યાત્રા/આભનો ખેડૈયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 24: Line 24:
{{space}}{{space}}{{space}} કોળ્યા તારલા અંબાર,
{{space}}{{space}}{{space}} કોળ્યા તારલા અંબાર,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
{{space}}{{space}}{{space}} લખ લખ સૂંડેલા ઉતાર,
{{space}}{{space}}{{space}} લખ લખ સુંડલા ઉતાર,
{{space}}{{space}}{{space}} ખરા ખેડના બલિહાર;
{{space}}{{space}}{{space}} ખરા ખેડના બલિહાર;
{{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો,
{{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો,

Revision as of 15:16, 11 May 2023

આભનો ખેડૈયો

ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં,
                   દિગદિગ પહોળા રે પગથાર,
          ભલો રે ખેડૈયો આદિ કાળનો.

આઘે રે આઘે ગગન આંજિયાં,
                            આછાં ઉગમણી ધાર,
ઓરાં રે ઓરાં આભ ચાસિયાં
                   હળથી ચાસ્યાં વીજળિયાળ,
                   વીંધ્યાં અંધારાં બંધિયાર,
          ભલો રે ખેડૈયો આદિ કાળનો.

ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે,
                   ધણણે આભનાં મેલાણ,
હિમાળી બાંધી તે પાઘ ખેડુએ
                            પગમાં પવનનાં પલાણ,
                            નિત નિત નવલાં ખેડાણ;
          ભલો રે ખેડૈયો આદિ કાળનો.

વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં,
                            કોળ્યા તારલા અંબાર,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
                            લખ લખ સુંડલા ઉતાર,
                            ખરા ખેડના બલિહાર;
          ભલો રે ખેડૈયો આદિ કાળનો,
          આભનો ખેડૈયો આદિ કાળનો.

ઑક્ટોબર, ૧૯૩૯