દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૨. પરોઢિયું: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. પરોઢિયું|ઉપજાતિ વૃત્ત}} <poem> ઘંટા તણા ચાર ટકોર વાગ્યા, ઉદ્યોગી લોકો જન સર્વ જાગ્યા; જાણે શ્રુતિ ચાર તણા ઉચારે, મુમુક્ષુ અજ્ઞાનપણું ઉતારે. પૂર્વે ઉગ્યો શુક્રતણો શિતારો, તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 58: | Line 58: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૧. આથમતા તારા તથા ચંદ્ર | ||
|next = | |next = ૪૩. જળવર્ણન | ||
}} | }} |
Latest revision as of 07:00, 22 April 2023
ઉપજાતિ વૃત્ત
ઘંટા તણા ચાર ટકોર વાગ્યા,
ઉદ્યોગી લોકો જન સર્વ જાગ્યા;
જાણે શ્રુતિ ચાર તણા ઉચારે,
મુમુક્ષુ અજ્ઞાનપણું ઉતારે.
પૂર્વે ઉગ્યો શુક્રતણો શિતારો,
તેજસ્વી તો શોભિત શ્રેષ્ઠ સારો;
શું સૂર્યનો તે સરદાર આવ્યો,
સંધિ કરાવા શુભ વિષ્ટિ લાવ્યો.
પરોઢિયે શીતળ વાયુ વાય,
તેથી પડે ટાઢ અને ધુજાય;
કુરાજ્યમાં જેમ જનો ન જંપે,
બીકે બધાં લોકની કાય કંપે.
પરોઢિયે ઝાકળ તો પડે છે,
ભીનાં થયેલાં તરુ તે વડે છે;
જાણે નિશાસુંદરી છાંડી ધીર,
રોઈ ધરાવે નિજ નેણ નીર.
કૂકૂ સ્વરો કુક્કુટ તો કરે છે,
સર્વત્ર જેના સ્વર સંચરે છે;
જાણે રવિરાય પધારનારો,
તેના છડીદાર તણા ઉચારો.
વાજે રૂડાં ચોઘડિયાં નગારાં,
જે લોકને નિત્ય જગાડનારાં;
જાણે નવા રાજ્યની ફોલ આવે,
તેની બડી નોબત આ બજાવે.
ઘંટીતણા ઘોષ ઘણાક થાય,
દાણા પડ્યા બે પડમાં દળાય;
આકાશ પૃથ્વી પડ બે પ્રમાણો,
જીવો પડ્યા તેમ દળાય જાણો.
મહી વલોવે મહિયારી નારી,
તજી બીજું માખણ લે ઉતારી;
તે જેમ સુજ્ઞો સુણી શાસ્ત્રબોધ,
તજે બીજું સંઘરી સાર શોધ.
સીમા ભણી શબ્દ કરે શિયાળ,
કાને પડે ઘોષ ઘણા કરાળ;
જાણે નિશાનિ ચમુને જણાવે,
નાસો હવે સૂર્યનું સૈન્ય આવે.
વિદ્યાર્થી પાઠ ઉઠી કરે છે,
જાણે રવિના જશ ઊચરે છે;
પ્રભાતિયાં ગાય સુભક્ત પ્રીતે,
જાણે રવિના ગુણ ગાય ગીતે.