દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૪. હેમંત ઋતુનું વર્ણન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૪. હેમંત ઋતુનું વર્ણન|ઉપજાતિ વૃત્ત}} <poem> જુઓ બની આતસ કેરિ બાજી, જોઈ હૃદેમાં જન થાય રાજી; જોતાં દિસે પા ઘડી ખેલ ખાસો, એવો જ છે આ જગનો તમાસો. કોઠીથી દારૂ સળગી ઊઠે છે, જાણે ઉગ્યું ક...")
 
No edit summary
 
Line 43: Line 43:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૩૩. આખા શિયાળા વિષે
|next =  
|next = ૩૫. વસંત ઋતુનું વર્ણન
}}
}}

Latest revision as of 10:50, 21 April 2023


૩૪. હેમંત ઋતુનું વર્ણન

ઉપજાતિ વૃત્ત


જુઓ બની આતસ કેરિ બાજી,
જોઈ હૃદેમાં જન થાય રાજી;
જોતાં દિસે પા ઘડી ખેલ ખાસો,
એવો જ છે આ જગનો તમાસો.

કોઠીથી દારૂ સળગી ઊઠે છે,
જાણે ઉગ્યું કાંચન ઝાડ એ છે;
શાખા દિસે પત્ર ફુલો ખરે છે,
જોવા થકી માત્ર ખુશી કરે છે.

તે ફુલ ને જે ફુલ બાગ કેરાં,
છે એક નામે ગુણ તો જુદેરા;
એવી જ રીતે જગમાં પ્રમાણો,
જેનો જનોમાં પણ ફેર જાણો.

આકાશમાં ઊંચી ચઢે હવાઈ,
તારા ખરે તે નિરખો નવાઈ;
જાણે ભલું બાણ તહાં ચડાવ્યું,
તારા નભેથી જઈ પાડી લાવ્યું.

પ્રભા જુઓ પૂર્ણ બપોરિયાની,
ભાસે ભલી તે પણ છે કહ્યાની,
જો એવી રીતે જ બપોર થાત,
તો સૂર્યની પૂછત કોણ વાત.

ફટાકિયા તો બહુ ઠામ ફૂટે,
જાણે કઢેલા પર ધાણી ફૂટે;
અનેક આકાર બીજા કર્યા છે,
ખજૂરી ને ચાદર ફાળકા છે.

વહી પુજી સાકર પાન વેંચે,
નામાં નવાં ખૂબ ખુશીથી ખેંચે;
દેવાલયોમાં અનકૂટ થાય,
જનો વિષે હર્ષ ઘણો જણાય.