દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૮. મનરૂપી ઘોડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. મનરૂપી ઘોડો|કવિત}} <poem> મનરૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો– જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે; ગણે નહિ ટાઢ તાપ, ગણે નહિ પુણ્ય પાપ, ગણે ન અમાપ પ્રૌઢ, પાણીતણું પૂર તે; ઉડીને આકા...")
 
No edit summary
 
Line 14: Line 14:
જો કદાપિ કરે આમ ફાવતું ફીતૂર તે.
જો કદાપિ કરે આમ ફાવતું ફીતૂર તે.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૭. હાથને હું હુકમ કરું
|next =  
|next = ૨૯. વિવિધ ઋતુઓનું વર્ણન
}}
}}

Latest revision as of 10:35, 21 April 2023


૨૮. મનરૂપી ઘોડો

કવિત


મનરૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો–
જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે;
ગણે નહિ ટાઢ તાપ, ગણે નહિ પુણ્ય પાપ,
ગણે ન અમાપ પ્રૌઢ, પાણીતણું પૂર તે;
ઉડીને આકાશ જાય, કુદીને કૈલાશ જાય,
પાતાળની પાસ જાય, જલદી જરૂર તે;
કહે દલપતરામ, શી રીતે લવાય ઠામ,
જો કદાપિ કરે આમ ફાવતું ફીતૂર તે.