શાંત કોલાહલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 103: Line 103:
</poem>
</poem>


<center>'''આગતને'''</center>
આવ ભાઈ, તું યે અહીં આવ.
ખાલી નહીં ખોલી
:::અહીં વેલ ફલવતી,
:::અહીં બહુ વનસ્પતિ
:::નિબિડ છે વન
:::અહીં પશુ, અહીં જન
આમ તો ન ખાલી અહીં કાંઈ
તો ય
આવનાર બધાંયને કાજ, ભાઈ
:::ભલી રહે ઠાંઈ.
સહુની યે જુદી જુદી ચાલ
સાજ એક નહીં
:::નહીં રાગ એક
:::એક નહીં તાલ
નિજ નિજ નાદે રમી રહે નિરંતર
એને શ્રવણ ઝિલાય નહીં રવ કો અવર.
અવ, ભૂલી ભય; ભલે નહીં પરિચય.
આટલા આકાર, આટલા વિલોલ વર્ણ
:::-મહીં એક નવું પર્ણ.
આવકારની ન તને, લહું, લવ તથા
મેળા મહીં કહીં એવો ભળી ગયો તું ય
::અવ
તારી અવરથી નિરાળી ન કોઈ કથા !
<center>'''શ્વાનસંત્રી'''</center>
વ્યતીત રાત્રી ઠીક ઠીક
:::શીતલ હવા
:::હવે નિશ્ચલ અંધકાર
પોઢી રહ્યો ભૂમિ અને ભરી નભ.
નિતાન્ત શાન્તિ
::ત્યહીં શ્વાન (મારી કને સૂતેલો)
:::કણસે, ભસી રહે.
અંધાર માહીં અણસાર કોઈ ના
:::આકાશમાં તારક અર્ધનિદ્રિત.
ને શ્વાનનો સતત શોર આટલો !
વળી વળી હું નીરખું ગલી મહીં
ને કોઈ ત્યાં, કોઈ દિશા મહીં ક્યહીં !
જરા કંઈ મર્મર શુષ્ક પર્ણની
હવા હશે, પન્નગ વા વિહંગમ
‘થવા કશું યે નહિ
:::ને છતાંય તે
આ શ્વાનનો શોર !(ન હેતુહીન !)
સંચાર કૈં વાયુ તણી લહેરમાં
બીજું કશું યે નહિ
::::ત્યાં સમીપની
કુટીરના દીપકનો અનાવૃત
પ્રકાશ ઓળામય હોલવાય.
ને વારું તો યે પણ શ્વાન માહરો
હજીય તે ક્રુદ્ર હતાશ ક્રંદતો.
એની કરીને અવહેલના
ફરી નિશ્ચિત હું લીન બનું
:::સુષુપ્તિમાં.
સવારના કોમલ વાયુસ્પર્શથી
:::જાગું,
કને જોઉં સૂતેલ
::::માહરો સાથી
પણે દ્વાર કુટીરનું રહ્યું
જૃંભાશું વિસ્ફારિત....
:::નિત્ય જેમ
આવે નહીં સૂર પ્રભાતગીતના
કર્મણ્યકિલ્લોલ ઝરંત કંઠના...
સાશંક હું સાદ કરું
:::ન ઉત્તર.
અવાજથી હું નીરખું ફરી ફરી.
ન કોઈ
આ પિંજર મેલી આમ જ
પ્રયાણ હંસે કીધ રાત્રિને વિષે.
હું શ્વાન બાજુ અવ શોચતો લહું
એ તો અવજ્ઞા થકી મૂક ઘોરતો
પર્યંકની પાંગઠની કને હજી.
<center>'''પ્રભાત'''</center>
સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ
પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ:
સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની.
અહીંની કંઈ શ્યામ ધૂલિ મહીં, વૃંદમાં, ચાસની
અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની
કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ.
તળાવપથ આવજાવ : પનિહારીનાં અંચલ
ઊડે નયનરમ્ય ઇન્દ્રધનુરંગમાં : ઉજ્જવલ
ધરેલ ઘટ, નેપુરે લલિતબાજતી શિંજના.
પ્રકાશ તણું હોય તેમ ધણ ગામનું સીમનાં
વિશાળ બીડગોચરે ધસત, ગોપબંસી તણા
દિગંતભર વાય મુગ્ધકર સૂર નૈસર્ગિક.
અહીં તહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ :
પ્રસન્ન મન ગીતગંધમય પંછિ શું પિચ્છલ.
<center>'''ગગન ઘનથી ગોરંભાયું'''</center>
ગગન ઘનથી ગોરંભાયું વિભોર અષાઢનું:
લહર મહીં ના ઘેલી, વ્હીલી હવા જલશીતલ.
દ્રુમથી નીકળી વ્યોમે માંડે વિહાર વિહંગમ,
મયૂર ટહુકે, જાણે હૈયું દ્રવે અનુરાગનું.
દડમજલની દોડાદોડી નહીં, નહીં ગર્જન :
અવનિ તણી વાણીમાંયે ના અધૈર્યની મર્મર.
અહીં તહીં કુણી દુર્વાસોહે, ન તપ્ત મરીચિકા.
સકલ તણી તૃષ્ણાને લાધી સુધા પરિતૃપ્તિની.
જીવ કંઈ રમે છાયા માંહી લહાન શિલીંધ્રની,
તરુપરણના તંબુ માંહી નંચિત પિપીલિકા.
સરવર વિષે આછે આછે ઉઘાડ ખીલી કળી,
ભ્રમરમનનાં ગાણાં સાથે સુગંધ રહી ઝરી.
પ્રિયમિલનની વેળાની આ બધે લહું રમ્યતા !
નત નયનની નીચે નેહે લસંત પ્રસન્નતા !
<center>'''અચલ નયને'''</center>
અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે
લ્ય સહજમાં પામી રે’તાં અશેષ બની, ત્યહીં
અનહદ તણાં ઊંડાણોનો પ્રશાંત લહું નિધિ
નહિવત શમે જે, વ્યાપે જ્યાં અરૂપની શૂન્યતા.
અહીં વિષયની કોઈ રેખા નહીં, નહિ રે છટા
તરલ દ્યુતિના રંગોની યે, અહીં નહિ વૃત્તિનો
ઉદય, મન નિર્વાણે પોઢ્યું, અભાવ ન ભાવનો,
અરવ લયની લ્હેરંતી હ્યાં પરાત્પર સંમુદા.
સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ,
અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !
<center>'''સાયંસંવાદ'''</center>
વિટુઈ વિટુઈ વિટ્
ટવીટ્ ટવીટ્
શાન્તિ શાન્તિ
સોનલ તરણિ
ક્ષિતિજની પાર
દ્રગ બ્હાર
પ્રતીચી પાંડુર
લાલ
ઝરે એક તરુ પર્ણ
વાયુને કોમલ કરે
સકલને અંક લઇ
આલિંગત
નિશિઅંધકાર
<center>'''ચૈત્રનું પ્રભાત'''</center>
શીતલ
સવારનો સમીર
ઓસજલ
સ્નપિત
વસુંધરાને અંગ
ઝીણું વાદળનું ચીર
કુંદની સુગંધ
ભૃંગ રવ
શ્રુતિ મંત્ર
અવધાન-નત-નેત્ર
નત-કૈંક
શિર
ત્યહીં
વરેણ્ય ભર્ગની તર્જનીથી
સૂર્ય
ચિબુકને કરે મૃદુ સ્પર્શ
ક્પોલની સ્નિગ્ધ અરુણાઈ
કુંજમહીં
વિહંગની વાજે શરણાઈ
<center>'''અલસ ગ્રીષ્મ'''</center>
ગ્રીષ્મ
નભ નીલ
ઇતસ્તત:
ક્રુંદ ધવલ
અલસ બાદલ
અણવીંઝી પાંખને વિહાર
એક
વહે કૃષ્ણચીલ
મન મારું
ચલ અચલ સકલ ઝીલનાર
નિસ્તરંગ ઝીલ
<center>'''દાંપત્ય'''</center>
ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ગળામાં ઘુંટાય સૂર
ક્યારની રમે છે આહિં
ઝરુખે કપોત જોડ.
પૂરાય કે જાગે એના
ક્ષણે ક્ષણ કોડ ?
અંગ જાણે અષાઢ બાદલ
ચાંચમૂળ શ્વેત
લીલી ડોક
લોચન ચરણ લાલ
અને ક્યાંક શ્યામ રેખ
પાંખે પાંખ
મળે
મુખે મુખ
અહીં તો બે અહીં ને
ત્યાં જાય તો બે જાય
એમની તે સંગ
જાણે ઝૂલણે ઝૂલે છે
છ યે ઋતુમંત કાલ
ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ગળામાં ઘુંટાય સૂર
તરસું છીપાય
તેમ
ઝાઝુ તલસંત ઉર
<center>'''પડદો'''</center>
કુટીરના બંધ દ્વાર
વાતાયને જવનિકા
જન વન વ્યોમ સહુ
મેલી દીધ બ્હાર
અવ તો અવર કોઈ
અહીં નહીં...
