ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/પૃથ્વી અને સ્વર્ગ: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 27: Line 27:
બીજું કુટુંબ ગુરુ શતપર્ણના વડીલપણા નીચે હતું. તે કુટુંબમાં ચાર માણસો હતાંઃ શતપર્ણ પોતે, તેની પત્ની વિશાખા, પુત્ર આરણ્યક અને એક પાળેલો ધર્મપુત્ર સુમેરુ. શતપર્ણની પાસે નવ્વાણું ગાયો હતી, ચાર માણસને બાર માસ ચાલે તેટલી કમોદ જેમાંથી પાકે તેટલી જમીન હતી, ને તેની ગાયો ચરાવવા માટે છૂટું મેદાન હતું. જંગલનાં ફળફૂલ લાવવા માટે શક્તિ હતી; ફરવા માટે ડુંગરા ને મેદાનો હતાં, ગાવા માટે ખુલ્લું આકાશ ને અખૂટ ધરતી હતાં. હવા, પાણી ને તેજ શરીરને પ્રસન્ન રાખતાં, સત્ય ને અહિંસા આત્માને ઉજાળતાં. બન્ને કુટુંબ સુખી હતાં.

મન અવિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું સૌન્દર્ય જીવનનો મર્મ કહી બતાવે છે. ડુંગરાઓ પર આરામ લેવા માટે બેઠેલા સમુદ્રના તરંગ જેવા મેઘને નિહાળતાં આરણ્યક, સુકેશી અને સુમેરુ વારંવાર મેદાન પર ફરતાં, તેની ગાયો છૂટી ચર્યા કરતી. ઘણી વાર તેઓ શતદ્રુના નિરંતર વહેતા પ્રવાહને અનિમિષ નેને જોયા કરતાં. ઘાટી વનરાજિમાં બેસીને ઝાડની ડાળીઓમાં સંતાકૂકડી રમતાં તેઓ થાકતાં નહિ. આનંદભર્યા તેમના જીવનમાં લોભ કે ક્રોધ, સ્પૃહા કે ઈર્ષ્યા હજી પ્રવેશ કરી શક્યાં ન હતાં. માત્ર કમલપત્રથી ઢંકાયેલી સુકેશીની દેહલતા આરણ્યક સુમેરુના દિલમાં ઉષાના નવરંગી આકાશ જેવા કોમળ ભાવો ઉત્પન્ન કરતી. સૌંદર્ય – પછી તે ગમે તેનું હોય – મેઘાચ્છાદિત હિમાદ્રિનાં સોનેરી શિખરોનું કે પાનથી ઘેરાયેલાં ચંપાનાં ફૂલનું, કે ગુલાબકળી પર પડેલાં મોતી જેવાં જલબિંદુનું કે નવકુસુમ જેવી જુવાનીનું – પણ સૌંદર્ય એ ભાવના છે, કલ્પના છે, વસ્તુ નથી, માટે અસ્પૃશ્ય અને અત્યંત પવિત્ર છે. એવા વિચારના પ્રવાહ નીચે સતલજના મેદાન પર ત્રણે જણાં ફર્યાં કરતાં.
મન અવિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું સૌન્દર્ય જીવનનો મર્મ કહી બતાવે છે. ડુંગરાઓ પર આરામ લેવા માટે બેઠેલા સમુદ્રના તરંગ જેવા મેઘને નિહાળતાં આરણ્યક, સુકેશી અને સુમેરુ વારંવાર મેદાન પર ફરતાં, તેની ગાયો છૂટી ચર્યા કરતી. ઘણી વાર તેઓ શતદ્રુના નિરંતર વહેતા પ્રવાહને અનિમિષ નેને જોયા કરતાં. ઘાટી વનરાજિમાં બેસીને ઝાડની ડાળીઓમાં સંતાકૂકડી રમતાં તેઓ થાકતાં નહિ. આનંદભર્યા તેમના જીવનમાં લોભ કે ક્રોધ, સ્પૃહા કે ઈર્ષ્યા હજી પ્રવેશ કરી શક્યાં ન હતાં. માત્ર કમલપત્રથી ઢંકાયેલી સુકેશીની દેહલતા આરણ્યક સુમેરુના દિલમાં ઉષાના નવરંગી આકાશ જેવા કોમળ ભાવો ઉત્પન્ન કરતી. સૌંદર્ય – પછી તે ગમે તેનું હોય – મેઘાચ્છાદિત હિમાદ્રિનાં સોનેરી શિખરોનું કે પાનથી ઘેરાયેલા ચંપાના ફૂલનું, કે ગુલાબકળી પર પડેલા મોતી જેવા જલબિંદુનું કે નવકુસુમ જેવી જુવાનીનું – પણ સૌંદર્ય એ ભાવના છે, કલ્પના છે, વસ્તુ નથી, માટે અસ્પૃશ્ય અને અત્યંત પવિત્ર છે. એવા વિચારના પ્રવાહ નીચે સતલજના મેદાન પર ત્રણે જણાં ફર્યાં કરતાં.

