ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/સાચી ગજિયાણીનું કાપડું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 8: | Line 8: | ||
આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન થયુંઃ ‘જે વાણિયો આટલા વખતથી સામું પણ નથી જોતો એ શું તને ઉધાર આલવાનો છે! જોતો નથી શાહુકાર લોકોનેય ઉધાર માંડતાં માંડતાં દાંતિયા કરે છે એ? ને તેય મારે ચાર-આઠ આનાની વસ લેવી હોત તો ઠીક, પણ આ તો તું ભલે ન માને, બાકી સાચી ગજિયાણીના કાપડાના ઓછામાં ઓછા ત્રણેક રૂપિયા તો લાગવાના જ…’ | આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન થયુંઃ ‘જે વાણિયો આટલા વખતથી સામું પણ નથી જોતો એ શું તને ઉધાર આલવાનો છે! જોતો નથી શાહુકાર લોકોનેય ઉધાર માંડતાં માંડતાં દાંતિયા કરે છે એ? ને તેય મારે ચાર-આઠ આનાની વસ લેવી હોત તો ઠીક, પણ આ તો તું ભલે ન માને, બાકી સાચી ગજિયાણીના કાપડાના ઓછામાં ઓછા ત્રણેક રૂપિયા તો લાગવાના જ…’ | ||
ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠો: ‘ઓ બાપ, એક કાપડાના | ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠો: ‘ઓ બાપ, એક કાપડાના ત્રણ રૂપિયા?’ ને પોતે જ પાછો મલકાઈ રહ્યો: ‘ત્યારે એ તો ભાઈ, સાચી ગજિયાણીનું કાપડું!’ | ||
આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો પેલા દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો. | આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો પેલા દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો. | ||
Line 16: | Line 16: | ||
પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એય પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પુરાઈ ગયો: ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે!… જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાક દઈને ઉધાર માંડવાની ના પાડશે પછી કેમ તું ખાસિયાણું મોટું કરીને પાછો જઈશ? ત્યારે એ પે’લાં લીધી લાજે જ – તારે ને આ છોડીને એવું છે શું કે તું પાછો સાચી ગજિયાણીનું કાપડું વો’રવા નીકળી પડ્યો છે? અરે, આ શેઠ જ તને આટલાં મનેખમાં – ઉધાર આપવાની તો મા મરી ગઈ ને ઉપરથી તને બનાવશે! કે’શે ન મળે સગું ન મળે વા’લું ને તારે એને કાપડું — ને તેય પાછું સાચી ગજિયાણીનું લેવાનું કાંઈ કારણ?’ | પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એય પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પુરાઈ ગયો: ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે!… જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાક દઈને ઉધાર માંડવાની ના પાડશે પછી કેમ તું ખાસિયાણું મોટું કરીને પાછો જઈશ? ત્યારે એ પે’લાં લીધી લાજે જ – તારે ને આ છોડીને એવું છે શું કે તું પાછો સાચી ગજિયાણીનું કાપડું વો’રવા નીકળી પડ્યો છે? અરે, આ શેઠ જ તને આટલાં મનેખમાં – ઉધાર આપવાની તો મા મરી ગઈ ને ઉપરથી તને બનાવશે! કે’શે ન મળે સગું ન મળે વા’લું ને તારે એને કાપડું — ને તેય પાછું સાચી ગજિયાણીનું લેવાનું કાંઈ કારણ?’ | ||
