અનેકએક/એક રચના: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|'''એક રચના'''}} <poem> એક પંખી આકાશમાં ઊડી રહ્યું છે આકાશ પાંખો ઉઘાડી ઊભા એક પંખી ભણી સરી રહ્યું છે પંખી-આકાશ વચ્ચે હવા વહી રહી છે પંખી આકાશ હવા નહિ ક્ષણ પસાર થઈ રહી છે પંખી આકાશ હવા ક્ષણ...") |
(→) |
||
Line 24: | Line 24: | ||
પંખી આકાશ હવા ક્ષણ અક્ષર | પંખી આકાશ હવા ક્ષણ અક્ષર | ||
ચિત્તમાં | ચિત્તમાં ઉદ્ભવતાં વલયોનાં | ||
બહિર્-બિંબ છે | બહિર્-બિંબ છે | ||
Latest revision as of 01:38, 27 March 2023
એક રચના
એક પંખી
આકાશમાં ઊડી રહ્યું છે
આકાશ
પાંખો ઉઘાડી ઊભા
એક પંખી ભણી
સરી રહ્યું છે
પંખી-આકાશ વચ્ચે
હવા વહી રહી છે
પંખી આકાશ હવા નહિ
ક્ષણ
પસાર થઈ રહી છે
પંખી આકાશ હવા ક્ષણ સ્થિર છે
માત્ર
કાગળમાં અક્ષરોનાં સ્થિત્યંતર છે
પંખી આકાશ હવા ક્ષણ અક્ષર
ચિત્તમાં ઉદ્ભવતાં વલયોનાં
બહિર્-બિંબ છે
પંખી... આકાશ... હવા... ક્ષણ... અક્ષર... ચિત્તતા...
રિક્તતાએ
વિવિધ રચના કરી