એકલ હું  - મુગ્ધ મારે છંદ ભંગ
ફાવે તેમ છેડું બીનતાર
સમીરલહરને ય કશું કુતૂહલ !
અહીંથી કે તહીંથી
એ ડોકાય તરલ
સંગમહીં રવિતેજ
ઝૂકી જાય સ્હેજ
‘ખલ’!
દ્રુમપુંજ થકી અટ્ટહાસ્ય-કોલાહલ
શૈશવસરલ
ચહુગમ ધ્વનિ એનો જાગે વારવાર
અનિવાર
એકાન્ત ન શાન્ત
નહિ સહ્ય
ભૂર ભાર
મૂક બીન
આ રે વિંડબનારવ
અવ એના કંઠ કેરો
અનાવૃત પૂર્વ-પરિચય
(અનાહૃત સકલનો સ્નિગ્ધ અભિનય)
સ્મૃતિ...
સ્ફુરે સ્મિત
જાગે પ્રીતિ...
ઉઘડે હૃદય શતદલ
નહિ જવનિકા
નહિ કુટિર દુવારને ય કોઈ કળ
પુનરપિ બ્હાર
ચારિઔર
સંગ મુજ વિશ્વ સમુદાર
<center>'''કાલ'''</center>
આજ રે સ્વપ્નમહીં
દીઠ
એક પંથ
એક અણજાણ અને
એક તે હું
એક દિશ ભણી
એક ચાલ
સામેથી આવતો
કાલ
કહે અણજાણ
ઓ રે
કાળુંઘોર મુખ
ભૂંડુંભખ વિકરાળ
ને મેં જોયો
લાલ
બેઉ કરથકી
વેરતો જે
ગુલાલ ગુલાલ
<center>'''તડકો અને ખીસકોલી'''</center>
ગ્રીષ્મના માધ્યાહ્નનો તડકો
ગલી રોકી રહ્યો ચોખૂણ
કો નહિ આવતું જાતું
અરે ટહુકાર માગણનો ય છેલ્લો
ક્યારનો-
:::ઢોળાયેલાં પાણી સમો-
આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ
ક્યાંય વિલુપ્ત....
નીરવ લૂ વહે
કોઈ વિજેતાની કડક સત્તા સમી
અભિભૂત સર્વ
નિવેશને પર્યંક
તનના તાપને-
વાતાયને ભીના કરી ઢાળેલ
:::ખસના ચકથકી
:::જે આવતી શીતલ સુગંધભરી
હવાની લ્હેર, એના વ્યજનથી-
શમવી રહે...
જાણે ઘવાયેલા અહંને
સ્મૃતિવિહોણી નિંદના એકાન્તમાં
અજ્ઞાત દીધો વાસ...
પણ
સહસા ત્યહીં ખેલાસહજ પડકાર શો
જાણે  હસન્મુખ નાની ખીસકોલી
(ધરી બે ચરણમાંહી મગફળીનું ફોતરું ફોલે)
રમે ઘર ટોલડે
અનિરુદ્ધ એના શોરનાં શર
અડગ ને દ્રઢહોઠની આ રુદ્ર કાયાને
કશાં વીંધી રહે સો સો સ્થલે
વીંધાય મર્મ, અરે
અડીખમના ય ધ્રુજે ચર્ણ
ઘરની છાંયડીએ પુન: પગલું
માર્ગમાં મૂક્યું...
ઝરુખે બાળ કો ઝૂક્યું
ભરીને અંતરીક્ષ સમસ્ત
દ્રુમનું પંખી કો ટૌક્યું
<center>'''અસ્તોદય'''</center>
સાંજ મારી
:::કોઈની અરુણા-ઉષા;
અને મૌન
:::કોઈનું છાંદસ-ગાન:
નિશીથની વેળ
:::એ જ કોઈને મધ્યાહ્ન.
<center>ફેરિયો અને ફક્કડ</center>
<center>ફેરિયો</center>
એજી મેરો અવલ હુઓજી કાચ
અખળડખળ નહિ રેખ, આપનું રૂપ જુઓજી સાચ !
::::સાચ મેરો અવલ હુઓજી કાચ !
<center>ફક્કડ</center>
મેં હું ફક્કડલાલ માહરો અજબ રેશમી રાગ,
મખમલરી મોજડિયાં, ધોતી મલમલ, કસબી પાગ,
તાવ મૂછનો લાવ નિહારું, દામ માગણો માગ;
::::માહરો અજબ રેશમી રાગ.
<center>ફેરિયો</center>
બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર.
ગાંઠ ખુલી ગઠરી હૈ તેરી ? હૈ કિતનો કલદાર ?
<center>ફક્કડ</center>
નગદ બગદરી બાત છોડ મૈં જાત જોઉં આકાર,
દેખ્યો ચાખ્યો નહિ, ન ઈનકી કોઈ મંડી બાજાર :
::::જાત મેં પ્રથમ જોઉં આકાર.
<center>ફેરિયો</center>
અતલસ ઢાંકણ દૂર કિયો જી, કીજીયે કુછ દરિયાફ;
નિરખત હરખ ભયોજી ઉનકો દામ હોઈગો માફ:
અરે ક જી ગભરા આફુડો ? ક્યું ધડકન ? ક્યું હાંફ?
::::સાચ મેરો અવલ હુઓજી કાચ !
<center>ફક્કડ</center>
ગલત ઠામ કુછ દિયોરી, પંજર પૂર્યો ઇધર હૈ બંદર ?
આંખ ઉલાળે ચડી, અછાડ પછાડ પૂછનું લંગર !
ઠાલી નહીં ઠઠોરી, હમરો મિજાજ બારો પંદર !
::::પંજર પૂર્યો ઇધર હૈ બંદર !
<center>ફેરિયો</center>
મેરો અવલ હુઓજી કાચ !
અખળડખળ નહિ રેખ લેશ કોઈ રૂપ જુઓજી સાચ !
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ !
::::સાચે મેરો અવલ હુઓજી કાચ !
<center>ફક્કડ</center>
ફિર મૈ દેખું : હાથ બાપ, મર ગયો, ફણીધર નાગ !
(દખ્ખણમેં ઉછળી મોજડિયાં, ઉત્તર ઉછળી પાગ !
સાવ શામળો ભર્યો અંગરો અજબ રેશમી રાગ !)
<center>ફેરિયો</center>
ચકળવકળ તેરી અખિયાં નિરલે અલક મલકરો  ભરમ ;
અપની આગળ રહે આવતો કિયો આપણો કરમ !
મરમી જાણે મરમ-
<center>ફક્કડ</center>
::::બંધ બસ બોલ ન આડુંચોડું,
તેરો યહ બદમાસ કાચ, કણ કણ ટુકરો કર ફોડું:
એક ઘાવ ને...
<center>ફેરિયો</center>
અરે કોણ આ ખડી પડ્યું ખંડિત થઈ ?
હેમખેમ હૈ કાચ, સાન સુધ તેરી બિખર બિખર ગઈ !
ઉઠ, જાગ, મેરે ફક્કડ !તેરો રોગ જાય રીં રીં રટ !
અલાબલા તેરી અલગ હોઈસી, ઊઠ જાગ રી ઝટઝટ.
રંગ રંગરો અંજન ઝરિયો, નિરમળ અવ હૈ નેણ;
એક બાર અબ દેખ ફરી, મેરો સુન લે આખિર વેણ .
<center>ફક્કડ</center>
નીલ ગગન હૈ
<center>ફેરિયો</center>
ઔર
<center>ફક્કડ</center>
શ્વેત બદરી ઉત્તરમેં જાતી.
દૂર ધુસર પર્વત, સરિતા કલ કલ જલમેં લહરાતી:
કાનન હૈ, તરુ કુંજ,... કુંજમેં ઘટાદાર હૈ પીપર
ડાલ ઉપર દો વિહંગ- એક જ ફલ ચુગનકો તત્પર !
<center>ફેરિયો</center>
ઔર
<center>ફેરિયો</center>
ઔર નહિ કછુ...
કાચ હૈ ઝલમલ એક ન એબ;
સબકો રંગ રૂપ હૈ સુંદર, મુખ મેરો હૈ ગેબ !
ગાયબ તો મૈ ભયો...
<center>ફેરિયો</center>
એજી મેરો અવલ હુઓજી કાચ !
અખળડખળ નહિ રેખ આપનું રૂપ જુઓજી સાચ !
