શાંત કોલાહલ/૪ મધુમાધવી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
(No difference)

Revision as of 16:19, 27 March 2023


૪ મધુમાધવી

ઝૂક્યો જરાક રવિ પશ્ચિમને પ્રદેશ,
ને દીર્ઘ છાંય તરુની થઈ વાટિકામાં;
તારો સખીગણની સંગ ત્યહીં પ્રવેશ,
કિલ્લોલતી મૃદુ કટાક્ષથી સામસામા.

ને ત્યાં કદંબ થકી ટ્હૌકત નીલકંઠ,
એને ધરે તું કરમાં કણ ધાન્યકેરા;
વિશ્રંભથી ચુગત એ પણ મંદ મંદ,
તારે શિરે કુસુમની વરસંત મેહા.

આનંદથી સભર અંતરકેરી હોંશે
તું ખેલતી હીંચતી વા દ્રુમને હિંડોળે;
રેલાય ગાન રમણાતણું ધન્ય તોષે,
જેની લહેરથી હવા ચડતી હિલોળે !

બંદેજ પીમળ મહીં મધુમાધવીની !
લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની !