પ્રતિપદા/૮. કમલ વોરા: Difference between revisions

()
()
 
(4 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:


=== કાવ્યસંગ્રહોઃ ===
=== કાવ્યસંગ્રહોઃ ===
{{Poem2Open}}અરવ, અનેકએક, પ્રકાશ્યઃ વૃદ્ધશતક{{Poem2Close}}
{{Poem2Open}}અરવ, [[અનેકએક]], પ્રકાશ્યઃ વૃદ્ધશતક{{Poem2Close}}


=== પરિચય: ===
=== પરિચય: ===
Line 289: Line 289:
નિઃશેષ કર!
નિઃશેષ કર!
</poem>
</poem>
===૫. બજારમાં===
<poem>
બોરાં લઈ બેઠો છું બજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં
બોલે છે તે બોર વેચે છે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં
ક્યાંક ક્યાંક તો
શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે
ભોળિયું લોક હોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે
ને સહુને બોર વેચવા છે
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ
</poem>
===૬. પતંગિયા પાછળ દોડતો છોકરો===
<poem>
પતંગિયા પાછળ દોડતો છોકરો
દોડતાં દોડતાં ઊડવા લાગ્યો
પવને
એને તેડી લીધો
ઝાડવાં મેદાન મકાન રસ્તા
નદી ઝરણાં ડુંગરા... આઘે આઘે વહેતાં ગયાં
આકાશ ઓરું ને ઓરું આવતું ગયું
છોકરાએ હાથ પસાર્યાં... ઉગમણાં અજવાળાં ઊંચકાયાં
આથમણાં અંધારાં ઢોળાયાં
વીંઝ્‌યા.. હેઠળ વનોનાં વન... રણ થયાં ફૂંકાયાં
રણ દરિયા... દરિયા સપાટાબંધ પાર
આરો ઓવારો નહિ
વીંટાળ્યા તો બથમાંથી સૂરજ સરી ગયો
મુઠ્ઠી ભીડી મુઠ્ઠીમાં ચાંદો
ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં
ઊડતો છોકરો
ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો
ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું
સરકવું લસરવું હળવા હળવા થતા જવું
ભીનીભીની વાછંટમાં ફરફર ફોરાં થવું
ઘડીકમાં આખું અંગ ધોળુંધફ્ફ
ઘડીકમાં કાળું રાતું ગુલાબી પીળું
ઝીણાં ટીપાંમાં બંધાવું-વેરાવું
વીજળીને રણઝણાવી આખેઆખું આકાશ ગજવવું
એકાદ સૂર્યકિરણને ઝાલી ઝૂલવું
ઝૂલતો છોકરો
ઝૂલતાં ઝૂલતાં મેઘધનુષ પર કૂદી ગયો
લસરી ગયો એક છેડેથી બીજે
બીજેથી પહેલે
સાતરંગી ધુમ્મસ ઓઢી જોઈ રહ્યો ઝરમર પૃથ્વી
જોઈ રહ્યો ઝબૂક ઝબૂક તારા
જોતાં જોતાં છોકરો ગબડી પડ્યો પવનની ખાઈઓમાં
ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવ્યો
ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊજતાં પતંગિયાં
ઊડતાં ઊડતાં...
</poem>
===૭. વૃદ્ધશતકમાંથી આઠ કાવ્યો===
<poem>
'''૧'''
એક હતું ધંગલ
ધંગલનો રાજા એક ત્સિંહ હતો
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય...
એટલું બોલતાં બોલતાંમાં તો
વૃદ્ધ હાંફી જાય છે
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે
ધંગલના બધ્ધા પ્લાનીઓએ
એક સભા કલી
ત્સિંહનો હુકમ રોજ એક પ્લાની દોઈએ
એક સત્સલું કેય કે
હું રાજાને છેતલું
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે
અહીં
વારતા અટકી ગઈ કારણ
વૃદ્ધ ભૂલી જાય છે કે
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું
એ ખૂબ યાદ કરવા મથે છે
આંખો ચકળવકળ ઘુમાવે છે
અકળાય છે
પણ એને
આગળનું કંઈ જ યાદ નથી આવતું
અધૂરી રહી ગયલી વારતામાં
જંગલનું સિંહનું
અને સસલાનું
અને વૃદ્ધનું હવે શું થશે...
એની તોઈને ખબલ નથી.