પલપલ મુખડું બદલ બદલ નખરાળ કરેજી નાચ !
સાચ મેરો અવલ હુઓજી કાચ !
<center>મારું ઘર</center>
ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ
એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે
છાએલું, સ્વર્ણ તેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ,
જેની મેડીની બારી અહિં લગી નજરું ઢાળતી રે’ સનેહે
તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું:
એની સર્વત્ર, જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહિં, રેલાય છાયા અદીઠ.
ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું
કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્રગ માંડી નિહાળે વ્યતીત !
ને આંહી સૂર્ય, ઝંઝા, જલ, જીવ,વનના ફાલનો જે અનંત
મેળો જામેલ તેના ઋતુ સમ રમતાં નિત્ય કોલાહલે ય
એનો ગુંજંત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાન્તિમંત્ર,
જેના આનંદછંદે મન મુજ અનુસંધાનમાં રે’ સદૈવ.
હાવાં ગોધૂલિ-વેળા : દ્રુત દ્રુત રવ-દોણી ધરે દૂધ-સેર;
ચાલો એ ઘર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લ્હેર !
<center>ઓરડે અજવાળાં</center>
પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે
સૌ  વૃક્ષ  ને પર્ણ  મહીં  રમંત
હવા લઇ  સંગ  મહીં  હસંત
આવે  અમારા  ઘરમાં  હે, ઓરડે.
કુટિર નાની અવકાશ-મોકળી
બની રહે, ઉડ્ડ્યને  વિહંગ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ –વૃંદ
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી :
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !
અહીં વલોણે ઊછળંત ગોરસ :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં :
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
ગવાય છે ગીત અહીં નિરંતર.
<center>શાન્ત  કોલાહલ</center>
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
:::આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
:::ટોળે મળી કાબર, ચાષ
:::કલ્બલ તે કેટલી ?
:::ચંચલ કૈં !
:::::અકારણ ઊડી જતાં ડાળ વિષે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત
::હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા
ઘર, હાટ, ઘાટના...
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
:::ડ્હોળાય આખો અવકાશ
:::રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
:::કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !
<center>કલ્પવલ્લી</center>
લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી
:::એ કલ્પવલ્લી મુજ
:::::ડાળડાખળી
એની જતી પંથ કરી અહીં થકી તે
:::સીમની પાછળ લોકલોકમાં.
છું એની છાયમહીં આપ્તકામ હું.
મારે કમી ના નહિ લેશ અન્નની,
::::કમી નહીં વલ્કલ કે દુકૂલની,
:::::કે રિદ્ધિનાં ’લંકરણોની...
પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે.
અહીં ભર્યું આગત કેરું ભાજન.
<center>ખેતરમાં</center>
સ્ત્રી :  તારે શિરે બીજની રેખ બંકિમ
      સોહાય, નંદી પણ તારી બાજુમાં;
      તારું કશું દર્શન આ શિવોત્તમ
      પ્રસન્ન  સાંજે  રણકંત શાન્તિમાં !
પુ. : કટી પરે ભાર ધરેલ ધાન્યનો :
    તું ભૂમિ કેરી તનયા, તપસ્વિની;
    ત્રિભંગથી સુંદર, ભાવ લાસ્યનો :
    તું  અન્નપૂર્ણાં સમ શક્તિ સર્વની.
<center>તળાવને તીર</center>
મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું
:::ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં
::::સોહંત એવા લખ તારલે ભર્યું.
અંકાઈ જાણે લિપિ-
:::યંત્ર આકૃતિ રહસ્યની
વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું
:::અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ !
અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને
:::તેજતરંગને કર
:::આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી.
અંકાશ આંખુ સહસા ઊડી ગયું
:::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં !
તળાવનું લાઘવ !
:::ક્ષુબ્ધ ચિત્તનું !
:::ત્યાં
:::હંસને નેપુરબોલ
કંજની સુગંધશીળી લહરે
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની !
::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં
આ વેણુને રંધ્ર હવા રમી રહી !
<center><big>'''ઢળતી રાતે'''</big></center>
<center>'''૧. સંધ્યા'''</center>
રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી
ક્ષિતિજ પરનાં આછાં ભૂરાં અચંચલ અભ્રમાં;
ગગનઊજળી ઉર્વી : છાયા ન કો’ની નડે ક્યહીં,
તરલ જીવની તૃષ્ણા જાણે શમી રહી શાન્તિમાં.
વિહગ દ્રુમને નીડે ઝૂકયું દિનાન્ત વિરામનો
ચરમ ટહુકો રેલે : એવી બજે વળી ઝાલર.
જનપદની શેરીના મારા નિકેતનનો ઝીણો
હૃદયરતિનો આંહી સીમે સુણું મધુરો સ્વર.
નિબિડ હરિયાળીના ઊંચા હસન્મુખ મોલથી
નજર આવ હું માંડું મારે જવાની દિશા ભણી :
સરયુવતીને લ્હેકે આરોહતી ધૂણી ગોષ્ઠની
નભ મહીં વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી.
ઘર તરફ જાતાં ધોરીને ઉમંગ ઉતાવળ :
હળવું મન જ્યાં કાંધે એની ધુરા નહિ, ના હળ,
<center>'''૨. પ્રથમ પ્રહરે'''</center>
હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર !
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.
જનપદ તણી વાળું-વેળા વીતી ગઈ ને હવે
લહર લહરે તંદ્રાળું કૈં અડે સહુને હવા :
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે,
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.
ઇહ સકલ કર્મોની લીલાની યે શયને ઇતિ :
શિથિલ તનને પંપાળે જ્યાં અતીન્દ્રિયનો કર
શ્રમહર; નવોન્મેષે રે ત્યાં થતી મનની યુતિ
સ્વપનમય કોઈ લોકે વા સુષુપ્તિમહીં વર.
અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ,
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.
<center>'''ભતવારીનું ગીત'''</center>
નાની રે પીલુડી ઝાઝા ઘેરની
::એની કંદરાની હેઠ
::એની છાંયડીની હેઠ
:::ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.
દવ રે વરસે છે ખુલ્લા ખેતરે,
::વગડો સૂનો રે સુમસાન,
::પંછિગણનું ન ગાન,
::(ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ.
મધ રે બપોરે માજમ ચાંદની,
::વીંઝણો વાતુંનો ઢળાય,
નયને સોણલાં કળાય,
:::કાળજે ટાઢક મીઠી માણીએ.
<center>'''શન્તિ'''</center>
'''૧  પ્રસન્ન'''
ધુસર નભની ધીરે ધીરે ઝરી ગઈ ગોરજ:
નિથર તર અંધારું સોહી રહે લખ દીવડે.
ઢળતી રજનીની છાયામાં બજી રહી ઝાલર
અણુઅણુ મહીં ઘેરું ગુંજી અનંત મહીં શમે.
અવ ન ટહુકો રેલે કોઈ વિહંગમ ચંચલ :
અવ નહીં પરાયું કો ઘાટે-નદી જલ નિર્મલ.
ઘરમહીં સહુ નાનાં મોટા મળે; નિજ ક્ષેત્રનો
શ્રમ સકલ આંહીં ભૂલાતો પરસ્પર હુંફમાં.
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો
પ્રગટી અધરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં,
નયન મહીં લાધે તંદ્રાળું સુધામય અંજન;
હૃદય ગહને એનું રેલાય નિઃસ્વન સ્પંદન.
મૃદુ લહરનો અંગે અંગે ફરે કુમળો કર :
પરિમલતણી પાંખે પામું પ્રદેશ અવાન્તર.
'''૨ ભૈરવ'''
મધ્યરાત્રિનો અંધાર
-ગ્રાહે ગ્રહ્યું આ ચરાચર-
નિસ્તબ્ધ ઝાઝે ત્રમરોળ ઝિલ્લિના.
ક્યહીંકથી ઉદ્ગમ પામી આગિયા
અજંપની બે ક્ષણમાં વિલોપન પામે
છતાંયે પ્રગટે ફરી ફરી.
ચિત્કારતું ઘૂક
દબાયલે પદે ધીરે ધરે કો છલચાલ
પર્ણમાં કો ભીરુની કિંચિત દોડ
દર્પનો ફુત્કાર
ઘેરે જલ કો ડબૂકતું.
અંધારાની તોય નિગૂઢ સ્તબ્ધતા !
નિદ્રા ઢળી પાંપણ
એની જાગ્રતિ જાણે નહીં બંધન દેશકાલનાં.
ઓળાતણા વેશમહીં અણગ્ય કૈ
ભમી રહે ભૂખથી આર્ત વાસના.
ભૂતાવળોની અહીં ભીડ
શ્વાન કો અજાણને દે પડકાર
સીમનાં શૃગાલનું ક્રંદન
ઠારવાળી હવા
નરી પોકળ તોય શૂન્યતા !
