વસુધા/જવા દે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 21: Line 21:
સૌન્દર્યપાનાર્થ કૃદંત અન્ધ થૈ.
સૌન્દર્યપાનાર્થ કૃદંત અન્ધ થૈ.
ને આંખડી એ લટને નિહાળતી
ને આંખડી એ લટને નિહાળતી
ઊંચી થઈને ઢળતી વળવળી.
ઊંચી થઈને ઢળતી વળીવળી.


લે એ સમારી વિખરેલ સૌ લટો,
લે એ સમારી વિખરેલ સૌ લટો,
ને સ્વસ્થ તારાં નયને કરી લે.
ને સ્વસ્થ તારાં નયનો કરી લે.
ના આંખનાં એ નિરખાય નાચણાં, ૨૦
ના આંખનાં એ નિરખાય નાચણાં, ૨૦
ના એ લટોનાં જિરવાય કૂદણાં.
ના એ લટોનાં જિરવાય કૂદણાં.

Latest revision as of 03:16, 24 May 2023

જવા દે

એ વાળની કાં લટ રે છુટી ઉડે?
એ પાંપણો કાં પલકાય પાંખ શી?
એ આંખમાં શું ઉછળી ઢળી પડે?

ગુંથીગુંથી કેશકલાપ સર્પ શો,
અંબોડલે સ્નિગ્ધલ કેવડો ધર્યો,–
ગુલાબને ઉપર ત્યાં પછી જડ્યું?
નહીં, જડ્યું અંતર કાઢી દેહથી!
એ અંતરે અંતર કોઈનું ઢળ્યું,
જડ્યા ગુલાબે મનડું ઢળી પડ્યું.

ગૂંથેલ એ કેશથકી છુટી પડી, ૧૦
સ્વચ્છન્દ ઊડી લટ ત્યાં કુદી રહી,
કપોલને એ કરતી ગલી રહી,
કપાળમાં નર્તન આદરી રહી.
બંધાયેલી એ છટકી જ બંધથી,
સૌન્દર્યપાનાર્થ કૃદંત અન્ધ થૈ.
ને આંખડી એ લટને નિહાળતી
ઊંચી થઈને ઢળતી વળીવળી.

લે એ સમારી વિખરેલ સૌ લટો,
ને સ્વસ્થ તારાં નયનો કરી લે.
ના આંખનાં એ નિરખાય નાચણાં, ૨૦
ના એ લટોનાં જિરવાય કૂદણાં.

ગુલાબને અંતરમાં છુપાવી લે,
મઢ્યા ગુલાબે જકડાયલા અને
તે કોઈના અંતરને જવા તું દે.