શાંત કોલાહલ/૬ તોરી વાત વેલાતી: Difference between revisions
Jump to navigation
Jump to search
૬ તોરી વાત વેલાતી
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 16: | Line 16: | ||
::::હોય ન ઝાઝો શોર ! | ::::હોય ન ઝાઝો શોર ! | ||
આમ રે આવાં રૂપનો, એલિ ! | આમ રે આવાં રૂપનો, એલિ ! | ||
::::જોયલો ના | ::::જોયલો ના કૈં તોર ! | ||
કાળજે લગન લાગતાં લાગી | કાળજે લગન લાગતાં લાગી | ||
::::અળગી એને નવ મેલાતી. | ::::અળગી એને નવ મેલાતી. |
Revision as of 16:01, 13 April 2023
છોરી ! તોરી વાત વેલાતી :
આવડે ના તોય ઉકલે મરમ
મનમાં એની મ્હેક ફેલાતી.
આંહિની ઘેલી ટહુકે મેનાં
કોઈ રે ડાળે દૂર :
અવર લોકની અપસરી તું
સોડમાં સરે ભૂર !
લ્હેરીયાને લોળ હેરણાં લેતી
નજરું પાછી નવ ઠેલાતી !
સ્હેલમાં આવી મળતું એનો
હોય ન ઝાઝો શોર !
આમ રે આવાં રૂપનો, એલિ !
જોયલો ના કૈં તોર !
કાળજે લગન લાગતાં લાગી
અળગી એને નવ મેલાતી.
જાગતી ચોગમ સીમ ને તોયે
એકલ આપણ દોઉ;
તીરની ઉપર તોય રે ઊંડાં
જલમાં ડૂબ્યાં જોઉં :
તડકે તપ્યું રાન ભલેને
આંહિ તો પૂનમ રાત રેલાતી.