શાંત કોલાહલ/તવ પ્રવેશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
Line 3: Line 3:
<center>'''તવ પ્રવેશે'''</center>
<center>'''તવ પ્રવેશે'''</center>


<poem>
{{block center|<poem>
અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને
અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને
પુલિનપટમાં મંદસ્રોતા વહી રહી વાત્રક;
પુલિનપટમાં મંદસ્રોતા વહી રહી વાત્રક;
Line 19: Line 19:


પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ;
પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ;
સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.
સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.}}
</poem>
</poem>



Revision as of 23:12, 15 April 2023


તવ પ્રવેશે

{{block center|

અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને
પુલિનપટમાં મંદસ્રોતા વહી રહી વાત્રક;
જલલહરભીની વેળુમાં ઊગ્યાં કંઈ વેતસ,
ત્યહીં નજીક કોઈ એકાકી નિહાળું વિહંગને,
ઇહ વિવિધ વર્ણે સોહંતી વિશાળ નિસર્ગશ્રી,
પ્રિય ! સહજ લાગે બારીથી મઢાયલ ચિત્ર શી.

પણ તવ પ્રવેશે એમાં આ કશું પરિવર્તન !
અવ અહીં રમે હિલ્લોલંતી હવા અવકાશનાં
અમિત ગહનોને લ્હેર્યુંમાં ઉછાળતી; પ્રાણના
સકલ કરણે સ્પર્શી રે’તાં મુદામય સ્પંદન !
વિહગ ટહુકે, એનો રેલે દિગન્ત પ્રતિધ્વનિ:
રગરગ મહીં જાણે આરોહતી ગતિ સૂર્યની !

પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ;
સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.}}