વસુધા/શહીદ બનવા–: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શહીદ બનવા–|}} <poem> ‘શહીદ જય હો!' પુકાર નભ ઘેરતો ઊઠતો, સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા, રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે, અને જગત ઉચ્ચ નાદ જગવેઃ ‘શહીદો જયો!’ ‘શહીદ! જય ઝિન્દગી!’ અ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:


<poem>
<poem>
‘શહીદ જય હો!' પુકાર નભ ઘેરતો ઊઠતો,
‘શહીદ જય હો!પુકાર નભ ઘેરતો ઊઠતો,
સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા,
સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા,
રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે,
રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે,
Line 10: Line 10:


‘શહીદ! જય ઝિન્દગી!’ અમર કીર્તિમાળા ચઢી
‘શહીદ! જય ઝિન્દગી!’ અમર કીર્તિમાળા ચઢી
રહી લહરી તારણે ગગનને, દિશાઓ રહી
રહી લહરી તોરણે ગગનને, દિશાઓ રહી
ઝળી ઝળહળી, અહો કદમ પૃથ્વી આગે બઢી,
ઝળી ઝળહળી, અહો કદમ પૃથ્વી આગે બઢી,
શહીદ! જય ઇન્કિલાબ! જય મૃત્યુ મુક્તિભર્યાં!
શહીદ! જય ઇન્કિલાબ! જય મૃત્યુ મુક્તિભર્યાં!


બધે વિકળતા હુતાશ! અહ, શાંત હૈયા, તું કાં?
બધે વિકળતા હુતાશ! અહ, શાંત હૈયા, તું કાં?
તને ય પણ કેડ, મુક્તિચરણે સુવાના હતા. ૧૦
તને ય પણ કોડ, મુક્તિચરણે સુવાના હતા. ૧૦
છલે છલછલે દરેક ઉર, કાં ન તું યે છલે?
છલે છલછલે દરેક ઉર, કાં ન તું યે છલે?
પુકાર: ‘જય, શૌર્ય, ધૈર્ય, જય દેશ આઝાદ હો!’
પુકાર: ‘જય, શૌર્ય, ધૈર્ય, જય દેશ આઝાદ હો!’

Latest revision as of 01:17, 5 June 2023


શહીદ બનવા–

‘શહીદ જય હો!’ પુકાર નભ ઘેરતો ઊઠતો,
સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા,
રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે,
અને જગત ઉચ્ચ નાદ જગવેઃ ‘શહીદો જયો!’

‘શહીદ! જય ઝિન્દગી!’ અમર કીર્તિમાળા ચઢી
રહી લહરી તોરણે ગગનને, દિશાઓ રહી
ઝળી ઝળહળી, અહો કદમ પૃથ્વી આગે બઢી,
શહીદ! જય ઇન્કિલાબ! જય મૃત્યુ મુક્તિભર્યાં!

બધે વિકળતા હુતાશ! અહ, શાંત હૈયા, તું કાં?
તને ય પણ કોડ, મુક્તિચરણે સુવાના હતા. ૧૦
છલે છલછલે દરેક ઉર, કાં ન તું યે છલે?
પુકાર: ‘જય, શૌર્ય, ધૈર્ય, જય દેશ આઝાદ હો!’

ક્ષણેક ધબકી, પ્રશાન્ત સ્થિર સ્પન્દને તે વદ્યુંઃ
‘શહીદ બનવા સમે સ્થિર થવા કરું સાધના!’