વસુધા/કોક આવે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 7: | Line 7: | ||
:: થઈ વંટોળ આવે છે. | :: થઈ વંટોળ આવે છે. | ||
નયનને | નયનને બારણે ઊભી ટકોરા કૈં લગાવે છે, | ||
મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે. | મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે. | ||
Line 19: | Line 19: | ||
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે. | ‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે. | ||
હૃદયની ખોલતાં ખિડકી, મિંચી | હૃદયની ખોલતાં ખિડકી, મિંચી આંખો ઝુકાવે છે, | ||
અહા એ મૌત કે જીવન કયો પૈગામ લાવે છે? | અહા એ મૌત કે જીવન કયો પૈગામ લાવે છે? | ||
Latest revision as of 01:50, 24 May 2023
કોક આવે છે
કદીકે કોક આવે છે,
જીવનની નાની કેડીએ
થઈ વંટોળ આવે છે.
નયનને બારણે ઊભી ટકોરા કૈં લગાવે છે,
મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે.
કદીકે ચિત્તની ચોકી વટાવી દમ ભરાવે છે,
ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે.
ધરીને શકલ યારીની મગજ ભોળું ભમાવે છે,
નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે.
બચુકડી આશગુડિયાને અજબ તાલે નચાવે છે,
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે.
હૃદયની ખોલતાં ખિડકી, મિંચી આંખો ઝુકાવે છે,
અહા એ મૌત કે જીવન કયો પૈગામ લાવે છે?
કદીકે કોક આવે છે,
અજબ ખુશબૂ ભર્યો ગાંડો
થઈ વંટોળ આવે છે.