વસુધા/અહો પૃથ્વીમૈયા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(2 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:

<poem>
<poem>
જતાં જ્યોસ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી,
જતાં જ્યોત્સ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી,
સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી
સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી
કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ?
કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ?
અમારી નાનેરી મતિ મુંઝવશે ઝાઝી નહિ, મા!
અમારી નાનેરી મતિ મુંઝવશો ઝાઝી નહિ, મા!

તમે મૈયા, જાણે ભુવનભુવનોની ગતિ બધી,
તમે મૈયા, જાણો ભુવનભુવનોની ગતિ બધી,
ખિલી દિગ્દિવ્યાપી પ્રકૃતિઅટવીની પગથીઓ
ખિલી દિગ્‌દિગ્વ્યાપી પ્રકૃતિઅટવીની પગથીઓ
તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને,
તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને,
વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે.
વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે.
Line 16: Line 16:
અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું
અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે
અમારાં વાળી ઘો તૃષિત મુખનેત્રો, ભરી દિયો
અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો
દિગન્તી વિદ્યુત્ને અમ બટુક યાત્રાળુચરણે.
દિગન્તી વિદ્યુત્‌ને અમ બટુક યાત્રાળુચરણે.

ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ,
ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ,

Latest revision as of 01:21, 24 May 2023

અહો પૃથ્વીમૈયા!

જતાં જ્યોત્સ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી,
સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી
કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ?
અમારી નાનેરી મતિ મુંઝવશો ઝાઝી નહિ, મા!

તમે મૈયા, જાણો ભુવનભુવનોની ગતિ બધી,
ખિલી દિગ્‌દિગ્વ્યાપી પ્રકૃતિઅટવીની પગથીઓ
તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને,
વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે.

અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે
અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો
દિગન્તી વિદ્યુત્‌ને અમ બટુક યાત્રાળુચરણે.

ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ,
મૈયા, તો તો અમારી ફિટવીમિટવીએ મૂઢ જીવ્યાની રીતિ.