દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૮. સગાભાઈ શિશુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૮. સગાભાઈ શિશુ|મનહર છંદ}} <poem> એક કહે તારો દેવ ખાતો નથી પીતો નથી, રાંધીને રસોઈ એની આગળ શી ધરવી; બીજો કહે તારો દેવ બધીર ને મુંગો છે તે ઉત્તર ન આપે એની પ્રાર્થના શી કરવી; બંને જણા જગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮૭. બહુરૂપી ઈશ્વરની સ્તુતિ | ||
|next = | |next = ૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે | ||
}} | }} |
Latest revision as of 07:47, 23 April 2023
૮૮. સગાભાઈ શિશુ
મનહર છંદ
એક કહે તારો દેવ ખાતો નથી પીતો નથી,
રાંધીને રસોઈ એની આગળ શી ધરવી;
બીજો કહે તારો દેવ બધીર ને મુંગો છે તે
ઉત્તર ન આપે એની પ્રાર્થના શી કરવી;
બંને જણા જગતના નાથનેજ ભજનારા,
નથી જાણતા જે નિંદા કેની આ ઉચરવી;
કહે દલપતરામ જેમ સગા ભાઈ શીશુ,
એક બીજાની માને તે ગાળો દે તે ગરવી.