ભીડાય હાવાં મુખ ગ્રાહનું, અને
સંસૃષ્ટિ ડૂબે પ્રલયે સુષુપ્તિના.
'''૩  બ્રાહ્મ'''
પ્રલય મહીં જે ડૂબેલી તે પુનર્ભવ પામતી
નિખિલ જગતની કાયા કૉળી રહે અવકાશમાં.
અણુઅણુની મૂર્છા –ત્યાં પ્રસ્પંદતી ચિતિની ગતિ,
ગહનનિશિ-અંધારામાંથી સરંત ઉઘાડમાં.
મકરમુખથી જાણે લાધ્યું સમંજસ મોચન,
મૃદુ લહરને સ્પર્શે હાવાં પ્રજાગ્રત લોચન.
ઉદયપલની ખુલ્લે કંઠે છડી ભણી કુક્કુટે.
અરવ પ્રહરે અનો વ્યાપે દિગન્તમહીં ધ્વનિ.
ક્યહીંથી અવ રેલાતું ધીરું પ્રભાતનું ગાન જે
ઘરઘરની ઘંટીના ઘોરે જતું લયમાં ભળી.
સરવરતણી છોળે ભીનાં બને તટ પ્રાન્તર :
ચપલ પનિહારીનાં બાજે ત્યહીં પદનેપુર.
કળશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
કમલ ઊઘડે એનું સુગંધિત ગુંજન.
<center>'''ધરુ'''</center>
છલોછલ
ભરેલ ક્યારા મહીં ભાતના
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી.
શેઢે ત્યહીં
જાંબુની ડાળ-દોરડે
હિંડોલતી ટ્હૌકતી વન્યપંખીણી સમી
અમારી દુહિતા...
અસીમ આ એકાન્ત એના થકી છે ભર્યું ભર્યું.
આવી-
ઘડી શ્રાવણ કેરું અંબર ભરી-
પળે વાદળ
(તેજછાંયના તરંગને લોલ વહેણ)
ખેતરે ઝીલાય એની જલતાપ ઝર્મર.
આમૂલ આણ્યાં
અહીં નવ્ય ભૂમિમાં ચોપી રહ્યાં તે ધરું !
ના, ધરું નહીં....
રે ન્યાળું એમાં સુકુમાર કન્યકાતણું
સમુત્ફૂલ્લ ગભીર આનન
(વિદાયના મંગલ પર્વનું)
અને
એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.
<center>'''વૈશાખી વંટોળ'''</center>
લૂમઝૂમ લચી રહી મારી આમ્રકુંજ.
::રખોપે હું રહું અહીં આખીયે મોસમ.
શેઢા કને ખડની કુટીર
:::અદૂરે પુરાણી એક વાવ.
દૂર દૂર ક્ષિતિજની લગી જનપદ નહીં, સકલ વિજન.
::કેવલ પલ્લવપુંજ મહીં રમે કીર ને કોયલ
::એનો રહી રહી અહીં તહીં લહું કોલાહલ.
::::બાકી નિતાન્ત નીરવ.
વૈશાખી સૂર્યનાં ચંડશ્વેત કિરણોને ઝીલે નીલ વનરાઈ
:::ઓળકોળાંબડે હલમલ એની પડે કંઈ ભાત;
:::લીલાં ફળનેય લાગી લાલ શી ટશર !
::::આગથી એ બને જાણે આર્દ્ર !
બળતા બપોરતણી લૂને અહીં ડાળ ડાળ કરતી વ્યજન
::::તપ તપફલ થકી પરિતૃપ્ત મન.
એકાએક ઝાંઝે ભર્યો વાયો વાવંટોળ
::::આયો ભભૂતિયો ઘોર.
::કુટીરનું ખંડ છિન્ન છિન્ન
ડમરી ડંમર થકી વીંઝી વ્યોમ મહીં એને વેરી દીધ ક્યાંય.
::વાવનાં ઊંડાણમહીં વાજે શત શંખ
::::મૃદંગ શી વાજે વનભોંય.
લપાઈને બેઠાં પગ બખોલને નીડ
:::પાંપણમાં બંધ કરી રહી નિજ પીડ.
ધરાને આધાર અડીખમ ઊભાં તરુ સહુ કાંપે થરથર
:::ડાળે ડાળ થકી ખરે ફળ.
જરી ઝંખવાણો નભ રૂદ્ર
:::વેરાગીની કને નહીં ઉગ્ર.
નહીં રે ખપ્પર એને નહીં કો આહાર
તોય રણભૂમિ પર લખ લખ મુંડનો પથાર !
કોઈની સ્પૃહા ન જાણે સકલથી પર
:::પલકમાં વળી બની રહે અગોચર.
અવશેષે એ જ આમ્રવન ફલરિક્ત
:::રિક્ત આ જીવન.
ખેતરને શેઢે બેસી અવકાશ મહીં ફરી પરોવું નજર
:::નભ નહીં નીલ
:::અવ ધૂસર ઇશાન :
પ્રાણને તડિત્ત ચમકાર
:::લહું ખડ ખડની કુટીર
ભૂમિ ભૂમિની ફસલ
કીરગાન.
<center><big>'''વનવાસીનાં ગીત'''</big></center>
<br>
<center>'''૧ નમીએ અગન ફૂલ'''</center>
નમીએ અગનફૂલને
:::હે ! નમીએ અગનફૂલ,
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ.
સાંજ સવાર તે ઘરમાં ખીલે
:::પકવે સકલ અંન;
આંગણના રખવાળની રાતમાં
:::::આણ રમે જોજંન;
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ.
:::ઝાડવે છાનો વાસ, રે એની
:::::હૂંફ મળે ચોમેર,
:::કાળના પ્હોળા મુખમાં,
:::::અભય ફરીએ રે ઠેર ઠેર;
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ.
<center>'''૨ પ્રભાત'''</center>
પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ,
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
:::પ્હોર બે પ્હોરની નિંદરા
::::એથી હોય ન ઝાઝો રાગ,
:::બોરડી બાવળ વીણીએ
::::સીસમ વીણીએ સૂકો સાગ;
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ:
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
આળપંપાળ ન રાખીએ ઝાઝી
::::ધરતીને આધાર,
મોકળે મને રાન વેરાનમાં
::::માણીએ રે સંસાર,
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ-
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
   
<center>'''૩ બોલ'''</center>
વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું.
:::બોલની હારે પાયલિયું રણકારે એને
::::માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું.
હળવી જો’યે ચાલ-
:::ન ભાંગે સાવ રે સૂકું પાન,
વાયરાનો બોલ સાંભળે એવા
::::સરવા જો’યે કાન;
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું.
:::ભમરીને મધ ફૂલનું ,
::::હાથી હરણને ખડ ખેરું,
:::ભોરિંગને ભલું મેડક, ને
::::ન્હોરવાળાંને છાગ વછેરું;
ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ.
:::તારલિયાનાં તેજ  ને
::::વ્હેતાં વાંચીએ ઝરણપાણી,
:::આછે ય તે અણસાર
::::ઝાઝેરી વણબોલાયલ વાણી;
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.
<center>'''૪ આવડ્યું એનો અરથ'''</center>
કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ :
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ
::::::રાગનું એને ય દરદ...કાંચળી.
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી
::::ઊપને મધુર વેણ,
નેણ લુભામણ રૂપની રે તંઈ
::::ડોલતી રમે ફેણ;
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી.
ઊજળો દા’ ડો હોય કાળો અંધાર
ચારેગમ મોતની ડણક,
આપણો યે ટંકાર બોલે ઈમ
રાખીએ તાણી તીરની પણછ;
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી.
<center>'''૫ મહુડો'''</center>
પેલો મહુડો મ્હોરેલ અલબેલો !
એની સુગંધતણું કામણ કૂંડું રે
:::કુણા કાળજાને લાગતો હેલો...જીરે
ઊંચા ગગનમાંનું મોઘું મંદાર
:::આંહિ આવ્યું છે આપણી ભોમ :
ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ
:::આપણે ઉમંગનો સોમ...જીરે
આને એંધાણીએ તે જાણીએજી
:::કાળને અમરત ભરાય આલવાલ,
વાવર્યાની હૈયામાં રાખીએજી હોંશ
:::ઓણ ઝાઝેરો ઊછળે ફાલ...જીરે.
આભની અપસરા યે જોઈ લે કે
:::આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે !
કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં
:::રમતાં લોચનિયાં લાજે...જીરે.
<center>'''૬ તોરી વાત વેલાતી'''</center>
::છોરી ! તોરી વાત વેલાતી :
આવડે ના તોય ઉકલે મરમ
::::મનમાં એની મ્હેક ફેલાતી.
