અનેકએક/શબ્દસૃષ્ટિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|શબ્દસૃષ્ટિ}} <poem> તરંગોમાં આવર્તિત પુનરાવર્તિત ભંગિઓ વાચાક્ષેપથી અલયાન્વિત કરી સ્ખલિત ધારામાં રચી છે મેં ભંગુરતામાં રત શબ્દસૃષ્ટિ, અવિરત ઊભરતી વિઘટનોમાં વીખરતી. જળનાં ઝીણાં વલ...") |
(No difference)
|
Revision as of 01:03, 25 March 2023
શબ્દસૃષ્ટિ
તરંગોમાં
આવર્તિત પુનરાવર્તિત ભંગિઓ
વાચાક્ષેપથી
અલયાન્વિત કરી
સ્ખલિત ધારામાં
રચી છે
મેં
ભંગુરતામાં રત
શબ્દસૃષ્ટિ,
અવિરત ઊભરતી
વિઘટનોમાં વીખરતી.
જળનાં ઝીણાં વલય ઉચ્છેદી
પ્રસ્ફુરિત વાયુકણોને
શ્વસી શ્વસી
ઉચ્ચારોમાં ફૂંકી ફૂંકી
મેં
મલિન કર્યા છે.
મ્લાન કર્યાં છે
દૃશ્યો
વાગ્વિકલ્પનોથી.
વ્યક્તને વક્તવ્ય
સમયને
સ્મૃતિમાં વિવર્તિત કર્યા છે.
મેં
તંતેતંતને વિહ્વળ કરી
રચ્યાં છે તે
ભ્રાંતિનાં સત્ય
સત્યની ભ્રાંતિમાં
રાચું છું.