પણ લખુડો અહીં | પણ લખુડો અહીં શેઠ કરતાંય વધારે ડાહ્યલા આ મન ઉપર ખિજાઈ ઊઠ્યો: ‘એમાં કારણ શું વળી! નાનપણમાં ઘણા દન ભેગાં રમ્યાં છીએ ને ઘણાં દન ભેગી ગોવાળીય કરી છે, તો સમજણાં થયાં પછીય ઘણી વાર હસીમશ્કરી કરી છે. ભેગાં ગાણાં ગાયાં છે ને આમ આટલી ઉંમર ભેગાં ભેગાં ઊછર્યાં છીએ. આજે તો એ સાસરે જાય છે ત્યારે હું કટકાના એક કપડામાંથીય જાઉં?…’ | ||
અલબત્ત મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, કેજે કે માબાપ વગરની આ છોડીને કાકાએ સાસરવાસો કર્યો ને વાસમાંથીય વત્તાઓછા સગપણવાળાંએ ઘટતું લીધું છે ત્યારે મીકું લાવ હુંય એને લટકાનું એક કાપડું લઉં. એમ કરીને… ને તોય આ વાણિયા જેવું કોઈ ચીકણું પાછળ પડે તો કહી નાખવુંઃ ‘એક જ વાસમાં રહ્યાં એટલે ગણવા બેસીએ તો ભાઈબુનેય ગણાઈએ જ ને!’ બાકી ઘરમાં તો તારે વહુ હજુ સાસરે નથી આવી, ને ભાઈ તો હજુ બેય નાના છે. પછી કોણ તને પૂછનાર જ છે?…’ | અલબત્ત મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, કેજે કે માબાપ વગરની આ છોડીને કાકાએ સાસરવાસો કર્યો ને વાસમાંથીય વત્તાઓછા સગપણવાળાંએ ઘટતું લીધું છે ત્યારે મીકું લાવ હુંય એને લટકાનું એક કાપડું લઉં. એમ કરીને… ને તોય આ વાણિયા જેવું કોઈ ચીકણું પાછળ પડે તો કહી નાખવુંઃ ‘એક જ વાસમાં રહ્યાં એટલે ગણવા બેસીએ તો ભાઈબુનેય ગણાઈએ જ ને!’ બાકી ઘરમાં તો તારે વહુ હજુ સાસરે નથી આવી, ને ભાઈ તો હજુ બેય નાના છે. પછી કોણ તને પૂછનાર જ છે?…’ | ||
Line 24: | Line 24: | ||
શેઠે પણ આ વખતે તો આંખથી આંખ માડીને સવાલ કર્યોઃ ‘શિવલાલકાકા, શિવલાલકાકા કર્યા વગર શું લેવું છે એ ભસી મર ને!’ | શેઠે પણ આ વખતે તો આંખથી આંખ માડીને સવાલ કર્યોઃ ‘શિવલાલકાકા, શિવલાલકાકા કર્યા વગર શું લેવું છે એ ભસી મર ને!’ | ||
પણ હાય રે લખુડા! ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગો થઈ ગયો. શરમાતાં ને સંકોચ પામતાં શેઠને કે’ છેઃ ‘પણ તમે જરા બા’ર | પણ હાય રે લખુડા! ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગો થઈ ગયો. શરમાતાં ને સંકોચ પામતાં શેઠને કે’ છેઃ ‘પણ તમે જરા બા’ર આવોને કાકા?’ | ||
‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર.’ કહી વળી પાછા શેઠ ઘરાકોમાં ને ચોપડામાં ડૂબી ગયા. | ‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર.’ કહી વળી પાછા શેઠ ઘરાકોમાં ને ચોપડામાં ડૂબી ગયા. | ||
Line 36: | Line 36: | ||
ને શેઠ, રાત સુધીની હવે જામે રિસેસ પડી હોય એમ નિરાંત અનુભવતા માટીની ચલમમાં સૂકો (તમાકુ) ભરી ઉપર દીવાસળી ચાંપી, ‘બચ, બચ’ કરી તાણતા ને ધુમાડો કાઢતા ઉંબર પર આવી બેઠાઃ ‘બોલ હેંડ, હવે શાની બૂમો પાડ્યા કરે છે?’ | ને શેઠ, રાત સુધીની હવે જામે રિસેસ પડી હોય એમ નિરાંત અનુભવતા માટીની ચલમમાં સૂકો (તમાકુ) ભરી ઉપર દીવાસળી ચાંપી, ‘બચ, બચ’ કરી તાણતા ને ધુમાડો કાઢતા ઉંબર પર આવી બેઠાઃ ‘બોલ હેંડ, હવે શાની બૂમો પાડ્યા કરે છે?’ | ||
‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન | ‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન વાઢવાનું ને અમારે ચમારોને ચાર વાધવાની એટલે જ છેવટનો વારો ને?’ શેઠને ખુશ જોઈને લખુડાએ જરા રમૂજ કરી. | ||
પણ ખરી તો શેઠને પેલી હરિજન ચળવળની બલ્કે અસ્પૃશ્યતા નિવારણની હવા બોલતી હોય એમ જ લાગ્યું હતું. પણ જાણે લખુડાની ફરિયાદ વાજબી હોય એ રીતે જ બોલ્યાઃ ‘હા, પણ તું બોલ ને હવે, અબ ઘડી તનેય રવાના કરી દઉં.’ ને પૈસા લેવા માટે હાથ લંબાવતાં પૂછ્યુંઃ ‘લાવ હેંડ, શું લેવું છે?’ | પણ ખરી તો શેઠને પેલી હરિજન ચળવળની બલ્કે અસ્પૃશ્યતા નિવારણની હવા બોલતી હોય એમ જ લાગ્યું હતું. પણ જાણે લખુડાની ફરિયાદ વાજબી હોય એ રીતે જ બોલ્યાઃ ‘હા, પણ તું બોલ ને હવે, અબ ઘડી તનેય રવાના કરી દઉં.’ ને પૈસા લેવા માટે હાથ લંબાવતાં પૂછ્યુંઃ ‘લાવ હેંડ, શું લેવું છે?’ | ||
Line 52: | Line 52: | ||
એમ તો જોકે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! હાસ્તો! દશ વર્ષનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ ત્યારથી આ બીજાં દશ વર્ષ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ કંઈ ટપલાં નો’તાં પડ્યાં! એટલે જ તો શેઠનો પેલો ક્રોધ અને વેણ ગળી જતો હોય તેમ હસીને બોલ્યો: ‘શું બોલું મારું કપાળ! હું જાણું કે હેંડો હવે તો પાક્યું છે તે ભરશું શેઠને એમ કરીને હરખીને લેવા આવ્યા હોઈએ ને તમે તો વરસ પાકેય દાંતિયું કરીને ઊઠો છો પછી બોલે તેય શું બોલે!’ | એમ તો જોકે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! હાસ્તો! દશ વર્ષનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ ત્યારથી આ બીજાં દશ વર્ષ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ કંઈ ટપલાં નો’તાં પડ્યાં! એટલે જ તો શેઠનો પેલો ક્રોધ અને વેણ ગળી જતો હોય તેમ હસીને બોલ્યો: ‘શું બોલું મારું કપાળ! હું જાણું કે હેંડો હવે તો પાક્યું છે તે ભરશું શેઠને એમ કરીને હરખીને લેવા આવ્યા હોઈએ ને તમે તો વરસ પાકેય દાંતિયું કરીને ઊઠો છો પછી બોલે તેય શું બોલે!’ | ||
શેઠ પણ આમ તો પાછો ડાહી માનો | શેઠ પણ આમ તો પાછો ડાહી માનો દીકરોને? જાણે કશું બોલ્યા જ ન હોય એમ હળવી હલકે કહ્યું: ‘હા, પણ તો તું પાછો – અરે હરખથી લેવા આવ્યા હોઈએ તો થોડી વાર ખોટીય થવું પડે, ગાંડા! લે બોલ હેંડ-‘ હસીને ઉમેર્યું: ‘હરખાઈને આવ્યો છે તે કાંઈ વિવા કે શું વો’રવો છે?’ | ||
‘વિવાય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને—’ | ‘વિવાય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને—’ | ||
Line 90: | Line 90: | ||
‘મરી તો નથી ગઈ કાકા, પણ કર્યું મોટું લઈને એ દીકરીને વળાવવા આવે!’ | ‘મરી તો નથી ગઈ કાકા, પણ કર્યું મોટું લઈને એ દીકરીને વળાવવા આવે!’ | ||
‘એમ ત્યારે તો…’ કહી શિવલાલે તરઘટ ઉપર કંતાન નાંખી એ ઉપર તાકો નાંખ્યોઃ ‘જોઈ લે | ‘એમ ત્યારે તો…’ કહી શિવલાલે તરઘટ ઉપર કંતાન નાંખી એ ઉપર તાકો નાંખ્યોઃ ‘જોઈ લે હેંડ’ | ||
