કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૫૦. હરિ મારે: Difference between revisions
Jump to navigation
Jump to search
૫૦. હરિ મારે
(+1) |
({{SetTitle}}) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
<center><big>'''૫૦. હરિ મારે'''</big><br> | <center><big>'''૫૦. હરિ મારે'''</big><br> | ||
</center> | </center> |
Latest revision as of 02:40, 13 June 2023
હરિ મારે ગયા રે જનમની પ્રીત
ભૂલી ના ભુલાયે હરિ
હરિ મારે એવાં તે કશાં રે સચિંત
બિન્દુય ના ઝિલાયે હરિ
હરિ મારે ભર્યા રે જગતમાં નહિ કોઈ
જેને હું સંભળાવું હરિ
હરિ તમે સુણો કે ન સુણો તોય એક
તમારી પાસ ગાવું હરિ
હરિ પણ એકની એક જ એ વાત
તેમાં શું હવે કથવું હરિ
હરિ કર્યો એવો રે માનવસંઘાત
છૂટાં પડીને મથવું હરિ.
હરિ મારે ગયા રે જનમની પ્રીત
ભૂલી ના ભુલાયે હરિ.
(વિશેષ કાવ્યો, પૃ. ૬૫)