યાત્રા/નયન નિમીલિત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નયન નિમીલિત|}} <poem> નયન નિમીલિત તારાં {{space}} શાં ખોલે જગ રઢિયાળાં! દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે {{space}} પાંપણ પૂઠ વસ્યું શું? ઝંઝાઝપટે જે ન જડ્યું તે, {{space}} સ્થિર શિખરે જ ઠર્યું શું? વખરીન...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|નયન નિમીલિત|}}
{{Heading|નયન નિમીલિત|}}


<poem>
{{block center| <poem>
નયન નિમીલિત તારાં
નયન નિમીલિત તારાં
{{space}} શાં ખોલે જગ રઢિયાળાં!
{{space}} શાં ખોલે જગ રઢિયાળાં!


દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે
દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે
{{space}} પાંપણ પૂઠ વસ્યું શું?
{{space}} પાંપણ પૂંઠ વસ્યું શું?
ઝંઝાઝપટે જે ન જડ્યું તે,
ઝંઝાઝપટે જે ન જડ્યું તે,
{{space}} સ્થિર શિખરે જ ઠર્યું શું?
{{space}} સ્થિર શિખરે જ ઠર્યું શું?
Line 13: Line 13:
વખરીનાં શત શર ન વીંધે જે
વખરીનાં શત શર ન વીંધે જે
{{space}} મૌન થકી સાધ્યું શું?
{{space}} મૌન થકી સાધ્યું શું?
બાહુનાં બળ જે તે ત્યાં તે
બાહુનાં બળ જે ના જીત્યાં તે
{{space}} કરસંપુટ લાધ્યું શું?
{{space}} કરસંપુટ લાધ્યું શું?


Line 25: Line 25:
નયન જરા ખાલી દે તારાં;
નયન જરા ખાલી દે તારાં;
{{space}} છે વૈશ્વાનર વરસે.
{{space}} છે વૈશ્વાનર વરસે.
</poem>


{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૪}}


<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૪}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Latest revision as of 15:52, 20 May 2023

નયન નિમીલિત

નયન નિમીલિત તારાં
          શાં ખોલે જગ રઢિયાળાં!

દશ દિશ ઢૂંઢત જે ન મળ્યું તે
          પાંપણ પૂંઠ વસ્યું શું?
ઝંઝાઝપટે જે ન જડ્યું તે,
          સ્થિર શિખરે જ ઠર્યું શું?

વખરીનાં શત શર ન વીંધે જે
          મૌન થકી સાધ્યું શું?
બાહુનાં બળ જે ના જીત્યાં તે
          કરસંપુટ લાધ્યું શું?

એ મનના રથ ખેડણહારા,
          અશ્વ મૂક્યા છોડી શું?
કોઈ પવનની પાવડી સંગે
          પ્રીત અચલ જોડી શું?

કહે, અધીર અજંપાનાં અમ
          તરણાં પળ પળ તલસે,
નયન જરા ખાલી દે તારાં;
          છે વૈશ્વાનર વરસે.


ફેબ્રુઆરી, ૧૯૪૪