રૅજેડી પાસેથી સર્વ પ્રકારના આનંદની અપેક્ષા ન રાખતાં માત્ર તેને અનુરૂપ આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ. અને કવિએ જે આનંદ આપવાનો છે તે તો અનુકરણ દ્વારા કરુણા અને ભીતિમાંથી જન્માવાતો હોવાથી એટલું તો સ્પષ્ટ જ છે કે આ ગુણ ઘટના પર અંકિત થવો જોઈએ.”* ઍરિસ્ટોટલના આ ખંડને ધ્યાનમાં રાખીને Leon Golden આ પ્રમાણે ટ્રૅજેડીની વ્યાખ્યામાંના કૅથાર્સિસ અંગેના ભાગનો અનુવાદ આપે છે: “...through the representation of pitiable and fearful incidents, the catharsis of such pitiable and fearful incidents.” મોટા ભાગના અનુવાદો કૅથાર્સિસને pity અને fearની સાથે જોડે છે, જ્યારે ગોલ્ડન એને ઘટનાઓ સાથે જોડે છે. ટ્રૅજેડીનો આનંદ એ ઘટનાઓમાં મૂર્ત થવો જોઈએ, એવા ઍરિસ્ટોટલના અભિપ્રાય સાથે ગોલ્ડનનો અનુવાદ સંગત પણ છે. બૂચરની નજર ત્યાં પડેલી હતી. એ કહે છે કે ટ્રૅજેડીમાં નિરૂપાયેલી ઘટનાઓની ઊંડી સમજની સાથે કૅથાર્સિસને સંબંધ છે. ટ્રૅજેડીના રચિયતા આંતિરક રીતે કરુણાત્મક અને ભીતિજનક હોય એવા ઘટનારાશિને પસંદ કરે. આવો ઘટનારાશિ તે લોકકથાઓ કે ઇતિહાસમાંથી વીણી લાવે. પછી તે એ ઘટનારાશિને એવી રીતે રજૂ કરે કે તેમાંની ઘટનાઓને એક ક્રિયામાં બાંધી લેતા સંભવિતતા અને જરૂરિયાતના સિદ્ધાંતો ઊપસી આવે. નાટ્યરચના જેમ જેમ શરૂઆતથી અંત સુધી ગતિ કરતી રહે તેમ તેમ પેલા સિદ્ધાન્તોને ક્રિયા સાથેનો સંબંધ પણ નક્કી થતો આવે. આવી રચનાવાળી ટ્રૅજેડી જોનાર પ્રેક્ષકગણના મનમાં પછીથી ઘટના સ્પષ્ટ થતી આવે અને એ ઘટનાઓ પાછળ રહેલો સનાતનતાનો સિદ્ધાંત એની સામે ખુલતો આવે. સનાતનતા સાથેનો ઘટનાઓનો સંબંધ જાણવો એ ક્રિયા જ આનંદપ્રેરક છે. આ જાણવું–સમજવું તે સ્પષ્ટીકરણની પદ્ધતિમાં મહત્ત્વનું છે. આ પદ્ધતિનો પુરસ્કાર કરવાનું માન લી ગોલ્ડનને ફાળે જાય છે.** 8. પ્લેટોની ચોખલિયા શિસ્તમાંથી ઍરિસ્ટોટલ બહાર આવે છે અને પ્લેટોએ અપનાવેલું સંવાદનું સ્વરૂપ એ છોડી દે છે એ નોંધપાત્ર ઘટના છે. પ્લેટો એકાદ ગૃહીત લઈને પછી સંવાદમાં દલીલપરમ્પરા દ્વારા સાબિત કરવાનો બૌદ્ધિક પ્રયત્ન કરે છે જ્યારે ઍરિસ્ટોટલ એવા કોઈ ગૃહીતનો પૂર્વસ્વીકાર કર્યા વિના વસ્તુગત સત્યની શોધ કરે છે. તે સમયે સાહિત્યની કોઈ પુખ્ત સિદ્ધાન્તસરણી અસ્તિત્વમાં નહોતી આવી. એટલે કેટલીક જગાએ ઍરિસ્ટોટલ પોતાની રીતે અક્ષુણ્ણ માર્ગે આગળ વધે છે; અને એવાં કેટલાંક સ્થાનોમાં અસંગતિઓ પ્રવેશવા પામી છે. પરંતુ સાહિત્યતત્ત્વવિચારની કેટલીક મૂળભૂત સમસ્યાઓ રોપી આપવાનું કાર્ય આ ગ્રંથમાં એને હાથે થયું છે અને તે સમસ્યાઓ ત્યાર પછી ચર્ચાતી જ રહી છે. જ્યાં સુધી આ સનાતન સમસ્યા છે ત્યાં સુધી આ ગ્રંથનાં સ્થાન અને માન રહેવાનાં છે. [‘અન્વીક્ષા’, 1970]