સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/પ્લેટોના ગ્રંથનો સાર આપનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} દુનિયાના કયા પ્રશિષ્ટ ગ્રંથો સાહિત્ય અકાદમી તરફથી ભારતીય ભા...")
 
(No difference)

Latest revision as of 12:25, 26 May 2021

દુનિયાના કયા પ્રશિષ્ટ ગ્રંથો સાહિત્ય અકાદમી તરફથી ભારતીય ભાષાઓમાં અવતારવા, એની યાદી તૈયાર થતી હતી. શ્રી રાધાકૃષ્ણને પ્લેટોના સંવાદોમાંથી ‘એપોલોજી’નું સ્મરણ કર્યું, જવાહરલાલજીએ ‘રિપબ્લિક’નું. મેં ધીરેથી કહ્યું: ગુજરાતીમાં ‘એપોલોજી’નો સાર મો. ક. ગાંધીએ ૧૯૦૮માં આપ્યો છે.