યાત્રા/નવ ઠરતું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવ ઠરતું|}} <poem> અંતર ક્યાંય કયાંય નવ ઠરતું, તલસત તલસત કો રસનો રસ, {{space}} નિત્ય નયન નિર્ઝરતું. અંતરo કુંજકુંજનાં ફુલડે ફુલડે {{space}} મેં દૃગરસ જઈ ઢાળ્યો, પણ એકે નહિ પૃથિવીકુસુમે {{space}} મુ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 17: | Line 17: | ||
{{space}} નહિ નયણાંને ઢૂક્યો. અંતરo | {{space}} નહિ નયણાંને ઢૂક્યો. અંતરo | ||
રે મન, | રે મન, કયાં ય હશે મુદસાગર? | ||
{{space}} ક્યાંય હશે ઋત-મેરુ? | {{space}} ક્યાંય હશે ઋત-મેરુ? | ||
શું કો જ્યોત અમર ક્યહીં જલતી? | શું કો જ્યોત અમર ક્યહીં જલતી? | ||
{{space}} કો મુજ | {{space}} કો મુજ સરખો ભેરુ? અંતરo | ||
કહે દિલ, આ ચલ ચંચલ જગમાં | કહે દિલ, આ ચલ ચંચલ જગમાં |
Revision as of 15:28, 14 May 2023
નવ ઠરતું
અંતર ક્યાંય કયાંય નવ ઠરતું,
તલસત તલસત કો રસનો રસ,
નિત્ય નયન નિર્ઝરતું. અંતરo
કુંજકુંજનાં ફુલડે ફુલડે
મેં દૃગરસ જઈ ઢાળ્યો,
પણ એકે નહિ પૃથિવીકુસુમે
મુજ પ્રીતિરસ વાળ્યો. અંતરo
આ કવિઓનાં રસગોરસમાં
મરકટ થઈ હું ઘૂમ્યો,
પણ અણથીજ્યો કો રસનિર્ઝર
નહિ નયણાંને ઢૂક્યો. અંતરo
રે મન, કયાં ય હશે મુદસાગર?
ક્યાંય હશે ઋત-મેરુ?
શું કો જ્યોત અમર ક્યહીં જલતી?
કો મુજ સરખો ભેરુ? અંતરo
કહે દિલ, આ ચલ ચંચલ જગમાં
કોણ અચલ મમ આશા?
ક્યાં તુજ મુજ પ્રીતમ ધ્રુવ સાથી,
તિમિરવિહીન પ્રકાશા? અંતરo
જુલાઈ, ૧૯૪૭