અથવા અને/ચાકડે ફરતી માટીના લિસોટા...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાકડે ફરતી માટીના લિસોટા...| ગુલામમોહમ્મદ શેખ}} <br> <br> <poem> ચાકડે...") |
(No difference)
|
Latest revision as of 01:06, 29 June 2021
ચાકડે ફરતી માટીના લિસોટા...
ગુલામમોહમ્મદ શેખ
ચાકડે ફરતી માટીના લિસોટા
સ્પષ્ટ, ગોળગોળ, રેશમી અને તગતગતા:
એવું સ્વચ્છ તમારું મોં.
ડામરના રસ્તે વરસેલા પાણીમાં
હવાનો આછો ફરફરાટ:
બસ એવી જ આંખો.
મોડી રાતે વાંસના લળી રહેલા ઝુંડને
ઝૂલવી રહેલા પ્રકાશનાં આંગળાં
જેવી અધઊઘડી મોંફાડ.
બપોરના સૂરજ જેવી અસ્વસ્થતા.
પણ સંકેલીને ખૂણે નાખી દીધેલ
અંધકારને ખોળે સંતાઈ રહેલો
આ વીંછીનો કાળોતરો કાંટો
જુઓ જુઓ
તમારા જ વાળમાંથી નીકળ્યો!
નવેમ્બર, ૧૯૬૨
અથવા