એકોત્તરશતી/૨૦. સ્વર્ગ હઈતે વિદાય: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વર્ગમાંથી વિદાય (સ્વર્ગ હઈતે વિદાય)}} {{Poem2Open}} હે મહેન્દ્ર, કંઠની મંદારમાલા મ્લાન થવા આવી છે. મલિન લલાટ ઉપરનું જ્યોતિર્મય તિલક બુઝાઈ ગયું છે, પુણ્યબલ ક્ષીણ થયું છે. હે દેવ હે દ...")
 
(Added Years + Footer)
Line 10: Line 10:
અયિ દીનહીના, અશ્રુપ્લુતનયના, દુ:ખાતુરા, મલિના જનની, અયિ મર્ત્યભૂમિ, આજે બહુ દિવસો પછી મારું અંતર તારે કાજે રડી ઊઠ્યું છે. જે ક્ષણે મારી શુષ્ક આંખો અશ્રુથી ભરાઈ ગઈ, કે તરત જ આ સ્વર્ગલોક અલસ કલ્પનાની પેઠે છાયાછબિસમો કોણ જાણે ક્યાં અલોપ થઈ ગયો! તારું નીલાકાશ, તારા પ્રકાશ, તારાં જનપૂર્ણ લોકાય, સિંધુતીરે સુદીર્ઘ વાલુકાતટ, નીલગિરિની ટોચે શુભ્ર હીમરેખા, તરુશ્રેણીમાં નિઃશબ્દ અરુણોદય, શૂન્ય નદીપારે અવનતમુખી સંધ્યા, બધુંય જાણે દર્પણમાં પ્રતિબિંબ ન હોય એમ એક બિન્દુ અશ્રુજલમાં પ્રતિબિંબિત થઈ ગયું.  

હે પુત્ર ખોઈ બેઠેડેલી જનની, છેવટના વિચ્છેદને દિવસે જે શોકાશ્રુધારાએ આંખોમાંથી ઝરી પડીને તારાં માતૃસ્તનને અભિષિક્ત કર્યાં હતાં, તે આજે આટલે દિવસે સુકાઈ ગઈ છે, તો પણ હું મનમાં ને મનમાં જાણું છું કે જ્યારે હું પાછો તારા ઘરમાં આવીશ કે તરત જ બે બાહુ મને પકડી લેશે, મંગલ શંખ વાગી ઊઠશે, અને તું સ્નેહની છાયામાં દુ:ખથી, સુખથી અને ભયથી ભરેલા પ્રેમમય સંસારમાં, તારા ઘરમાં, તારાં પુત્રકન્યાઓની વચમાં મને ચિરપરિચિતની જેમ સ્વીકારી લેશે. તેના બીજા જ દિવસથી તું ફડફડતે પ્રાણે, શંકિત અંતરે, ઊંચે દેવતા ભણી કરુણ દૃષ્ટિ માંડીને, જેને પામી છું એને ક્યારે ખોઈ બેસીશ એ ચિંતામાં ને ચિંતામાં આખો વખત જાગતી મારા માથા આગળ બેસી રહીશ.

<br>
૯ ડીસેમ્બર, ૧૮૯૫
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
‘ચિત્રા’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૧૯. ઉર્વશી |next =૨૧. જીવન-દેવતા }}