રચનાવલી/૨૦૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૦૬. બાળક (વિક્ટર હ્યુગો) |}} {{Poem2Open}} ફ્રેંચ કવિ બૉદલેરનું એક કાવ્ય છે : ‘આ જગતની બહાર ક્યાંય પણ’ આ કાવ્યમાં કવિ મન સાથે વાત કરે છે. મન નારાજ છે. એને ગોઠતું નથી. તો કવિ કહે છે કે ચાલ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
ફ્રેંચ કવિ બૉદલેરનું એક કાવ્ય છે : ‘આ જગતની બહાર ક્યાંય પણ’ આ કાવ્યમાં કવિ મન સાથે વાત કરે છે. મન નારાજ છે. એને ગોઠતું નથી. તો કવિ કહે છે કે ચાલ તને લિસ્બન લઈ જાઉં એ હુંફાળો પ્રદેશ છે. પણ મન કોઈ જવાબ આપતું નથી. કવિ આગળ પૂછે છે કે તો પછી તને રોટરદમ ગમે કે નહિ? મન મૂંગુ રહે છે કવિ હિંમત કરી વધુ આગળ પૂછે છે કે કદાચ તને બાટેવિયા ગમશે. મન એક હરફ ઉચ્ચારતું નથી. કવિ હવે સાહસ કરે છે. કહે છે આપણે ટોર્નિયો માટે આપણા બિસ્તરા ઉપાડીએ. અરે તેથી પણ આગળ જઈએ બાલ્ટિકના છેક છેડે જઈએ અને મન મોટેથી બરાડે છે ક્યાંય પણ આ જગતની બહાર ક્યાંય પણ.' બૉદલેરના આ કાવ્યમાં મનની જવાબ ‘આ જગતની બહાર ક્યાંય પણ' ઓચિંતો વિસ્ફોટની જેમ આવે છે. બૉદલેરના આ કાવ્યમાં ધીમે ધીમે પરાકાષ્ઠાએ લઈ જઈ આઘાત આપવાની તરકીબ છે. એના મૂળની તો જ્યારે બૉદલેરની પૂર્વે થઈ ગયેલા ફ્રેંચ કવિ વિક્તૉર હ્યુગોનું એક કાવ્ય ‘બાળક’ વાંચો ત્યારે ખબર પડે. વિક્તૉર હ્યુગોએ પણ ‘બાળક’ કાવ્યમાં ધીમે ધીમે આગળ વધતી વાતને પરાકાષ્ઠાએ પહોંચાડીને આઘાત આપ્યો છે. આવું કાવ્ય પૂરું થયા પછી દિવસોના દિવસો સુધી મનમાં આગળ વધ્યા કરે છે.  

‘બાળક’ કાવ્ય વિસ્તાર હ્યુગોનો ‘પૂર્વનાં કાવ્યો" નામે એક કાવ્યસંગ્રહ છે, એમાં પડેલું છે. ૧૮૩૦માં તુર્કીઓથી ગ્રીક લોકોને આઝાદી મળી. પરંતુ ૧૮૨૧માં તુર્કીઓ સામે ગ્રીકલોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલેલો અને તુર્કીઓ દ્વારા જે ચારેબાજુ ભયાનક વિનાશ વેરાયેલો એની ભૂમિકા લઈને આ કાવ્ય ચાલે છે. યુદ્ધનો કે હિંસાનો પ્રભાવ બાળમાનસ પર કેવો પડે છે એનું એ જબરદસ્ત ઉદાહરણ છે. આજે આપણી આસપાસ રાજકારણની ગુંડાગીરી અને એનું અપરાધીકરણ જે રીતે ફૂલ્યાં ફાલ્યાં છે અને આજની ફિલ્મો જે રીતે સેન્સર બૉર્ડમાંથી પસાર થઈને હિંસા અને અત્યાચારના ભયંકર કાલ્પનિક દૃશ્યો સાથે મારફાડ કરતી રજૂ થઈ રહી છે એની વચ્ચે ઊછરતી ઊગતી નિર્દોષ બાલપેઢીને વર્તમાન જગત શો વારસો આપશે એની ઊંડી ચિંતામાં લઈ જાય એવું વિક્તોર હ્યુગોનું કાવ્ય છે.  
‘બાળક’ કાવ્ય વિસ્તાર હ્યુગોનો ‘પૂર્વનાં કાવ્યો’ નામે એક કાવ્યસંગ્રહ છે, એમાં પડેલું છે. ૧૮૩૦માં તુર્કીઓથી ગ્રીક લોકોને આઝાદી મળી. પરંતુ ૧૮૨૧માં તુર્કીઓ સામે ગ્રીકલોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલેલો અને તુર્કીઓ દ્વારા જે ચારેબાજુ ભયાનક વિનાશ વેરાયેલો એની ભૂમિકા લઈને આ કાવ્ય ચાલે છે. યુદ્ધનો કે હિંસાનો પ્રભાવ બાળમાનસ પર કેવો પડે છે એનું એ જબરદસ્ત ઉદાહરણ છે. આજે આપણી આસપાસ રાજકારણની ગુંડાગીરી અને એનું અપરાધીકરણ જે રીતે ફૂલ્યાં ફાલ્યાં છે અને આજની ફિલ્મો જે રીતે સેન્સર બૉર્ડમાંથી પસાર થઈને હિંસા અને અત્યાચારના ભયંકર કાલ્પનિક દૃશ્યો સાથે મારફાડ કરતી રજૂ થઈ રહી છે એની વચ્ચે ઊછરતી ઊગતી નિર્દોષ બાલપેઢીને વર્તમાન જગત શો વારસો આપશે એની ઊંડી ચિંતામાં લઈ જાય એવું વિક્તોર હ્યુગોનું કાવ્ય છે.  
તુર્કીઓ ચારેબાજુ તારાજી વેરીને પસાર થઈ ગયા છે. એ દૃશ્ય સાથે કાવ્ય ઊઘડે છે. ગ્રીસનો કોઈ કિઓસ ટાપુ છે. એનો ઉદાસ રેતીકાંઠો છે. આસપાસની ઝાડી એમાં પડછાયાઓ પાડી રહી છે. આ એ જ ટાપુ છે જેમાં હરિયાળા પર્વતો, મહેલો અને મહેલોમાં દર રાત્રિએ થતા જલસાઓ પહેલાં પ્રતિબિંબિત થયા હતા.  

આજે ટાપુ સાવ નિર્જન છે. ના, કાળી પડેલી દીવાલોને અઢેલીને એક ભૂરી આંખવાળું બાળક બેઠું છે. નાનું ગ્રીકબાળક. એનું મોં નીચું ઢળી ગયું છે. બાળકના આશ્રયરૂપે એક કાંટાળું ઝાડ ઊભું છે, ભયાનક તબાહીની વચ્ચે બાળકની જેમ જ ભુલાયેલું.  

Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૦૫
|next =  
|next = ૨૦૭
}}
}}