દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૩. લોહદંડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. લોહદંડ|મનહર છંદ}} <poem> દીઠો એક લોહ દંડ, અખંડ પ્રચંડ પંડ, કાઠથી કઠોરને અનમ્ર દીસે આવતાં, દૂધ દધિ ઘૃત મધ પાઈએ જો પંચામૃત, નરમ ન પડે અંગ અત્તર લગાવતાં; મધુર વચનની મધુરતાથી માને ન...")
 
No edit summary
 
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૨. વાણી થકી જાણીએ
|next =  
|next = ૨૪. ગંગામાં ગયું જે જળ
}}
}}

Latest revision as of 10:29, 21 April 2023


૨૩. લોહદંડ

મનહર છંદ


દીઠો એક લોહ દંડ, અખંડ પ્રચંડ પંડ,
કાઠથી કઠોરને અનમ્ર દીસે આવતાં,
દૂધ દધિ ઘૃત મધ પાઈએ જો પંચામૃત,
નરમ ન પડે અંગ અત્તર લગાવતાં;
મધુર વચનની મધુરતાથી માને નહીં,
જડ જેવો જડ સમજે ન સમજાવતાં;
કહે દલપત એવા કઠોરની કાયા નમે,
તાપથી માર મારીને નમાવતાં.