અનેકએક/ફળ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|'''ફળ'''}} <poem> નિષ્પર્ણ ઝાડની ટગલી ડાળે બેઠા પતંગિયાની પાંખો પર સૂર્ય...સોનેરી રાતો વાદળી થાય ઝાડ ઊડવા જાય થડમાં ધસધસ વહી આવ્યો જળશોર વેરાય શાખા પ્રશાખા પ્રપ્રશાખાઓમાં પડઘા પડઘા પડઘ...") |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
મૂળસોત ઝાડ ઊડે | મૂળસોત ઝાડ ઊડે | ||
ટોચે | ટોચે | ||
ઝૂલમ ઝૂલે ફળ | |||
</poem> | </poem> |
Latest revision as of 00:58, 26 March 2023
ફળ
નિષ્પર્ણ
ઝાડની ટગલી ડાળે બેઠા
પતંગિયાની પાંખો પર
સૂર્ય...સોનેરી
રાતો વાદળી થાય
ઝાડ ઊડવા જાય
થડમાં
ધસધસ વહી આવ્યો જળશોર
વેરાય
શાખા પ્રશાખા પ્રપ્રશાખાઓમાં
પડઘા પડઘા પડઘમ પડઘઘમ પડડઘમ
ઝાડ ઊડુંઊડું થાય
વીંટળાઈ વળે પવન
ઝાઝી ધરા
ચપટી આકાશ
ફરકે કૂંપળો
ફફડે પાંદડાં
મૂળસોત ઝાડ ઊડે
ટોચે
ઝૂલમ ઝૂલે ફળ