એકોત્તરશતી/૨૦. સ્વર્ગ હઈતે વિદાય: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વર્ગમાંથી વિદાય (સ્વર્ગ હઈતે વિદાય)}} {{Poem2Open}} હે મહેન્દ્ર, કંઠની મંદારમાલા મ્લાન થવા આવી છે. મલિન લલાટ ઉપરનું જ્યોતિર્મય તિલક બુઝાઈ ગયું છે, પુણ્યબલ ક્ષીણ થયું છે. હે દેવ હે દ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
હે અપ્સરે, તારી નયનજ્યોતિ પ્રેમવેદનાથી કદી મ્લાન ન થાઓ—હું વિદાય લઉં છું. તું કોઈની પ્રાર્થના કરતી નથી કે નથી કોઈને માટે શોક કરતી. ધરતી ઉપર દીનતમ ઘરમાં, નદીતીરે કોઈ એક ગામને છેવાડે પીંપળાની છાયામાં ઢંકાયેલી ઝૂંપડીમાં જો મારી પ્રેયસી જન્મે, તો તે બાલિકા પોતાના હૃદયમાં મારે માટે જતનપૂર્વક સુધાનો ભંડાર સંચી રાખશે. બાળપણમાં નદીને કિનારે શિવમૂર્તિ ઘડીને સવારમાં મને વર તરીકે માગી લેશે. સંધ્યા થતાં જલતો દીપ જળમાં વહેતો મૂકી શંકિત કંપિત હૃદયે એક ચિત્તે જોઈ રહીને એકલી ઘાટ ઉપર ઊભી ઊભી પોતાની ભાગ્યની ગણના કરશે. એક દિવસ શુભ મુહૂર્તે સન્નત નયને, ચંદનચર્ચિત ભાલે, રક્ત પટ્ટામ્બર ધારણ કરીને ઉત્સવની વાંસળીના સંગીત સાથે તે મારા ઘરમાં આવશે. ત્યાર પછી સુદિને અને દુર્દિને, કરે કલ્યાણ–કંકણ ધારી, સીમંત સીમાએ મંગલ સિંદુરબિંદુ સોહાવી, દુ:ખમાં અને સુખમાં ગૃહલક્ષ્મી બનીને રહેશે, જાણે સંસારસમુદ્રને માથે પૂર્ણિમાનો ઇન્દુ. દેવગણ, કોઈ કોઈ વાર મને આ સ્વર્ગ દૂર સ્વપ્નની જેમ યાદ આવશે, જ્યારે કોઈ મધરાતે એકાએક જાગીને જોઈશ કે નિર્મલ શય્યા ઉપર ચંદ્રનો પ્રકાશ પડેલો છે, પ્રેયસી ઊંઘી ગયેલી છે, શિથિલ બાહુ ઢળી પડેલા છે, શરમની ગ્રંથિઓ ખસી ગયેલી છે; અને પછી મૃદુ પ્રેમચુંબનથી ચમકીને જાગી ઊઠીને ગાઢ આલિંગનપૂર્વક તે મારી છાતી ઉપર વેલની પેઠે ઢળી પડશે, દક્ષિણ અનિલ ફૂલની સુગંધ વહી લાવશે, જાગ્રત કોકિલ દૂર દૂરની શાખાઓમાં ગાશે.

અયિ દીનહીના, અશ્રુપ્લુતનયના, દુ:ખાતુરા, મલિના જનની, અયિ મર્ત્યભૂમિ, આજે બહુ દિવસો પછી મારું અંતર તારે કાજે રડી ઊઠ્યું છે. જે ક્ષણે મારી શુષ્ક આંખો અશ્રુથી ભરાઈ ગઈ, કે તરત જ આ સ્વર્ગલોક અલસ કલ્પનાની પેઠે છાયાછબિસમો કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયો! તારું નીલાકાશ, તારા પ્રકાશ, તારાં જનપૂર્ણ લોકાય, સિંધુતીરે સુદીર્ઘ વાલુકાતટ, નીલગિરિની ટોચે શુભ્ર હીમરેખા, તરુશ્રેણીમાં નિઃશબ્દ અરુણોદય, શૂન્ય નદીપારે અવનતમુખી સંધ્યા, બધુંય જાણે દર્પણમાં પ્રતિબિંબ ન હોય એમ એક બિન્દુ અશ્રુજલમાં પ્રતિબિંબિત થઈ ગયું.  

હે પુત્ર ખોઈ બેઠેડેલી જનની, છેવટના વિચ્છેદને દિવસે જે શોકાશ્રુધારાએ આંખોમાંથી ઝરી પડીને તારાં માતૃસ્તનને અભિષિક્ત કર્યાં હતાં, તે આજે આટલે દિવસે સુકાઈ ગઈ છે, તો પણ હું મનમાં ને મનમાં જાણું છું કે જ્યારે હું પાછો તારા ઘરમાં આવીશ કે તરત જ બે બાહુ મને પકડી લેશે, મંગલ શંખ વાગી ઊઠશે, અને તું સ્નેહની છાયામાં દુ:ખથી, સુખથી અને ભયથી ભરેલા પ્રેમમય સંસારમાં, તારા ઘરમાં, તારાં પુત્રકન્યાઓની વચમાં મને ચિરપરિચિતની જેમ સ્વીકારી લેશે. તેના બીજા જ દિવસથી તું ફડફડતે પ્રાણે, શંકિત અંતરે, ઊંચે દેવતા ભણી કરુણ દૃષ્ટિ માંડીને, જેને પામી છું એને ક્યારે ખોઈ બેસીશ એ ચિંતામાં ને ચિંતામાં આખો વખત જાગતી મારા માથા આગળ બેસી રહીશ.
હે પુત્ર ખોઈ બેઠેલી જનની, છેવટના વિચ્છેદને દિવસે જે શોકાશ્રુધારાએ આંખોમાંથી ઝરી પડીને તારાં માતૃસ્તનને અભિષિક્ત કર્યાં હતાં, તે આજે આટલે દિવસે સુકાઈ ગઈ છે, તો પણ હું મનમાં ને મનમાં જાણું છું કે જ્યારે હું પાછો તારા ઘરમાં આવીશ કે તરત જ બે બાહુ મને પકડી લેશે, મંગલ શંખ વાગી ઊઠશે, અને તું સ્નેહની છાયામાં દુ:ખથી, સુખથી અને ભયથી ભરેલા પ્રેમમય સંસારમાં, તારા ઘરમાં, તારાં પુત્રકન્યાઓની વચમાં મને ચિરપરિચિતની જેમ સ્વીકારી લેશે. તેના બીજા જ દિવસથી તું ફડફડતે પ્રાણે, શંકિત અંતરે, ઊંચે દેવતા ભણી કરુણ દૃષ્ટિ માંડીને, જેને પામી છું એને ક્યારે ખોઈ બેસીશ એ ચિંતામાં ને ચિંતામાં આખો વખત જાગતી મારા માથા આગળ બેસી રહીશ.
<br>
૯ ડીસેમ્બર, ૧૮૯૫
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
‘ચિત્રા’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૧૯. ઉર્વશી |next =૨૧. જીવન-દેવતા }}

Navigation menu