આસપાસ જે ગામડાંઓ વસ્યાં હતાં તેમાં બધે આવી વ્યવસ્થા હતી. જે કુટુંબમાં કમોદ વધારે પાકતી તે કુટુંબ બીજા કુટુંબમાં જ્યાં જવ વધારે પાકતા ત્યાંથી કમોદના બદલામાં જવ લાવતું. પાણીના બદલામાં ગાયનું દૂધ મળી શકતું ને દર્ભના બદલામાં નવનીત મળતું. જેને ઘેર માટી વધારે હોય તે બીજાને ઘેર માટીનું પાત્ર મૂકીને દૂધનું પાત્ર લઈ આવતું. છોકરાં રમતાં રમતાં જ્યાં થાકી જાય ત્યાં જમી લેતાં. જુવાનો જ્યાં ચાંદની ખીલી હોય ત્યાં બેસતા ને વાતો કરતા સૂઈ રહેતા. ત્યાં આંસુ આનંદનાં પડતાં. નિત્ય ખીલેલા ફૂલ ઉપર ભમરાઓ ગુંજારવ કરતા. કોઈ ઘરને બારણું ન હતું, કોઈના ઘરને મર્યાદા ન હતી. નીતિની લીટી ઘરની ચારે તરફ બરફના જેવી પ્રકાશ્યા કરતી. આવી રીતે તે આખો પ્રદેશ સુખી ને શાંત હતો. હરીફાઈને કનિષ્ઠ પ્રકારનું અનુકરણ માનવાની ત્યાં પ્રથા ન હતી. એ પ્રદેશમાં વિવાહને કોઈ જાણતું નહિ. પ્રેમને સૌ પિછાનતાં અને પ્રેમથી બંધાયેલાં યુગલ મૃત્યુથી છૂટાં પડતાં નહિ. ત્યાં વિધવાવિવાહનો પ્રશ્ન કોઈ રાજસી પ્રકૃતિના માણસે હજી રજૂ કર્યો ન હતો, કારણ કે ત્યાં કોઈ બાલવિધવા થતી નહિ, અને મોટી વિધવાઓ બધી પવિત્ર રહેતી. ત્યાં કોઈ વિધુર ન હતો કારણ કે પ્રેમનું બંધન પુરુષ-સ્ત્રી સૌને માન્ય હતું. ત્યાં માણસને મારનાર ડૉક્ટર ન હતા, કારણ કે જિવાડનાર કુદરત હતી. ત્યાં ખોટી મોટાઈ, દંભભર્યો વિવેક કે અકારણ ધમાલ ન હતાં, વસ્તુના ભાવો ન હતા: વ્યાપાર ન હતો, વ્યવહાર ન હતો: મંદિરો ન હતાં, કથા ન હતી: રાજ ન હતું, રાજા ન હતો: કાયદો ન હતો: યંત્ર ન હતાં: હતો માત્ર પ્રેમ. પ્રેમથી વસ્તુ મળતી ને અપાતી. ધર્મ ખુલ્લા મેદાનમાં ઈશ્વરની પૂજા કરતો. કથા માત્ર અંતરમાં જ ચાલતી, સૌ પોતે પોતાના રાજા હતા. નીતિ એ કાયદો હતો. સત્ય એ મર્યાદા હતી. સદ્ગુણને સૌ ધર્મ માનતા, શૌર્યને મંત્ર સમજતા એવો એ અદ્ભુત પ્રદેશ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવો પ્રકાશતો.

Line 157: Line 157:
તે પોતાના અતિમૂલ્યવાન પથરાઓ લઈને સવારે આરણ્યકને ત્યાં ગયો.

પ્રભાતનો સૂર્ય કમલપત્ર પર પડેલાં જળબિંદુનો સોનાનો મુગટ રચી રહ્યો હતો. ખૂલતા ફૂલગુલાબી રંગનાં કમળો જરાક પોપચાં ઉઘાડીને પ્રભાતને નીરખતાં હતાં. ને સુકેશી ત્યાં જળપાત્ર લઈને ઊભી હતી, છેટેના મેદાનમાં સારસ ફરતાં હતાં.
પ્રભાતનો સૂર્ય કમલપત્ર પર પડેલાં જળબિંદુનો સોનાનો મુગટ રચી રહ્યો હતો. ખૂલતા ફૂલગુલાબી રંગનાં કમળો જરાક પોપચાં ઉઘાડીને પ્રભાતને નીરખતાં હતાં. ને સુકેશી ત્યાં જળપાત્ર લઈને ઊભી હતી, છેટેના મેદાનમાં સારસ ફરતા હતા.

પોતાના મહામૂલ્યવાન પથરાઓ સુમેરુએ સુકેશીને ચરણે ધર્યા. સરોવરથી પાણી ભરીને પાછી ફરતી સુકેશી ઘડીભર ત્યાં થંભી. વન એને જોવા થંભ્યાં હતાં, ને સુમેરુ અત્યંત તૃષ્ણાથી એને નિહાળી રહ્યો હતો.