:::આંહિની ઘેલી ટહુકે મેનાં
::::કોઈ રે ડાળે દૂર :
:::અવર લોકની અપસરી તું
::::સોડમાં સરે ભૂર !
લ્હેરીયાને લોળ હેરણાં લેતી
::::નજરું પાછી નવ ઠેલાતી !
સ્હેલમાં આવી મળતું એનો
::::હોય ન ઝાઝો શોર !
આમ રે આવાં રૂપનો, એલિ !
::::જોયલો ના કૈ તોર !
કાળજે લગન લાગતાં લાગી
::::અળગી એને નવ મેલાતી.
જાગતી ચોગમ સીમ ને તોયે
::::એકલ આપણ દોઉ;
તીરની ઉપર તોય રે ઊંડાં
::::જલમાં ડૂબ્યાં જોઉં :
તડકે તપ્યું રાન ભલેને
::::આંહિ તો પૂનમ રાત રેલાતી.
<center>'''૭ જૂઠી રીસ'''</center>
:::જૂઠી તે રીસને રાગે
::::નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે;
રૂપાળવી !
કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને
::::આંહીં અમથી ન આવતી લાગે.
અમથી નજર વાળી લેતી ભલે ને
::::રહે છણકાની રીત નહિ છાની,
સાચા તે રૂપિયાની હોડ આ અમારી
::::જંઈ ઓછો ન, સોળસોળ આની.
કાચી તે આમ હોય ઝાઝી કઠિન
::::હોય ખાટી યે કંઇક તો સવાદે.
મીઠાને હાથ અમે મારીએ ખટાઈ
::::એને અમરત મીઠી તે કરી લઈએ,
અવળાની સંગ અમે અવળે વ્હેવાર
::::એલિ ! રાજીનાં રેડ બની રહીએ;
આવડો ફૂંફાડો ન રાખીએ નકામ
::::એને નાનો ગોવાળિયો ય નાથે.
<center>'''૮. રે છેલ મોરા !'''</center>
એલાં વ્હેતાં ઝરણને કોઈનો ન રંગ
:::એનાં આનંદે ઊછળે પાણી.
વાંકી તે વાટનાં ય કૂડાં એકાન્તને
:::પોતાને ગીત રહે માણી.
રે છેલ મોરા !
:::આંખમાંહી અજવાળું આંજી લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
:::હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીએ માયા.
એલાં ઘેરાં અંધારતણાં ગંજથકી રાતડીએ
:::ચારકોર આવરી લીધી;
આવડો ય નાનો અંગાર ભલો,
:::તેજ એનાં સીમસીમ જાય છે વીંધી.
રે છેલ મોરા !
આંખમાંહી અંજવાળું આંજી લીજે ને
:::કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકીય ખેલીયે, ન આપણે
:::ઝાઝેરી રાખીયે માયા.
એલાં ઊંચાં ગગનમાંહી ઊડે ગરુડ
એની પાંખનું પીછું ય નવ હાલે;
જેની રે દાઢમાં ન ઝેરનો જમાવ
એ જ તારલાની સંગ રમે તાલે.
રે છેલ મોરા !
આંખમાંહી અંજવાળું આંજ લીજે ને
કીજે પાણીનાં જોમભરી કાયા;
હળવાં હવાથકી ય ખેલીયે, ન આપણે
ઝાઝેરી રાખીયે માયા.
<center>'''૯ કેવડિયાનો કાંટો'''</center>
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે :
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
::::બાવળિયાની શૂળ હોય તો
:::ખણી કાઢીએ મૂળ,
::::કેરથોરના કાંટા અમને
:::કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે .
::::તાવ હોય જો કડો ટાઢિયો
:::કવાથ  ફૂલડી  ભરીએ,
::::વાંતરિયો  વળગાડ હોય તો
:::ભુવો કરી મંતરીએ;
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડીયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
<center>'''૧૦ કાળવી કીકી'''</center>
કાજાળિયા અંધારથી યે કંઈ કાળવી તારી કીકી !
:::કોઈ જાદુઈ શગ બે જાણે
:::રાનવેરાને
રમતી
:::રે  મનગમતી
::::રૂડી રાત-
:::-ની તે શી કીજિયે કૂડી વાત ?
ફાગણના સૂરજની સારી રોશની લાગે ફીકી !
:::::તારી કાળવી સોહે કીકી !
પાંપણને  પલકાર શી ખેલે !
નૂરનાં તે કંઈ વ્હેણને રેલે !
::::કેમ રે મારે પામવો એનો તાગ ?
:::::ઢુંકડી  લાગે શીતલ
::::આઘી હોય તો ઊની આગ !
:::::હાય રે સરળ
સળગ્યાં મારાં નેણલાં એને જોઈને ટીકી ટીકી
<center>'''૧૧ વનમાં વાયરે ઘેરી'''</center>
વનમાં વાયરે ઘેરી’તી આજ મને વનમાં વાયરે ઘેરી;
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી.
::એકલી પળી‘તી અલી ! સોણતળાવના
::::પાણીની ભરવા હેલ,
::આલીલી લ્હેરની જોડે સવારના
::::તડકે માંડ્યો ખેલ;
ભોળાં લોચનિયે જોતી એ વાંકથી આવ્યો વંકાઈને લ્હેરી,
ઘેલી હું ભાનમાં ન્હોતી ને આજ મને વનમાં વાયરે ઘેરી.
લાલ તો જાસૂદનું મારે અંબોડલે
:::મૂકેલ ફૂલ જાય ઝૂકી,
એને જરાક હાથ દેવા કરું તી’ ઓલ્યો
:::અંચલ ઉરાડતો ઢૂંકી;
કેમે શકાય નહિ ખાળી મિજાજનો એવો એ આકરો ઝેરી,
સાથ સંગાથ વણ ભાળી ને આજ મને વનમાં વાયરે ઘેરી.
આડી ઉપાધિઓની યાદ રે ન આવતી ને
:::ભૂલ્યા જેવું ન જાઉં ભૂલી;
જાગામીઠીની મારી આંખને આવાસ એ તો
:::શમણાંને દોર રહ્યો ઝૂલી;
કિયા જનમનો વેરી તે આજ મને વનમાં વાયરે ઘેરી !
વનમાં વાયરે ઘેરી’તી  આજ મને વનમાં વાયરે ઘેરી.
<center>'''૧૨ ભીંજવી જાય વરાંસી'''</center>
પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
:::વાયુની લ્હેર શું જલતરંગનો
::::એક હિલોળ રે ઊગ્યો;
:::દોલતો દોલતો, વનરવે કંઈ
::::બોલતો, બે તીર પૂગ્યો;
આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
:::ઉગમણાં પેલાં આભમાં
::::લાલ ગુલાલની રંગત લાગી,
:::ઊઘડતાં દલમાં વનફૂલની
::::મ્હેકતી કામના જાગી :
કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી;
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
:::વારીએ તો ય ન રહે મન વાર્યું
::::ને તો ય ન વ્હેણ વીંધાતાં,
:::નેણ ભરી લીજીએ એકમેકથી
::::આપણ આવતાં જાતાં,
આપણને નીરખી અહિંનું વક્તીતી કરે કંઈ હાંસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
<center>'''૧૩ શરત'''</center>
:::પાતળી કેડી કેરકંટાળી
::::અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મઝાની મોજડી
:::એને હોંશથી રે કંઈ પ્હેરું.
:::ગોફણના એક ઘાવથી ઉતાર
::::નભનો તેજલ તારો,
:::ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો;
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં
::::ચડવો મારે એક અવિચલ મેરુ.
:::ઊગતા આ પરભાતનો રાતો-
::::રંગ ને ઘૂમર ભૂરું,
:::એકબીજાને તાંતણે વણી આણ
::::પ્હોળે પટ પૂરું :
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
::::એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
::::ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.
<center>'''૧૪. શિયાળુ સાંજ'''</center>
શિયાળુ સાંજની વેળ છે થોડી :
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલિયે આપણ,
::::નિંદરું આવશે મોડી.
ચીતરી મેલી ચાસર,
:::મ્હોરાં સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે
:::જો’ યે કોણ રે જીતે જંગ :
આબરૂ જેવી આણજે થાપણ, ગઠરીની મેં ય ગાંઠને છોડી,
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
નેણથી તો નેણ રીઝતાં ;
:::ને કાન –વેણની એને ટેવ,
વાત કીજે એલા
:::કેમ રે ભેટ્યાં ભીલડી ને મા’દેવ :
કોણ ભોળું કોણ ભોળવાયું, જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી !
