825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ગળામાં અટવાયેલી તરસ | અજય સોની}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વધતાં જતાં તાપમાં લૂની થપાટો વાગતી હતી. દૂર સુધી સૂનકાર પથરાયેલો હતો. ધૂળિયા રસ્તાની પડખે સૂકા ઝાડી-ઝાંખરામાં તેતર-સસલાં લપાઈને બેઠાં હતાં. બૂટના તળિયે ગરમીનો અનુભવ થતા ખ્યાલ આવ્યો કે રેતી ઘણી ગરમ છે. મેં ઉપર જોયું. સૂરજ હજી માથે આવ્યો ન હતો. છતાંય આટલો તાપ? મારાથી હળવો નિસાસો નંખાઈ ગયો. ગળામાં તરસે સળવળાટ કર્યો. પરંતુ હું જાણતો હતો મારી પાસે પાણી નથી. અહીં આવતાં પહેલાં ખબર ન હતી કે મારી તરસ આટલી વધી જશે. ઊભા રહીને નેજવું કર્યું. ધૂળિયો રસ્તો આગળ જઈ સહેજ ફંટાતો હતો. દૂર મધમાખીના પૂડા જેવું કશુંક દેખાતું હતું. કપાળ પર બાઝેલી પરસેવાની બુંદોને આંગળીથી એક ઝાટકે દૂર કરીને મેં પાછળના રસ્તે જોઈ લીધું. એક જેવા લાગતા બન્ને રસ્તા પર અમાપ રેતી પથરાયેલી હતી. બસ પાટિયા સુધી છોડીને ગઈ તે પછી ખાસ્સીવારથી ચાલ્યા કરતો હતો. ધૂળ ઉડાડતો એક વંટોળ ધસી આવ્યો. મારું શરીર રેતીથી ભરાઈ ગયું. વાતાવરણ મારા માટે અજાણ્યું ન હતું. તેર વર્ષ આ રેતીમાં કાઢ્યા હતા. પરંતુ કોણ જાણે કેમ કશુંક ખૂંચ્યા કરતું હતું. ઉડતી ધૂળ પણ સ્નેહ વિનાના સ્મિતની જેમ અડકીને ખરી જતી હતી. | વધતાં જતાં તાપમાં લૂની થપાટો વાગતી હતી. દૂર સુધી સૂનકાર પથરાયેલો હતો. ધૂળિયા રસ્તાની પડખે સૂકા ઝાડી-ઝાંખરામાં તેતર-સસલાં લપાઈને બેઠાં હતાં. બૂટના તળિયે ગરમીનો અનુભવ થતા ખ્યાલ આવ્યો કે રેતી ઘણી ગરમ છે. મેં ઉપર જોયું. સૂરજ હજી માથે આવ્યો ન હતો. છતાંય આટલો તાપ? મારાથી હળવો નિસાસો નંખાઈ ગયો. ગળામાં તરસે સળવળાટ કર્યો. પરંતુ હું જાણતો હતો મારી પાસે પાણી નથી. અહીં આવતાં પહેલાં ખબર ન હતી કે મારી તરસ આટલી વધી જશે. ઊભા રહીને નેજવું કર્યું. ધૂળિયો રસ્તો આગળ જઈ સહેજ ફંટાતો હતો. દૂર મધમાખીના પૂડા જેવું કશુંક દેખાતું હતું. કપાળ પર બાઝેલી પરસેવાની બુંદોને આંગળીથી એક ઝાટકે દૂર કરીને મેં પાછળના રસ્તે જોઈ લીધું. એક જેવા લાગતા બન્ને રસ્તા પર અમાપ રેતી પથરાયેલી હતી. બસ પાટિયા સુધી છોડીને ગઈ તે પછી ખાસ્સીવારથી ચાલ્યા કરતો હતો. ધૂળ ઉડાડતો એક વંટોળ ધસી આવ્યો. મારું શરીર રેતીથી ભરાઈ ગયું. વાતાવરણ મારા માટે અજાણ્યું ન હતું. તેર વર્ષ આ રેતીમાં કાઢ્યા હતા. પરંતુ કોણ જાણે કેમ કશુંક ખૂંચ્યા કરતું હતું. ઉડતી ધૂળ પણ સ્નેહ વિનાના સ્મિતની જેમ અડકીને ખરી જતી હતી. |