દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૭. હાથને હું હુકમ કરું
Jump to navigation
Jump to search
૨૭. હાથને હું હુકમ કરું તનુજ
મનહર છંદ
હાથને હું હુકમ કરું તે કામ કરે હાથ,
પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે;
આંખને હું આગના કરું તે અવલોકે આંખ
કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે;
જીભને બોલાવું તેમ તે તો બોલે છે બિચારી,
ડોકાને હલાવા ચાહું તેમ ડોકું હાલે છે;
મન મારા હુકમ ન માને દલપત કહે,
ખાતરી પોતાની કરી ખરી વાત ઝાલે છે.