હાસ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
:::આપણી કને હોય
::::તે બધું હોડમાં મૂકી દઈ,
હાર કે જીત વધાવીએ
:::આપણ એકબીજાનાં થઈ;
અરધી રાતનું ઘેન ઘેરાતાં ઓઢશું ભેળાં એક પિછોડી :
હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નિંદરું આવશે મોડી.
<center>'''૧૫. કુંજમાં ઘડી ગાળીએ'''</center>
તમરાં બોલે તાનમાં, કાજળ રાતનું રેઢું રાન,
:::આવે ને અવસરિયે, વાલમ,
કુંજમાં ઘડી ગાળીએ તો યે કોઈ ન ભાળે વાન.
::ફોરતી ફોરમ રાતની રાણી,
::ઝરણાંને જલ ઝૂલતી વાણી,
કોઈ હિલોળે દીધ રે આણી
::રોમની ઝીણી લ્હેરિયું,
::::::એનું ઓળખી લેવું ગાન.
::::::ઉરને જેવી લાગતી લગન,
::::::આંખમાં એવી જાગતી અગન,
આંહિ ધરા આંહિ એક છે ગગન,
::હાલ્ય, નિરાળા ભાવનું
::::આપણ ભૂલીએ રે કૈં ભાન.
<center>'''૧૬ રેણ'''</center>
વાગોળની અસવાર બનીને ઊતરી આવે
:::હંસની પાંખે આંહિંથી ઊડી જાય :
જાગતાં જુએ કાંઈ ન
:::ઓલાં ઉંઘનારા તે અવનવી કોઈ દુનિયા દેખે
:::::અમલ એવો પાય.
ખટમાટીની ઝૂંપડીને થલ નવલખો મ્હેલ,
ગામને ગાંદર ધૂમતી સોનલ ઘુઘરીઆળી વ્હેલ;
::::આંખની પલક લીજિયે રે તંઈ તેરસો જોજન જાય.
ઇંદરલોકની અપસરા ને પાતાળની નાગછોરી,
નેણની સામે ફૂલ-મણિ-સીંગારમાં ખેલે હોરી;
::::એકથી અવર લોકમાં ભમે આપણી તે આ કાય.
પાંપણને અંધાર-પછેડે ઝળકે જુદાં નૂર,
ઝૂરીએ જેને કાજ તે આંહિ વળગે આપણ ઉર;
::::પ્હોરને ઝૂલણ-ઢોલિયે તે ભવભવની લ્હેર્યું વાય.
<center>'''૧૭ એઈ વ્હાલીડા'''</center>
::::એઈ  વ્હાલીડા ! સાંભળી લેજે સાદ,
::::અંગ મારાંને વીંટળાયો છે નાગ,
::::ઝેરની એનાં જીરવી જાય ન આગ,
::::મોવરમાં ધર મંતરનો કોઈ રાગ,
નહિ તો એલા જિન્દગી લગી
::::મેલજે મોરી યાદ...
::::::વ્હાલીડા સાંભળી લેજે સાદ...
સાંભળી લીજે સાદ ઓ સાજન ! પડઘો પાડે વન :
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.
આકળી મારી આંખ ભમે રે
:::ચંતને ય  ન્હૈ ચેન,
મારણ એવી નિંદનું મુને
:::આવતું ઘેરું ઘેન.
રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન;
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.
વેણ ઝીલીને વાયરો વહી
::::જાય છે ચારે કોર,
પળની સરે પ્હોર, ન તોયે
::::આવતો ઓરો મોર;
માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે આ જોવન;
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.
<center>'''૧૮ રૂપને મ્હોરે'''</center>
નેણ લુભામણ રૂપને મ્હોરે રમતો રહે કાળ,
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ,
:::જવાની જોઈ ઘણી નખરાળ,
::::એની તો એ જ ભલી રખવાળ.
સુખડકેરી સોડમાં છાનો
:::ગુંજતો એનો બોલ,
માંહ્યલી સૂઝે અણધીઠની
:::ઓળખી લેવી ઓલ,
::::ફાવે તો ચડવી એની ડાળ...
પ્હાડના પાષાણ બંધની ભીતર
::::પાથરેલી મલમલ,
હરિયાળીનો હાવ ને હેઠળ
::::પાતાળ ઘેરાં જલ;
શેવાળે ભરવી તે શી ફાળ?....
કેટલા ધરે વેશ ને
::::કરે કેટલાં નવાં છલ !
ચાલ જો લેતાં આવડી તો ભાઈ
::::ખેલિયે પલે પલ.
-તો સ્હેલી શેરની સા’વી યાળ...
<center>'''મલય પવન'''</center>
મલયનો વનવનમાં ભમે વાયરો પેલો :
::સઈ રે મોરી !
મારગે અંટેવાળ આવ્યો તે
::::અંગને લગીર લાગિયો હેલો...
અહીં કે તહીં અડક્યો એવી
:::અમથી રે અટકળ,
ક્યાંય રે એની રેખ નહિ ને
:::તોય ઝાઝી કળતર;
સઈ રે તમે
:::ફાગણને રત રંગને રેલો,
::::એકલડી મને અળગી મેલો...
મન મારું આ હાર ન માને
:::જોઉં છું રે અવસર,
લાગમાં આવી જાય ત્યાં લેવું
:::અદકેરું વળતર;
આગનો એને ભય નહિ
:::ફૂલમ્હેકથી ઢળી જાય રે ઘેલો...
<center>'''ફાગ'''</center>
ફટાયા ફગવે રેલ્યો ફાગ
ઉમડ ઘુમડ ઉમટી
::::મારે ઘર ગોરંભે રાગ...
ડફની ઉપર દેય દેકારો કંઠને કામણ કાંઈ,
આગમાં રોળ્યો વાયરો એની લાલ ને પીળી ઝાંઈ,
જાય રે ઝૂલી કાય
:::: નેપુરે ઝણકી રહે જાગ...
રતનું ઈજન આવિયું ત્યાં ના કાળજું માને બંધ,
પાંદડી કેરું પાંજરું મેલી મોકળી મ્હાલે ગંધ;
મનમાં એવી વન કેસુડે
::::સળગી સબળ આગ....
તાલની સામે તાલ, ને ઘેલા બોલની સામે બોલ,
સરખાં મળી ઝીલીએ રે કૈં કેસરિયો અંઘોળ;
પડખું ફરી જાય જો મોસમ,
::::ફેર ન આવે લાગ....
<center>'''ફાગણ'''</center>
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.
એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો,
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો.
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો
.
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.
એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.
<center>'''લગન'''</center>
લાગી રે લગન
:::પિયા તેરી લાગી રે લગન.
રેણ રે ઝુમેલી બરિખન માસની
:::રુમઝુમ રેલ્યો અંધકાર,
ભીને રે અંચલ ભમતી રાનમાં
:::ફૂલની ફોરમનો લઇ ભાર;
વીજને તેજે તે પેખું પંથને
::::ઉરમાં એક રે અગન.
તમરાં બોલે રે તરુવર પુંજમાં
:::જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
:::મારો ગાય રે મલાર;
આભ રે વીંટાયું અવની અંગને
:::એવાં મિલને મગન.
<center>'''આછેરો અંતરાય'''</center>
સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ,
આથમણે બીજ મ્હોરતી એની ઓર છટા, ઓર છંદ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
એ જી અંતરાયથી જોવાય.
પલને તે પલકારે આપણ મનડું મોહાય.
બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ,
વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ.
કામણ એવાં રૂપ આછા અંતરાય થી સોહાય,
એ જી અંતરાયથી જોવાય
પલને તે પલકારે આપણ મનડું મોહાય.
નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ,
આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
પલને તે પલકારે આપણ મનડું મોહાય.
<center>'''આવ્યો પૂનમનો પોરો'''</center>
એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ
કે વંનમાં વેળાની વાંસળી વાગી
કે મંનમાં મેળાની મોહિની લાગી
કે તંનમાં હેલાની તરસું જાગી
કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં...
આસોની રાતનો રૂડો અંધાર
::::ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો;
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં
::::વ્હાલાંના મુખનો મો’રો...કે
વાયરાને વાદ કાંઇ ઊડે ઉપરણો
::::ને વાતી સુગંધ કાંઇ તાતી !
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય
::::આંખ જાગરણમાં હરખાતી...કે
આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં
::::ન કંચવો કોરો;
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે
::::આવ્યો પૂનમનો પોરો...કે
<center>'''અનાદર'''</center>
:::જ્યારે આવેલ તું ઘર મારે;
ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે....
:::નૂપુરનો રણકાર સુણું
::::કટિ-મેખલાની કિંકિણી,
તેજ વેરે કુંડલ ત્યાં
:::રેખા દંતની ઝીણી ઝીણી;
મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે....
:::વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર :
હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર.
આંગણમાં તવ આવતી જતી
:::નીરખી ચરણ પાંતી,
ઊતરતે અંધાર
:::હવાની રજથી જાય છવાતી;
અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?....
