શાંત કોલાહલ/ચૈત્રનું પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
ચૈત્રનું પ્રભાત
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 14: | Line 14: | ||
શ્રુતિ મંત્ર | શ્રુતિ મંત્ર | ||
અવધાન-નત | અવધાન-નત નેત્ર | ||
નત | નત કૈંક | ||
શિર | શિર | ||
Revision as of 05:26, 2 April 2023
શીતલ
સવારનો સમીર
ઓસજલ
સ્નપિત
વસુંધરાને અંગ
ઝીણું વાદળનું ચીર
કુંદની સુગંધ
ભૃંગ રવ
શ્રુતિ મંત્ર
અવધાન-નત નેત્ર
નત કૈંક
શિર
ત્યહીં
વરેણ્ય ભર્ગની તર્જનીથી
સૂર્ય
ચિબુકને કરે મૃદુ સ્પર્શ
ક્પોલની સ્નિગ્ધ અરુણાઈ
કુંજમહીં
વિહંગની વાજે શરણાઈ