દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૮. હોરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬૮. હોરી|}} <poem> </poem> <br> {{HeaderNav2 |previous = |next = }}")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:

<poem>
<poem>
ઘેર આવો વસંત વિલાસી; વિલાસી, ઘેર. ટેક

</poem>
આવે સમે કેમ આપ થયા છો, પિયુ પરદેશ પ્રવાસી;
અવધ ઉપર દિન અધિક ગયા છે, ફાગણની ગુણ રાશી;
પ્રિયા આવી પૂરણ માસી, ઘેર આવો વસંત વિલાસી.
 
લખી લખી કાગળ લખવાની લેખણ, ઘણું લખતાં ગઈ ઘાસી;
આપનો ઉત્તર એકે ન આવ્યો, એ થકી થઈ છું ઉદાસી;
નકી બેઠી થઈને નિરાશી, ઘેર આવો વસંત વિલાસી.
 
કંથ કથનથકી કોલ કર્યો હતો, એક દિન બેસી અગાશી;
પ્યારી તને નહિ પલક વિસારું, તે નથી જોતા તપાસી;
સ્વામી કેમ મળશે શાબાશી, ઘેર આવો વસંત વિલાસી.

પિયુ તમ અરથે પલંગ બિછાવું, ખાટ બાંધું ખૂબ ખાસી;
ચંપા ચંબેલી ગુલાબના ગજરા, હાર પહેરાવું હુલાસી;
વંદન જોઉં નેણ વિકાસી, ઘેર આવો વસંત વિલાસી.

આ ઋતુમાં રમે પિયુ સંગ પ્રેમદા, હેતે કરી કરી હાંસી;
દલપતરામના દેવે દીધી હોય, જોડ જો રામ સીતાશી;
કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી.
</poem>

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૬૭. ઘરસૂત્રની આંટી ઉકેલવા વિષે
|next =  
|next = ૬૯. મહિના
}}
}}

Latest revision as of 05:09, 23 April 2023

૬૮. હોરી