'''૨'''
વૃદ્ધ થવું-ન થવું
એ હાથની વાત નથી
એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો
વૃદ્ધત્વ શરીરમાં ઘર કરી જાય
ને ઘર એટલે વળી ઘર
નિરાંત... મોકળાશ
પોતાપણું અને
કાયમી વાસો
વૃદ્ધો
પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે
એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે
સતત શંકાની નજરે જોયા કરે
પણ છેવટે પડ્યું પાનું નભાવી લેવાનું
સમાધાન કરી લઈ
ધીમે ધીમે
વૃદ્ધાવસ્થામાં/ ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય
હવે વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો
કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં
કે આથમતો સૂરજ દેખાડતાં
કહેતા ફરે
વૃદ્ધ થવું-ન થવું
એ કંઈ હાથની વાત નથી
'''૩'''
ડોસીની
આંખ તો ક્યારનીય ગયેલી
પણ એ બધું જોઈ-પામી લેતી
કાન નહોતા છતાં
સાંભળી-સમજી લેતી
અડધી પલાંઠી વાળી
ઢીંચણ પર કોણી ટેકવી
દાબડી ખોલી
ચપટીક બજરનો ઊંડો સડાકો લઈ
ખૂણેખૂણાની ગંધ પારખી લેતી
ટાઢતડકા-લીલીસૂકીમાં
ઘર આખું પાલવમાં વીંટાળેલું રાખતી
બોખું મોં ખોલતી ત્યારે
ભીંતોય બેવડ હસીને હસતી
થોડી વાર આડે પડખે થતી ત્યારેય
મારું ઘર મારું ઘર-ના રટણથી
ઘરની ચોકી કરતી
ઉંબરબહારની
ડોસીને નિસબત નહોતી
ભીતરનું
છાતીએ વળગાડીને રાખતી
અંધારું થાય તે અગાઉ
ગોખલાઓમાં દીવા પેટાવી
ઘરને છાને ખૂણે અંધારિયું થઈને પડી રહેતી
ત્યારે ઝટ કોઈની નજરે ન ચડતી
'''૪'''
જમ ઘર ભાળતો નહીં અને
ડોસી મરતી નહીં
અને ડોસી મરતી નહીં એટલે જીવતી
ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી
ચાદરની બહાર પગ ન ફેલાવતી
જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી
ક્યારેક મોં સહેજ બહાર કાઢી
આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી
પણ ઝાઝું વરતી ન શકતી
ઊંહકારો કર્યા વિના
ડોકી અંદર સેરવી લઈ
સાવ ખાલીખમ્મ ખાટલો હોય એમ પડી રહેતી
પડ્યા પડ્યા
ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી
એની એનેય ખબર ન રહેતી
એક તરફ
આખું આયખું ભુલાઈ ગયેલું અને
આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું
ખાંસી ખાતી ત્યારે
જીવતી હોય એમ લાગતું
પણ જમ ઘર ન ભાળી જાય એટલે
ડોસી મરતી નહીં
'''૫'''
ડોસી બજરની બંધાણી
બજર પાછી જે તે તો નહીં જ
શેરીના નાકે આવેલી કિસનાની દુકાનની
થડા પાછળની અભેરાઈમાં
ઉપરથી ત્રીજી હરોળમાં ડાબેથી બીજી
તમાકુની જોડેની જાડા કાચની
જેનું કટાયેલા રાતા રંગનું ઢાંકણું વારંવાર દોઢે ચડી જતું
એ બરણીની બજર
અવેજીની કોઈ પણ ડોસી માટે પાતક
ભૂલેચૂકે બજર ખલાસ થઈ તો
પ્યાલો ફાટતો જ
દીકરાને બબ્બે મોંઢે ગાળો ભંડાતી
વહુઘેલો મુવો પીટિયો
માની બજરમાં જ જીવ ઘાલે છે
પણ ડાબી હથેળીમાં ભરેલી બજરઢગલીમાં ઝબોળાઈને
બોખાં પેઢાં પર દાતણ ફરતું ત્યારે
જગત આખું એને કુર્નિશ બજાવી રહ્યું હોય
એવું દૃઢપણું માનતી
દીકરાને
સોનાના પતરે આખું રાજપાટ લખી આપ્યું હોય
એવી નીતરતી નજરે જોઈ રહેતી
સૃષ્ટિ આખીને છાતીમાં ભરી લેતી હોય
એમ ઊંડો સડાકો ળઈ
દીકરાના નાનકાના માથે ચૌદ ભુવનને વરસાવતી
હથેળીમાં બાઝી રહેતી રહીસહી બજર ખંખેરતાં
ઊભી થતી ત્યારે
જીવતરને હાશકારો કહેતી અને
મરણ અબ ઘડી આવી ચડે તો
પોંખવા તત્પર હોય એવા ભાવે
છલકાઈ ઊઠતી
'''૬'''
ડોસી કહેતી
એ સમજણી થઈ ત્યારથી
કાળો સાડલો પહેરતી,
ઘોડિયાંલગ્ન લીધેલો વર
મૂછનો દોરો ફૂટે તે અગાઉ
મરકીમાં ખપી ગયો હતો એ કારણે.
