ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સંસ્કૃતમાં વિવેચન અને ટીકાઓ – રમેશ શુક્લ, 1929: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 28. રમેશ શુક્લ | (27.11.1929 –)}}
 
[[File:28. Ramesh Shukla.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center> '''સંસ્કૃતમાં વિવેચન અને ટીકાઓ''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:28. Ramesh Shukla.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૨૮'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રમેશ શુક્લ}}<br>{{gap|1em}}(૨૭.૧૧.૧૯૨૯ – )
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સંસ્કૃતમાં વિવેચન અને ટીકાઓ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્કૃત સાહિત્યપરંપરામાં સાત વિવેચનના લગભગ બધા પ્રકારો મળે છે. Practice preceeds principles – સંપ્રત્યયો બંધાય તે પહેલાં તેના પ્રયોગો થયા હોય છે. ભરતનું નાટ્યશાસ્ત્ર રચાયું તે પહેલાં નાટ્યસર્જનની સમૃદ્ધ પરંપરા હતી જ. તે પરંપરાના અવલોકન ઉપરથી જ તેના વિધિનિષેધો નક્કી થયા. ભરતનો અભિગમ આદેશાત્મક છે તેથી તેનું વિવેચન સૈદ્ધાંતિકથી ઉપર વૈધાનિક - Legislative પ્રકારનું છે. ભામહથી માંડી જગન્નાથ સુધીના મીમાંસકોએ જે ધોરણો ચર્ચ્યાં, સ્થાપ્યાં તે સૈદ્ધાંતિક theoratical પ્રકારના અભિગમનાં છે. આ મીમાંસામાં જ સંરચનામૂલક structural વિવેચન તાણાવાણા રૂપે ગૂંથાયું છે. રસનિષ્પત્તિની તેમ નાયકનાયિકાભેદની ચર્ચામાં મનોવૈજ્ઞાનિક સમીક્ષાની ભૂમિકા છે. મીમાંસાગ્રંથોની અભિનવગુપ્ત આદિની ટીકાઓમાં કવિ અને કૃતિઓ વિશે તુલનાત્મક comparative ચર્ચા મળે છે. વલ્લભદેવ, મલ્લિનાથ આદિની ટીકાઓમાં પૃથક્કરણાત્મક - analytical વિવેચનનો અભિગમ છે તો સમીક્ષાત્મક મુક્તકોમાં કાવ્ય અને કર્તા વિશે પ્રત્યક્ષ practical - વિવેચનનો તો ક્યારેક ક્યારેક તુલનાત્મક comparative વિવેચનનો આવિષ્કાર વંચાય છે. સંસ્કૃત વાઙ્મયમાં ઇતિહાસની ભૂમિકા પૂરતી સ્પષ્ટ ન છતાં, તુલનાત્મક વિવેચનમાં ઐતિહાસિક વિવેચનનો સ્પર્શ અવશ્ય છે. પાશ્ચાત્ય વિવેચનની કસોટીએ વિવેચનના આ સંપ્રત્યયો ન મૂલવીએ; સંસ્કૃત વિવેચનનું પોતાનું એક ધોરણ હતું, એક પરંપરા હતી; વિવિધ દિશાએથી, દૃષ્ટિએથી વાઙ્મયને સમીક્ષવાની શિસ્ત હતી. પાશ્ચાત્ય કૃતિઓને રસસિદ્ધાંતના અભિગમોથી તપાસવામાં દુષ્કરતા લાગે તેમ પૌરસ્ત્ય નાટકો એરિસ્ટોટલની ગ્રીક ટ્રેજેડીની અવધારણાની બહારનાં સમજાય. તો બીજી તરફ ભાષાકર્મ વિશે ક્યાંક ક્યાંક સમાંતર અભિગમો, વિધાનો મળે પણ છે. કુન્તક शब्दो विवक्षितार्थेकवाचकः अन्येषु सत्स्वपि – અનેક વાચક શબ્દો છતાં, વિવક્ષિત અર્થનો વાચક તો એક જ, અનન્ય જ હોય છે એમ કહે છે ત્યારે વોલ્ટર પેટર અને ફ્લોબેર તે જ અભિગમ અનુક્રમે the unique word અને one and the only word કહે છે ત્યારે દાખવે છે. કુન્તક જ્યારે कविस्वभावभेदेन मार्गभेदः કહે છે ત્યારે તે વોલ્ટર પેટરના the style is the man - ના મતનો જ પૂર્વોચ્ચાર કરે છે. અભિનવગુપ્ત કવિપ્રતિભાનો ગુણવિશેષ દર્શાવતાં रसावेश અને वैशद्य એ બે સંજ્ઞાઓ યોજે છે; તેમાં વર્ડ્ઝવર્થની કાવ્ય વિશેની વ્યાખ્યામાંનાં અનુક્રમે powerful feelings અને recollected in tranquility – લક્ષણોનો જ પૂર્વસંકેત છે. ક્યાંક સમાંતરતા મળે, ક્યાંક ન મળે છતાં, પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય કાવ્યસમીક્ષાનો હેતુ સર્જનાત્મકતાની નિરામયતા અને આહ્લાદકતા ઉત્કર્ષશીલ રહે તે વિશે જાગૃતિ કેળવવાનો છે.

Navigation menu