<center>'''કોણ તે આવ્યું'''</center>
કો તે આવ્યું આ વળતી રાતના
::::ઝાકળભીને રે અંધાર?
આછે ને ટકોરે અડકી બારણે
::::કોણે કીધ રે ટૌકાર?
આંગણે આવીને જોઉં તો કોઈ ના !
આંહિની અવનિ આ પોઢી ઊંઘમાં
::::આવ્યું-ગ્યુંથી અજાણ,
કોઈને સંચાર ઘડી યે મૂક ના
::::તમરાં એવાં એકતાન.
::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના !
બોલનો ગોરંભો હજી યે ગુંજતો
::::ભળતો ઉર ને ધબકાર,
વણ તે માણેલાં સુખની સોડમાં
::::વ્રે’ની વેદના અપાર,
::::સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના.
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,-
::::જાગી જાઉં, ત્યાં છુપાય;
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના.
::::હૈયું તો ય રે ઊભરાય,
::::ઢળતી પાંપણે રે’વું સોઈ ના.
<center>'''કણી'''</center>
લોચનમાં ગઈ લાગતી કણી :
આમથી લગીર આમ વાળું તહીં
::::કારમી એની વાગતી અણી.
પળનું યે પણ ચેન પડે નહીં
:::ઊમટી આવે નીર :
વ્હેણમાં યે નવ જાય વહી
:::અવ કેમ રે ધારું ધીર ?
અવળી નાની વાત, અલી ! પણ
::::આજ મને અકળાવતી ઘણી.
હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું-
:::ને ઝૂલવી આંબાડાળ,
પાંદડે કોઈ લપાયેલ કીરની
:::રહી મને નહીં ભાળ,
પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર,
::::આવ્યું કંઈ આંખની ભણી.
કમલદલનું મેલતી પોતું,
:::છાલકને જલ ધોઉં,
કોઈ સરે નહીં સાર, હારી હું
:::એકલી બેઠી રોઉં;
જીભને જાદુઈ ટેરવે અડી
:::કોણ મારી પીડા જાય રે હણી ?
<center>'''અબોલ હેત'''</center>
જલની ઝીણી લ્હેરિયું માંહિ હેરિયે હાલે નાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
::: આથમણે નભ ઓસર્યો
::::આખિર કિરણનો કલશોર,
:::તારલે મઢી સુજની શ્યામલ
::::ઓઢતી રે અંગોર;
અરવ લાગે છોળ, જાણે મન બોલતું ઓરે આવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
:::ક્યાંકથી રે કોઈ ઉછળી
::::ઘેરાં ગહને ડૂબે મીન,
:::આવરતાં અંધારનું ધીમું
::::રણકી રહે બીન;
લયમાં એવાં લીન, -હિલોળે ખેલવું ન ભૂલ્યો હાવ,
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
:::જેમ રે અજાણ ઊઘડે
::::કમલ ફૂલનાં દલે દલ,
:::તેમ રે હોડી, હંસની ચાલે
ચાલતી અચંચલ;
ભવની મોંઘી પલ, રે અબોલ હેતનો લીધો લ્હાવ :
એકલ દોકલ આપણે કેવલ ઉરને ભીને ભાવ.
<center>'''વિદાયતરી'''</center>
:::સઈ મોરી વિદાયતરી
મિલનતીરથી વિરહને જલ જાય રે સરી
એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી.
:::દૂરની ક્ષિતિજ પારને કોઈ
::::દેશ જવું અણદીઠ;
:::નિત નવું જગ વિલસે ને તો ય
::::કોઈ નહીં મનમીત;
એકલ આકુલ પ્રાણને આલંબન રહે ધરી...
:::કરુણ કોમલ ગાન,
દિયો તવ અધર અમીપાન;
જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન.
નેણના સરલ ભાવથી
:::ચરમ પલ કીજે મુખરાળ,
(જેને) પાલમાં ભર્યા પવને
:::સતત ગુંજતો રહે કાળ;
અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી...
યાદ
આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર,
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર !
::::કંઈ તો એની કાળવી છાયા,
::::કંઈ રેલાતી રંગની માયા,
::::નવલે રૂપે રમતી કાયા,
સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર !
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર !
એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત;
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
::::આંખની આગળ આવતું રે દૂર,
::::નજરે એનાં સાંભળું નેપુર,
::::તાલમાં એના તરસે છે ઉર,
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત !
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત !
આગળ આગળ જાંઉં ને તોયે પાછળનું આ કેમ
આગળ મારી આવતું હોંશે કરતું નવલ પ્રેમ?
::::એકલાની આ ઊડતી ધૂળે
::::વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે ;
::::ભૂર ભરાયું ઉર તે ઝૂરે !
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ.
પછાળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ !
<center>'''નિર્વાસિતનું ગાન'''</center>
કાલ ઘરની દીવાલે હતી જિંદગી મૃત્યુની ચાદરે શ્વાસ લેતી,
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.
:::સોય ઉભી રહે એટલીયે ધરા નહિ
::::ન ભંડારની એક કોડી
જીવથી થાય અળગી સગા બંધુને કાજ
::::તે નીકળ્યાં સર્વ છોડી;
જે ન આપદ કને હાઉ એનો લહીને નિરંતર ભયે વ્યસ્ત રે’તી;
આજ અક્ષૌહિણી સૈન્ય સામે કુરુક્ષેત્રમાં એ જ પડકાર દેતી.
જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં,
હાથનો કોળિયો હાથમાં રે’ અને ઊઘડ્યાં મુખ રહી જાય પ્હોળાં.
:::આગ આઘાત કેરી ઝડીથી લિયે
::::જાગતાં નેણ કંઈ માર્ગ ખોળી,
:::જે કલેજે હતું વહાલું રે એહની
::::ઊડતી રાખમાં અંગ રોળી;
કોઈ ઉલ્કા ધરાકંપ નહિ તોય તે છિન્નવિચ્છિન્ન પરિવાર વ્હોણાં,
જન્મની ભૂમિમાંહી પરાયાં અમે ને અજાણ્યાં ધસે લાખ ટોળાં !
દૂરની ક્ષિતિજ વીંધી અવિશ્રાંત ભ્રમણે લ્હ્યાં જગતનાં કોટિ ધામ :
સર્વને નેત્ર જાકાર જલતો, અમારે નહીં ક્યાંય ડેરા મુકામ :
:::રે નહીં ઘર, નહીં ગોત્ર, કોઈ
::::અમારે ન સંસ્કૃતિ, નહીં લોકસંઘ;
:::કર્મ અવકર્મને કોઈ વિધિ બાધ નહિ
::::રે ન સંસાર સંબંધ રંગ;
નિધન ચોમેરથી નિબિડ ઘેરો લગાવી રહ્યું; નેત્ર નિદ્રા હરામ :
પ્રાણને અશ્વ સંગ્રામમાં જિંદગી હોઠ ભીંસી રમે આઠ યામ.
<center>'''વેદના'''</center>
ઉરની વિખંડખ વેદના
::::સહવી કેવળ બંધ હોઠથી :
જીવને બલ દેતી જે હવા
::::નહીં વિશ્વાસથી એની હો ક્ષતિ.
નયને મુજ શ્વેત અગ્નિની
::::શત જ્વાલા જલતી અહનિઁશ :
ખલભીષણ કાલ રાત્રિની
::::મહીં, તેજે નિજ શુક્ર સદ્રશ.
પરિવર્તનશીલ સર્વ કૈં
::::નહિ છે શાશ્વત કોઈ શાસન :
નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ
::::નવ સંક્રાન્તિનું હેરુ વાહન.
<center>'''જાગ, જાગ'''</center>
::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?
ઉત્તરની તવ બારી ઉઘાડી સાવ પડી નોધાર,
અંધકારમાં
ચાંપી ચાંપીને ચરણ ધરે કોઈ, હવા મહીં સંચાર,
એમને અંગ ન હિમનો ઠાર;
સોળ સૂજની હેઠળ તારો દેહ ટૂંટિયો,
::::::ભૂર ભમર પર ભાર,
ઘોર તવ નિદ્રા દારુણ ઘોર!
જાગ, જાગ અય કુંભકર્ણ, જો કોણ ભરાયું ચોર ?
સમીરને સુસવાટ થલેથલ વહંત અંબરવાણી :
“જાગુરક જે અહોરાત્ર, જે સજ્જ,
::::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ”
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
::::કરણ મહીં અતિભોગ તણી નહિ ક્લાન્તિ ?
છલનામય અંધાર થકી ઉદ્દ્ભુત વા ભયની ભ્રાન્તિ ?
