વસુધા/જવાન દિલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જવાન દિલ|}} <poem> જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે ભરે દશ દિશા: ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે, મરો, પગ ડગો ન હાં! સમય આબરૂને ખરે!’ ચઢ્યા સુભટ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 6: Line 6:
જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં
જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં
ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે
ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે
ભરે દશ દિશા: ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે,
ભરે દશ દિશા : ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે,
મરો, પગ ડગો ન હાં! સમય આબરૂને ખરે!’
મરો, પગ ડગો ન હાં! સમય આબરૂનો ખરે!’

ચઢ્યા સુભટ કાંઈ તે ય રણયજ્ઞ આ પૂર્ણ ના,
ચઢ્યા સુભટ કાંઈ તો ય રણયજ્ઞ આ પૂર્ણ ના,
જવાન! જશ ખાટવો તવ નસીબ જાણે લખ્યો!
જવાન! જશ ખાટવો તવ નસીબ જાણે લખ્યો!
જ્વલંત દિલજ્યોતિ, શુદ્ધ રુધિરે, ભર્યા ગૌરવે
જ્વલંત દિલજ્યોતિ, શુદ્ધ રુધિરે, ભર્યા ગૌરવે
બઢો કદમ કૂચમાં, વિજય પાસ ટૂંકે ખરે!
બઢો કદમ કૂચમાં, વિજય પાસ ઢૂંકે ખરે!

ખરે, વિજય પાસ; આ અબઘડી પડ્યો શત્રુ જ્યાં
ખરે, વિજય પાસ; આ અબઘડી પડ્યો શત્રુ જ્યાં

Latest revision as of 01:07, 5 June 2023

જવાન દિલ

જવાન દિલ! ક્યાં તું ઓ? નવયુગીય આહ્વાનનાં
ગડે કડડ દુંદુભિ, રણતુરી સ્વરે કારમે
ભરે દશ દિશા : ‘ચઢો સપુત સજ્જ થૈ શત્રુપે,
મરો, પગ ડગો ન હાં! સમય આબરૂનો ખરે!’

ચઢ્યા સુભટ કાંઈ તો ય રણયજ્ઞ આ પૂર્ણ ના,
જવાન! જશ ખાટવો તવ નસીબ જાણે લખ્યો!
જ્વલંત દિલજ્યોતિ, શુદ્ધ રુધિરે, ભર્યા ગૌરવે
બઢો કદમ કૂચમાં, વિજય પાસ ઢૂંકે ખરે!

ખરે, વિજય પાસ; આ અબઘડી પડ્યો શત્રુ જ્યાં
ચઢ્યા નવજવાનિયા અડગ, ધીર ને સંયમી, ૧૦
દરેક કૃતનિશ્ચયી, દિલ સ્વતંત્રતાને ભરી,
અમોઘ ધરી શસ્ત્ર એ વિજયપંથ દળ ઊમટ્યું!

ધસ્યું દળ, સમુદ્રવારિ ગહને લહ્યાં કૌતુકોઃ
ખરે! વિજય પાસ, આ અબઘડી પડ્યો શત્રુ જો!