યાત્રા/રહો સભર તૃપ્ત: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|રહો સભર તૃપ્ત|}} | {{Heading|રહો સભર તૃપ્ત|}} | ||
<poem> | {{block center| <poem> | ||
રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો | રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો | ||
મળ્યો નવ મળ્યો જગદ્રસતણો, ન પરવા ધરો; | મળ્યો નવ મળ્યો જગદ્રસતણો, ન પરવા ધરો; | ||
Line 20: | Line 20: | ||
અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી | અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી | ||
જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ. | જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ. | ||
<small>{{Right|ડિસેમ્બર, ૧૯૪૭}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 14:39, 19 May 2023
રહો સભર તૃપ્ત
રહો સભર તૃપ્ત, આત્મ! રસઘૂંટ એકાદ કો
મળ્યો નવ મળ્યો જગદ્રસતણો, ન પરવા ધરો;
મળ્યું અગર એક ચુંબન, મળ્યું ન વા, તો ભલે!
છલી અગર લક્ષ્મી-શક્તિ, નહિ વા, ભલે તો ભલે!
પ્રગાઢ મળ્યું એક ચુંબન? ન ઝંખ બીજું પછી,
સમસ્ત જગચુંબનોની અનુભૂતિ એ એકમાં,
અને અગર એક યે નવ મળ્યું? અહો તે ય તું
અજાણ રસનો ન, તારી ચિતિ ગૂઢ જાણે બધું.
અહો રસનિધે! રસો તણું રહસ્ય તેમાં બધું :
ત્વમેવ રસરૂપ, સર્વરસવિદ્, રસોત્સર્જક,
ત્વમેવ રસનાથ : એ સ્મૃતિ ભલે થઈ લુપ્ત; આ
જગત્ સહ ઘસાઈ લુપ્ત દ્યુતિને કરી દીપ્ત લે.
અને નિરખશે તું સિદ્ધ નિજ પૂર્ણતામાં પછી
જગદ્રસ બધા તવૈવ રસધિની ઊર્મિચ્છવિ.
ડિસેમ્બર, ૧૯૪૭