વસુધા/ક્રિકેટ મૅચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ક્રિકેટ મૅચ|}} <poem> ખિચોખિચ ખચાઈ કે શતદલી મહા પદ્મની કિનાર પર કૈં સહસ્ર મધુમક્ષિકા ચોંટીને ડુબેલ રસપાનમાં વિસરી ગુંજને હોય શું! તથેય અહિંયાં અગણ્ય જનલોક જામેલ છે વિશાળ મયદાન...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 5: Line 5:
ખિચોખિચ ખચાઈ કે શતદલી મહા પદ્મની
ખિચોખિચ ખચાઈ કે શતદલી મહા પદ્મની
કિનાર પર કૈં સહસ્ર મધુમક્ષિકા ચોંટીને
કિનાર પર કૈં સહસ્ર મધુમક્ષિકા ચોંટીને
ડુબેલ રસપાનમાં વિસરી ગુંજને હોય શું!
ડુબેલ રસપાનમાં વિસરી ગુંજનો હોય શું!
તથેય અહિંયાં અગણ્ય જનલોક જામેલ છે
તથેવ અહિંયાં અગણ્ય જનલોક જામેલ છે
વિશાળ મયદાન ગોળ ફરતે બધે મંડપે
વિશાળ મયદાન ગોળ ફરતે બધે મંડપે
પ્રશાન્ત: વચમાં સપાટ સુવિશાળ ચોગાનમાં
પ્રશાન્ત : વચમાં સપાટ સુવિશાળ ચોગાનમાં
ઉભેલ નિજ પેંતરે નજીક દૂર ખેલાડીઓ–
ઉભેલ નિજ પેંતરે નજીક દૂર ખેલાડીઓ–
નભે લસત તારકો સદૃશ કોઈ નક્ષત્રના!
નભે લસત તારકો સદૃશ કોઈ નક્ષત્રના!
Line 35: Line 35:
તજી સહુ વિભિન્નતા, બૃહદ કો મહાપદ્મ શું
તજી સહુ વિભિન્નતા, બૃહદ કો મહાપદ્મ શું
મહા હૃદય કો રચે; સહ વિષાદ ઉન્માદમાં
મહા હૃદય કો રચે; સહ વિષાદ ઉન્માદમાં
સ્કુરે છ થઈ એક, એક નસ ત્યાં રસોની વહે; ૩૦
સ્ફુરે છ થઈ એક, એક નસ ત્યાં રસોની વહે; ૩૦
અને ધબક એકરૂપ સઘળે સ્ફુરી ત્યાં રહે.
અને ધબક એકરૂપ સઘળે સ્ફુરી ત્યાં રહે.
ગલોલ સમ છૂટતો નિરખતાં દડો દોડતું
ગલોલ સમ છૂટતો નિરખતાં દડો દોડતું

Latest revision as of 15:14, 16 June 2023

ક્રિકેટ મૅચ

ખિચોખિચ ખચાઈ કે શતદલી મહા પદ્મની
કિનાર પર કૈં સહસ્ર મધુમક્ષિકા ચોંટીને
ડુબેલ રસપાનમાં વિસરી ગુંજનો હોય શું!
તથેવ અહિંયાં અગણ્ય જનલોક જામેલ છે
વિશાળ મયદાન ગોળ ફરતે બધે મંડપે
પ્રશાન્ત : વચમાં સપાટ સુવિશાળ ચોગાનમાં
ઉભેલ નિજ પેંતરે નજીક દૂર ખેલાડીઓ–
નભે લસત તારકો સદૃશ કોઈ નક્ષત્રના!

અવાજ નહિ, દોડધામ નહિ, એકદૃષ્ટે બધા
રહ્યા નિરખી તે દડાની ગતિ, ઘા અને બૅટના. ૧૦
ઉઠંત રચતો કમાન લઘુ, પ્હોંચી ખેલાડીની
નજીક રચતો અનેક પટુ કૂટ વ્યૂહો દડો;
અને ચતુર બૅટ એની રગ ઝાલી ઉન્મેષમાં
સચોટ ફટકારતું, વિજય મૂલ્ય દોડી ગ્રહે.
પ્રશસ્ય પ્રતિકાર પામી દડતો દડો જાય ત્યાં
કદી સરકતો, કદી ઉછળી થાપ દેતો કંઈ,
ફસાઈ અથવા પડે, અધવચ્ચે ઝિલાતો, જતો
દબાઈ પગથી, નિરુદ્ધગતિ, મૂલસ્થાને પળે.

અહો રમત જામતી લઘુક એ દડાની પરે!
સુવજ્ થકી શું ઘડ્યો, સહત કૈંક આઘાત એ ૨૦
પ્રતિક્ષણ બની રહે ઉભય પક્ષની શક્તિનું
પ્રતીક, પટુતાની પૂર્ણ પ્રતિમા વિરાજ્યાં તહીં
અનેક રસપ્યાસુ નેત્ર તણી દૃષ્ટિની દોરીઓ
ગ્રહંત રીતે સુગુંફન અનેક, ઉઠાવતો
અહીંથી તહીં એક લઘુક એ દડો સેંકડો
દડા હૃદયના ઉછાળી રચતો નવાં કૌતુકો.

અનેક હૃદયો અહીં નિજનિજી પ્રભેદો ભુલી
તજી સહુ વિભિન્નતા, બૃહદ કો મહાપદ્મ શું
મહા હૃદય કો રચે; સહ વિષાદ ઉન્માદમાં
સ્ફુરે છ થઈ એક, એક નસ ત્યાં રસોની વહે; ૩૦
અને ધબક એકરૂપ સઘળે સ્ફુરી ત્યાં રહે.
ગલોલ સમ છૂટતો નિરખતાં દડો દોડતું
ધસે છ ત્યહીં, ઊછળે ઉછળતા સહે આભમાં,
ઝિલાઈ જત તે ઝિલાત સહ, કે ખડં થાંભલી
ઉડાવત દડાની સંગ રણકી રહે હર્ષથી.
પરાજિત તણા વિષાદ, વિજયીની ઉન્માદની
ખુમારી–ઉભયેથી એ રસ તટસ્થ પીધા કરે.
રમંત ખુશ-પાટવે ચપળ સર્વ ખેલાડીઓ,
અને નિરખતા અનેકવિધ પ્રેક્ષકો સર્વે તે
ક્ષણેક નિજ પક્ષ લાભ વિસરી અહંટેકરા ૪૦
થઈ ગલિત, તે સપાટ સુવિશાળ મેદાનમાં
મળી, લઘુક તે દડાની સહ એક સર્જી જુદું
રહ્યા જગત, જ્યાં અનેક થઈ એક જાતા ક્ષણુ.

અનેક ઉકળાટ – જાન પરની હરીફાઈઓ
વિષે ય ક્ષણ એકનું દરસ ધન્ય આ હું ગણું.