જો કોણ ધરીને દર્પ
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
કરે કામના સ્પર્શ?
રે જાગ બંધવા !
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
::::કો ન કરે નાદાની,
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
:::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.
જો તુહિન ઉપર પ્રગટાવી એણે અગન તણી હુંફ,દીપ્તિ;
તસ્કરનું મન લોભી, લૂંટની લેશ ન એને તૃપ્તિ.
તવ પૌરુષને પ્રતિકાર વીજથી વીંધ રાત આ કાળી;
એક પ્રહાર થકી ખલ, કામુક, કુટિલ સર્વ  દે ઢાળી;
::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
::::તું ખૂંદ હિમાચલ-ચોટી.
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.
<center>'''ફરી જુદ્ધ'''</center>
:::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં
ભાંગ્યાં છે મેં હાડ મારાં
:::::શોણિતને વહેણે વહી
કેટલી યે વાર ઢળ્યો મોતને કિનાર
ઝાવાં લેઈ તોય ઊઠી ઊઠી હરેક તે વેળ
::::નવીન શહૂર થકી વીંઝી દીધ ઘાવ :
::::::ગુલામીની શૃંખલાને ભાંગી છે મેં
::::::::ભાંગી નાખી સાવ.
અવકાશ મહીં ધરી ઉન્નત આ શિર કીધ : ‘હાશ.’
લીધ દીર્ઘ શ્વાસ....
જકડાઈ ગએલ તે અંગે લહી અખિલ વિશ્વની મોકળાશ.
આંનદનો નાભિ-જયઘોષ
:::::દિગન્ત ગહને ધ્વનિ રહ્યો વાર વાર
લયમાન આવર્તને
::::::ઊંડે ઊંડે હૃદયને લાધ્યો પરિતોષ...
::::::::અનંતનાં ઊઘડયાં દુવાર,
પૂર્ણશાન્ત એકાન્તની છાયાકુંજ મહીં
::::::સરી સહુથી ય દૂર દૂર
:::પર્ણની પથારી પર કીધ મેં શયન
:::::બંધ નયન
::તંદ્રાશિથિલ ત્યહીં તંગ મુજ મન
પલનું ઉપલગાન રેલી વહી જાય કને કાલનિર્ઝરિણી.
::સમયથી સહજ અભાન
નિદ્રા તણા સુમધુર ઘેનમહીં કંઈ સળવળ તણી
::::::થઈ રહી જાણ :
અણગમા તણી એક રેખાની હેલાએ માત્ર પડખું ફરંત.
::::ક્યહીંક ભોંકાય ઝીણી શૂળ, ક્યહીં ષટ્પદ ગતિ,
મર્મસ્પર્શ...
સહસા જાગીને વિસ્ફારિત દ્રગે નીરખું ચોમેર :
::નથી કુંજ
:::શત શત ખંડ મહીં અંગ મારાં સહુય વિશ્લથ !
(એક જ સંકલ્પ કેરી સિદ્ધિ કાજે એક હતો લોકસમુદાય
સિદ્ધિને પ્રાંગણે એ જ સુંદ-ઉપસુંદ જેમ
સામસામી પેંતરામાં માંડી રહે પાય.)
શત શત ખંડ મહીં અખિલાઈ મારી છિન્ન છિન્ન !
અંગ મહીં કલિનો પ્રવેશ ?
મલિન હવાનું કંઈ લહાય તુફાન...
:::::કાયહીન કોઈ મહારિપુ બલવાન ખલવેશ !
:::અબલ આવિલ પર એનું આક્રમણ
અબલની ઓથે, આવ્યું તે સકલ ભરખંત....
::::::સકલ અશેષ.
ભીતર એ પુષ્ટ : રહે ખોળિયું તો કેવલ કંકાલ.
ઓળખી મેં લીધ એની ચાલ
::::પામરને જેહ કરી રહે છે પ્રમત્ત
::::અનુરાગ બને જ્યહીં આગ
:::::નહીં જ્યાં ધરવ
લાવણ્ય ન, ઘુરકંત જ્યહીં પશુ વન્ય.
::ફરી જુદ્ધ કાજ આવ્યો ઝીલું પડકાર
પથતરુડાળ પર બેઠેલ પ્લવંગ તણો ચાળો નહીં
અહીં છે પિશાચ.
પુરાણું ન ચાલે અહીં શસ્ત્ર
:::ફંગોળ્યું ન વીંધે કોઈ અસ્ત્ર...
::::જુદી અહીં ચાલ, જુદો વ્યૂહ.
-અડક્યા વિનાનું રહે અંગ આ અખંડ
::::થાય માંહ્યલા વેતાળ કેરું મોત.
અખૂટ શક્તિનો એનો ક્યહીં સ્ત્રોત, જાણું
::::જાણું ક્યહીં નબળાઈ છે નિગૂઢ.
અવ દેઈ દીધ આહવાન.
::::ઘોર ગરજંત પશુ સંમુખ ધૂણે છે એની
:::::ખુન્નસની ભરી લાલ આંખ.
જીવ પર આવી જઈ કેવલ અંધારમય કાળમુખ
::::ધસી રહે વીંઝી એની દિશાઓની પાંખ....
::::::આ...હા...આય આય.
તેજની આ તાતી તેગ કેરો ઘાવ
:::::જોઉં કેમ ઝીલે તવ કાય.
આઘાતે આઘાતે ચૂર ચૂર
:::તારી તમોછાયા રહે નહીં ક્યાંય...
::::::આ...હા... આય આય.
<center>'''ભૂલીએ જુદાઈ ભાઈ'''</center>
આજ ગિરિસમંદર પાળની આપણે ભૂલીએ જુદાઈ, ભાઈ !
એક હવાને જ વાણે રહે તવ આપણો તંત વણાઈ.
ઊઘડતું પેલું ફૂલ સુગંધને વેરતું મોકળે મન,
આભનાં કિરણ અંતરમાં રમે વીંધી દલેદલ વન;
લેશ નહિ એને લેવું, ઉરે તો ય રે’તું ગગંન સમાઈ :
::::::ભૂલીએ જુદાઈ, ભાઈ !
સાંકડે મારગ વહેતી સરિત ને બંધ છૂટે ત્યહીં સિંધુ,
અંતરિયાળ છવાય તે વાદળ નીરનાં કેવળ બિંદુ;
પુકુર હોય તે પોઢે નિરંતર શેવાળનો પટ સ્હાઈ :
::::::ભૂલીએ જુદાઈ, ભાઈ !
દીઠ અદીઠ જે આપણું રૂપ તે આપણથી અણજાણ્યું,
આ જગ આપણું બિંબ, ખૂલી જેની આંખ તેણે પરમાણ્યું;
એક આકાશ, પ્રકાશ, વાયુ, જલ, ભૂમિની એક સગાઈ,
::::::ભૂલીએ જુદાઈ, ભાઈ !
<center>'''હે અભિનવ-પથ-યાત્રિક'''</center>
દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી,
હે અભિનવ પથ યાત્રિક એ દિક પ્રથમ અડે તવ એડી.
શાલ-તરુ-મર્મર, ઘન ગર્જન શમવતી કેવલ શાન્તિ
અરુણ કિરણની વિસલત સુંદર સ્મિતઉજ્જવળ દ્યુતિકાન્તિ.
અતુલ શક્તિમત યૌવન, નિર્ભય ડગ, અનિરુદ્ધ ઉમંગે,
હે અભિનવપથ યાત્રિક ચલ ચલ મુક્તકંઠ નિજ સંગે.
રમતી સરલ તવ ચાલ સહે નહિ ભાર, પરિગ્રહ ઝોળી;
અંગથકી ઉર મર્મ સ્પર્શતાં બંધન દે સહુ ખોલી.
ખુલ્લે મન, કર મહિં એકલ ધરી દ્રઢ સંકલ્પની યષ્ટિ,
હે અભિનવ પથ યાત્રિક ચલ ચલ દૂર ન ઝંખન-સૃષ્ટિ.
<center>'''પુણ્ય-ભારતભૂમિ'''</center>
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.
:::::જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
:::ઉદિતસ્વર્ણિમ સૂર્ય હે,
:::::જય શાન્ત કૌમુદી ધવલ-યામિની
:::વિધુ સુધારસ પૂર્ણ હૈ;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.
:::::જહીં સત્ય, નિર્મલ, ચિત, ધર્મ
:::નિ:શંક, નિરલસ કર્મ હે,
:::::જહીં હૃદય મનનો મેળ, સંગ
:::નિઃસંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.
:::::જય નિમ્ન ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
:::એક સંહતિ, સર્વ હે,
:::::જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
:::નિત્યનૂતન પર્વ હે:
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ, સાગર, અંબર.
</poem>


<center>સંદર્ભ</center>
<center>સંદર્ભ</center>