યાત્રા/એક કિલ્લાને તોડી પડાતો જોઈને: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|એક કિલ્લાને તોડી પડાતો જોઈને|}} <poem> (૧) અહીં નથી મુહૂર્ત, મંગલપ્રદીપ ના, ધૂપ ના, ન કુંકુમ, ન પુષ્પ, સ્વસ્તિક નથી, નથી અર્ચના, પુરોહિત ન મૌલવી, ન અહીં મંગલપ્રાર્થી કો, ન શિલ્પગુરુ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 9: Line 9:
ન કુંકુમ, ન પુષ્પ, સ્વસ્તિક નથી, નથી અર્ચના,  
ન કુંકુમ, ન પુષ્પ, સ્વસ્તિક નથી, નથી અર્ચના,  
પુરોહિત ન મૌલવી, ન અહીં મંગલપ્રાર્થી કો,  
પુરોહિત ન મૌલવી, ન અહીં મંગલપ્રાર્થી કો,  
ન શિલ્પગુરુ કો, નથી અગણ સંઘ તજજ્ઞો તણો,  
ન શિલ્પગુરુ કો, નથી અગણ સંઘ તજ્‌જ્ઞો તણો,  
નહીં બૃહદ્ યોજના, ઢગ નહીં સરંજામના.  
નહીં બૃહદ્ યોજના, ઢગ નહીં સરંજામના.  
અહો બદનસીબ કોટ! તુજ આજ ઉત્ખાતને  
અહો બદનસીબ કોટ! તુજ આજ ઉત્ખાતને  
Line 29: Line 29:
નિહાળી તુજ દુર્ગ-રૂપ જન શ્વસ્ત સૌ પોઢતાં.
નિહાળી તુજ દુર્ગ-રૂપ જન શ્વસ્ત સૌ પોઢતાં.


પુરાતન સમે ભલે અચળ દીર્ઘ દુર્ધર્ષ તું  
પુરાતન સમે ભલે અચળ દીર્ઘ દુર્ધર્ષ તું,
ખડો અરિદળોની સંમુખ અભેદ્ય, ઉત્તુંગ તું,  
ખડો અરિદળોની સંમુખ અભેદ્ય, ઉત્તુંગ તું,  
બની કમઠ-ઢાલ વજ્જર વિદારી પાછાં કર્યા,  
બની કમઠ-ઢાલ વજ્જર વિદારી પાછાં કર્યાં,  
પ્રરક્ષક તું ચંડ આ નગરશ્રી તણો દિગ્ગજ!
પ્રરક્ષક તું ચંડ આ નગરશ્રી તણો દિગ્ગજ!


હવાં નથી તું, દુર્ગ! દુર્ગમ, અભેદ્ય, ઉત્તુંગ ના;  
હવાં નથી તું, દુર્ગ ! દુર્ગમ, અભેદ્ય, ઉત્તુંગ ના;  
તને ટપી જતાં અહીં ત્રણ બદામનાં મ્હેલડાં,  
તને ટપી જતાં અહીં ત્રણ બદામનાં મ્હેલડાં,  
ઝટોઝટ ઊંચાં ઊંચાં શિર કરી વિહાસે તને,  
ઝટોઝટ ઉંચાં ઉંચાં શિર કરી વિહાસે તને,  
ખણે શુકર શ્વાન ગર્દભ લલાટ તારું ખરે.
ખણે શુકર શ્વાન ગર્દભ લલાટ તારું ખરે.


શી ચંચલ દશા! કશી ન’તી કરામતોની કમી,  
શી ચંચલ દશા! કશી ન ’તી કરામતોની કમી,  
કૃતાંત તણી કૂચને પણ શકી ન એકે ક્રમી.
કૃતાંત તણી કૂચને પણ શકી ન એકે ક્રમી.


Line 45: Line 45:


અતિક્રમી શક્યું નહીં કદમ કાળનાં કોઈ, સૌ  
અતિક્રમી શક્યું નહીં કદમ કાળનાં કોઈ, સૌ  
અનુક્રમી રહ્યું કૃતાંત-પગલી, પૃથુ પંથ પે  
અનુક્રમી રહ્યું કૃતાંત-પગલી, પૃથુ પંથ પે ૩૦
ધરા-રથ ધસે, હવાં બૃહદ ઉચ્ચ અભ્રંકષ  
ધરા-રથ ધસે, હવાં બૃહદ ઉચ્ચ અભ્રંકષ  
બને ક્ષણ પછી લઘુ અવચ ને ધરાશાયી તે.  
બને ક્ષણ પછી લઘુ અવચ ને ધરાશાયી તે.  
Line 51: Line 51:
અહો સફર શી અપૂર્વ, અતિકાય હે દુર્ગ, તેં  
અહો સફર શી અપૂર્વ, અતિકાય હે દુર્ગ, તેં  
નિહાળી નજરે મનુષ્ય લઘુકાયની, વામણો  
નિહાળી નજરે મનુષ્ય લઘુકાયની, વામણો  
ધરા ઉપર શું ટગુમગુ પળંત જંતુ સમો  
ધરા ઉપર શું ટગૂમગુ પળંત જંતુ સમો  
ધસે ગગન આંબતો ગરુડ, માતરિશ્વા શું વા!  
ધસે ગગન આંબતો ગરુડ, માતરિશ્વા શું વા!  


