ગંધમંજૂષા/કેટલાંક જળચિત્રો: Difference between revisions
(+created chapter) |
(No difference)
|
Revision as of 05:28, 28 May 2023
કેટલાંક જળચિત્રો
ટપ ટપાટપ ટપ ટપ જળ ઝરે-સૂની સીમ ૫૨, ખેતર પર ખેતર વચ્ચે ઊભેલા વડ ૫૨ વડના નગારા જેવા એક એક પર્ણ પર
ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ અષાઢનો મેઘ ધાધાધા ધોધોધો ધાધાધા ધોધોધો ધારાએ ધારાએ ગાય
ત્યાં જો સરોવર જળમાં ભફાંગ દઈને નહાવા પડ્યો સામે પર્વત, સરોવરકાંઠો ને કાંઠે ઊભું વન આખુંય ને હોય મધ્યાહૂને જળ સ્તબ્ધ નિસ્તરંગ જલમલ જલમલ જળમાં ઝિલાય આકાશ આખું ઓ પણે ઊડે ચીલ જળની છાતી નીલ
જળ મારી પ્રિયા એક એક પડ ઉકેલી સ્પર્શે મારી નગ્નતાને.
જોયા કરું છું. ડોલના જળને ડખોળતું શિશુ અને પ્રથમ વર્ષ પછીના ઉઘાડમાં રતુમડા ખાબોચિયામાં જાણી જોઈને પગ મૂકતા કિશોરને
દરિયાકાંઠે જળભરેલી એક છીપ જાણે ઝલમલતી આચમની આવડી એવી છીપમાં આકાશ એવું શું ભાળે ? કે રમવા ઊતરી આવે !
સાંજના નરમ પ્રકાશમાં નદીના જળમાં હળવેકથી ઊતર્યું ભેંસનું ટોળું ને બની ગયું જળ.
યાદ આવે છે દૂર ક્યાંક નીચાણમાં ઝરણાનો અસ્પષ્ટ ધ્વનિ વહ્યા કરે છે ખીણમાં. નીચાણવાળા ધરાના ઘાસની ગંધથી ભારે ભીની ભીની ભરી ભરી અરણ્યની એ રાત્રિઓ
અમાસ રાત્રે અહીં જળમાં નાખી જાળ ખેંચું ખેંચું ત્યાં તો અઢળક અઢળક તારાઓનો ભાર </poem>}}