એને સાત રંગોનો સરવાળો
હંમેશ કાળો.
ન એણે કદી આરસીનું મોં જોયું
કે ન તો બારી બહાર.
બસ, દિવસ આખો
ઘરમાં અંધારિયા ધાબા જેવું ફરતી અને
રાતે તો લગભગ ઓગળી જ જતી
ક્યારેક થાકી જતી કે પરસેવો વળતો ત્યારે
સાડલાની કોરથી મોં લૂછી
ઊંડો શ્વાસ લઈ
સહેજ પોરો ખાઈ પાછી કામે વળગતી.
કોઈક વાર
આયખાની ગઠરી ખોલવા કહેવાતું
ત્યારે ડોસી હળવેથી બોલતી
સિવાય વૈધવ્ય અને વાર્ધક્ય
એને ત્રીજો અનુભવ જ ક્યાં હતો!
'''૭'''
જીવતેજીવત
બોધ તો થઈ ગયેલોઃ જીવવું અઘરું છે
પણ મરવું એથીય અઘરું છે
એની ખબર તો છેક
જીવ તાળવે ટીંગાયો ત્યારે પડી
એણે ધારી રાખેલું
એક વસ્ત્ર ઉતારવાનું અને બીજું પહેરવાનું
પણ સાવ સામે ઊભા રહી ડાકલાં વગાડતું
એકધારું ઘોંચપરોણા કરતું
છાતી પર ચડી જઈ છાણાં થાપતું
શ્વાસમાં ફૂંફાડાભેર ઊતરી જતું
હાડનાં પોલાણોમાં ધમપછાડા કરી આવતું
મરવું
આમ થકાવી હંફાવી હરાવી દેશે
એવું સપનેય નહોતું વિચાર્યું
એ અઢળક કાકલૂદી કરતો
ક્યારેક વહેમ થતોઃ
આને તો મારવા કરતાં રંજાડવું વધારે
ને નિરાધાર એ તત્પર પણ રહેતો
પણ સાંભળવું ક્યારનુંય ગયેલું છતાં જ્યારે
કોઈ વાર
– કોણ જાણે ડોસાનો જીવ શેમાં અટવાયો છે
તે મરવાનું નામ નથી લેતો – શબ્દો કાને પડી જતા
સમજાઈ પણ જતા
ત્યારે મરવાની અણી પર બોધ થઈ જતોઃ
ન મરી શકવું સહુથી અઘરું...
'''૮'''
એને ખબર પડતી નહોતી
એ ઘરડો થઈ ગયો હતો
એટલે એકલો પડી ગયો હતો
કે એકલો પડી રહ્યો હતો
એટલે ઘરડો થઈ રહ્યો હતો
એને ખબર પડતી નહોતી
આમને આમ ક્યાં સુધી એ ઘરડો થશે
આમને આમ એકલો
એને ખબર પડતી નહોતી
એ ઘરડો વધારે હતો
કે વધારે એકલો
એને ખબર પડતી નહોતી
ઘડપણ સારું
કે એકલતા
એને ખબર પડતી નહોતી
એને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો
કે એકલતાએ
બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ
એને ખબર પડતી નહોતી
એને ખબર પડી નહોતી
એને ખબર પડવાની નહોતી
પણ
એને ખબર પડતી હતી
એ ઘરડો થઈ ગયો હતો
અને
એ એકલો પડી ગયો હતા
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૭. ભરત નાયક|૭. ભરત નાયક]]
|next = [[પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી|૯. મનોહર ત્રિવેદી]]
}}