Line 58: Line 58:
ગયા ભુજબળો તણા, પ્રખર દ્વંદ્વના, ટેકના.
ગયા ભુજબળો તણા, પ્રખર દ્વંદ્વના, ટેકના.


હવે અસિ ન, અશ્વ, ચાપ, નહિ તોપ બંદૂક, ના  
હવે અસિ ન, અશ્વ, ચાપ, નહિ તોપ બંદૂક, ના ૪૦
કશુંય અહીં કામયાબ, તહીં જીર્ણ ને વૃદ્ધ હે,  
કશુંય અહીં કામયાબ, તહીં જીર્ણ ને વૃદ્ધ હે,  
તને નહિ નભાવશે જગ જિગીષણા-ક્ષુબ્ધ આ!
તને નહિ નભાવશે જગ જિગીષણા-ક્ષુબ્ધ આ!
Line 65: Line 65:


જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે ક્યહીં,  
જિગીષુ જગ ક્ષુબ્ધ આજ, નહિ પાજ એકે ક્યહીં,  
અફાટ મદ-ક્ષોભ-સાગર વિશે ન નૌકા ક્યહીં,  
અફાટ મદ-ક્ષોભ-સાગર વિષે ન નૌકા ક્યહીં,  
યુગોયુગ ટકી તું અંતર ટકાવી રાખ્યે ગયો,  
યુગોયુગ ટકી તું અંતર ટકાવી રાખ્યે ગયો,  
હવે તુંય તૂટે, પછી કશું જ એવું જે ના તૂટે?  
હવે તુંય તુટે, પછી કશું જ એવું જે ના તૂટે?  


મથી મથી મનુષ્યજાત રચી દુર્ગ તું શા શકી,  
મથી મથી મનુષ્યજાત રચી દુર્ગ તું શા શકી,  
ખરે, પણ ત્યહીં ન આશ ટકવાની ના ના ટકી.  
ખરે, પણ ત્યહીં ન આશ ટકવાની ના ના ટકી.  
થતા સુગમ દુર્ગ, દુર્ગ-રચના હવે ક્યાં હવી?  
થતા સુગમ દુર્ગ, દુર્ગ-રચના હવે ક્યાં હવી?  
જળો મહીં, હવા મહીં, ગગન માંહી, અંત્રિક્ષમાં?
જળો મહીં, હવા મહીં, ગગન માંહી, અંત્રિક્ષમાં? ૫૦


અહો ધસમસે મનુષ્ય-ઉરની જિગીષા-ક્ષુધા,  
અહો ધસમસે મનુષ્ય-ઉરની જિગીષા-ક્ષુધા,  
Line 85: Line 85:


બધા જય પરાજયો? સકલ મંગલો જંગલ?  
બધા જય પરાજયો? સકલ મંગલો જંગલ?  
નહીં, જહીં લગી હજી પરમ સત્ય ના જીતશે,  
નહીં. જહીં લગી હજી પરમ સત્ય ના જીતશે,  
તહીં લગ અહીં અઘોર ઘમસાણ ર્હેશે મચી,  
તહીં લગ અહીં અઘોર ઘમસાણ ર્‌હેશે મચી,  
અને ધરતી હા, સદા રુધિર-પંક ર્હેશે પચી.
અને ધરતી હા, સદા રુધિર-પંક ર્‌હેશે પચી. ૬૦


તુંયે અડગ દુર્ગ આજ ડગતો, ડગાવે તને  
તું યે અડગ દુર્ગ આજ ડગતો, ડગાવે તને  
કયું પરમ સત્ય? શું, અચળ દુર્ગ તો તે જ જે  
કયું પરમ સત્ય? શું, અચળ દુર્ગ તો તે જ જે  
રચાય મનુ-અંતરે વિમલ સત્ય-સંધાનનો,
રચાય મનુ-અંતરે વિમલ સત્ય-સંધાનનો,
સમસ્ત જગને અમોઘ પ્રણયેથી સંરક્ષતો?
સમસ્ત જગને અમોઘ પ્રણયેથી સંરક્ષતો?


સુદૂર અહ સ્વપ્ન! રમ્ય અભિરામ માંગલ્ય-શું!  
સુદૂર અહ સ્વપ્ન! રમ્ય અભિરામ માંગલ્ય શું!  
ઊડે ઊડતી ધૂળમાં મધુર ઝાંય એ ભાવિની.  
ઉડે ઉડતી ધૂળમાં મધુર ઝાંય એ ભાવિની.  
તું આ ખરતી કાંકરી મહીં હરે નિરાશા બધી,  
તું આ ખરતી કાંકરી મહીં હરે નિરાશા બધી,  
અને ચડતી આશ ઊર્ધ્વ ગગને સુદુર્ગા બની.
અને ચડતી આશ ઊર્ધ્વ ગગને સુદુર્ગા બની.


ભલે અહીં ન ધૂપ દીપ ફૂલમાળ, ના અર્ચના,  
ભલે અહીં ન ધૂપ દીપ ફૂલમાળ, ના અર્ચના,  
છતાં અહીં ધુળેટીમાં નવવસંત-આરાધના.
છતાં અહીં ધુળેટીમાં નવવસંત-આરાધના. ૭૦
</poem>
</poem>