યાત્રા/યદિ જોવું –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
યદિ જોવું –

યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા
અકલંક કલા બધી ખીલ્યો,
પ્રહરે આઠ સદા નભે
રવિ સંગે — ઉડુ સંગ પ્રોજવલ્યો;

યદિ વા મન જો ’વગાહવા
અલુણા જલસાગરે; જ્યહીં
ભરતી નહિ કો ન ઓટ કો,
સભરાભર જ્યાં જલો છલે;

વસુધાતલ તો મનુષ્ય છે
પ્રગટ્યું એકલ વા કહો દ્વય,
અથવા બે જન તે જ એક છે
દૃગ તેને દૃગ માંડ તું જઈ.

ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર,
ઉડુઓનો ત્યહીં ભવ્ય આકર!


૨૦ મે, ૧૯૪૩