લખુડાએ પણ હાથ ફેરવતાં ગલગલિયાં થાય એવી સુંવાળપ માણતાં વાત ચાલુ રાખવામાં લાભ જોયો, ને ચલાવે રાખ્યું: ‘એમ જ ને કાકા! આખા વાસમાં ઘો (કજિયો) ઘાલી ગઈ એ તો ખરું ને?’ | લખુડાએ પણ હાથ ફેરવતાં ગલગલિયાં થાય એવી સુંવાળપ માણતાં વાત ચાલુ રાખવામાં લાભ જોયો, ને ચલાવે રાખ્યું: ‘એમ જ ને કાકા! આખા વાસમાં ઘો (કજિયો) ઘાલી ગઈ એ તો ખરું ને?’ | ||
Line 116: | Line 116: | ||
લખુડો અવાક બની સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરક મરક હસ્યા કરતી કટોરીઓ તરફ બસ તાકી જ રહ્યો. મન સાથે બબડ્યોય ખરો: ‘જોયો મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગી ભાળતોય હતો?’ ને ખુશ થતાં બોલી ઊઠ્યો: ‘હાં કાકા! મનેય એવું તો ખરું કે જો લેવું તો તો શોભતું જ લેવું.’ | લખુડો અવાક બની સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરક મરક હસ્યા કરતી કટોરીઓ તરફ બસ તાકી જ રહ્યો. મન સાથે બબડ્યોય ખરો: ‘જોયો મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગી ભાળતોય હતો?’ ને ખુશ થતાં બોલી ઊઠ્યો: ‘હાં કાકા! મનેય એવું તો ખરું કે જો લેવું તો તો શોભતું જ લેવું.’ | ||
કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા: ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ, લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું | કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા: ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ, લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું અમારા જેવા છોરા આગળ આવું બોલો છો, કાકા?’ ને આને સાટે – ભગવાન જાણે કે એ તો ખુશ થવા કે ખુશ કરવા પણ ફટ દઈને એમણે ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યા: ‘ને એથીય જો વધારે શોભાવવું હોય તો જો આ કટોરીઓ ઉપર ભરત ભરેલો જાણે જીવતોજાગતો મોર!… બોલ, આપું આમાંનું?’ | ||
ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માંગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માંગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે | ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માંગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માંગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે હલકા વરણને તો શોભતું હોય એ જ શોભે!… આની કિંમત તારાથી નહિ ઊંચકાય! અરે, એક દન પેર્યું-પેરાવ્યું એમાં શું ન્યાલ થઈ ગયા ગાંડા! માટે ઠેઠ લગી પોસાય એવું જ વોરિયે કે લોકો પછી પાછળની મશ્કરીઓ ન કરે….’ | ||
આના સાટે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને બાંહો વગેરે લઈ ઊભા જ થઈ ગયા. લખુડા સામે આવી એ | આના સાટે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને બાંહો વગેરે લઈ ઊભા જ થઈ ગયા. લખુડા સામે આવી એ ભરત ઉપર પ્રકાશ પાડતાં ને ખુશખુશાલ થતા આ અવળે પાટે જ બોલવા લાગ્યા: ‘જો શોભવાની જ વાત કરતો હોય તો મરવા દે ગજિયાણીને લઈ જા પોપટ ને મોર ભરેલું ભરતનું રેશમી કાપડું.’ ઉમેરવા જતા હતા: ‘પે’રનારીય જિંદગીમાં યાદ કરશે વળી!’ પણ ભાન આવતાં લખુડા સામે આંખો ઉલાળી રહ્યા: ‘હાં.. છે વિચાર?’ | ||
તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પુરાવતા આબેહૂબ લાગવા | તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પુરાવતા આબેહૂબ લાગવા માંડ્યા… | ||
પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યો: ‘પણ એની કિંમત તો કો’ એક ફરા!’ | પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યો: ‘પણ એની કિંમત તો કો’ એક ફરા!’ | ||
Line 134: | Line 134: | ||
‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ ઉમેર્યુંઃ ‘પણ એટલું કે એક તો એ નમાઈ છે ને એને પાછું આગળ પાછળેય કોઈ નથી કે પાછળથી (મામેરા સરખા) સારા અવસરેય મોંઘું લૂગડું પેરવા મળે! એટલે મન ભરીને પે’રે એવું આલો, આ મેં તો કહ્યું, પછી તો—’ને છેવટનો આખોય ભાર એણે શેઠ ઉપર જ ભરી દીધો: ‘તમને જે ગમ પડે એ.’ | ‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ ઉમેર્યુંઃ ‘પણ એટલું કે એક તો એ નમાઈ છે ને એને પાછું આગળ પાછળેય કોઈ નથી કે પાછળથી (મામેરા સરખા) સારા અવસરેય મોંઘું લૂગડું પેરવા મળે! એટલે મન ભરીને પે’રે એવું આલો, આ મેં તો કહ્યું, પછી તો—’ને છેવટનો આખોય ભાર એણે શેઠ ઉપર જ ભરી દીધો: ‘તમને જે ગમ પડે એ.’ | ||
વળી પાછા શેઠ અહીં મૂંઝવણમાં મુકાઈ ગયા. બોલ્યા તે પણ આછી આછી અકળામણ સાથે: ‘અરે, પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ!’ ને ઉમેર્યું: ‘આ વખતે એની મા કદાચ નથી આવી પણ પાછળના અવસરોમાં કેમ જાણ્યું કે | વળી પાછા શેઠ અહીં મૂંઝવણમાં મુકાઈ ગયા. બોલ્યા તે પણ આછી આછી અકળામણ સાથે: ‘અરે, પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ!’ ને ઉમેર્યું: ‘આ વખતે એની મા કદાચ નથી આવી પણ પાછળના અવસરોમાં કેમ જાણ્યું કે... | ||
લખુડો વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘એ વાત તો ત્યારેય ભૂલી જ જજો, કાકા! માને ને આ છોડીને તો એ નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ રામ સમજી લેવા! | લખુડો વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘એ વાત તો ત્યારેય ભૂલી જ જજો, કાકા! માને ને આ છોડીને તો એ નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ રામ સમજી લેવા! | ||
Line 170: | Line 170: | ||
પણ શેઠે અહીં ધૂંધવાટને મહામહેનતે દબાવી રાખતાં માત્ર ડોળા કાઢીને જ આ છોકરાને આગળ બોલતો અટકાવી દીધો. બે-પાંચ ક્ષણ તાકી જ રહ્યા પછી બોલ્યા તે ઠંડા અવાજે ને મક્કમ એવા વલણે: ‘જો, હવે ચુંય કર્યું તો ’ ને ભરત ભરેલું પેલું કાપડ કાઢતાં ઉમેર્યું: ‘જે આપું એ છાનોમાનો લેતોક ને હેંડતો થા!’ | પણ શેઠે અહીં ધૂંધવાટને મહામહેનતે દબાવી રાખતાં માત્ર ડોળા કાઢીને જ આ છોકરાને આગળ બોલતો અટકાવી દીધો. બે-પાંચ ક્ષણ તાકી જ રહ્યા પછી બોલ્યા તે ઠંડા અવાજે ને મક્કમ એવા વલણે: ‘જો, હવે ચુંય કર્યું તો ’ ને ભરત ભરેલું પેલું કાપડ કાઢતાં ઉમેર્યું: ‘જે આપું એ છાનોમાનો લેતોક ને હેંડતો થા!’ | ||
પણ લખુડો અહીં ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને એવો તો અકળાઈ રહ્યો કે એને સમજ ન પડી. આ સારું થઈ રહ્યું છે કે ખોટું? રાજી થવું કે દુઃખ લગાડવું? ને એવો એ અકળાઈ રહ્યો! જો બોલે છે તો શેઠ એને ધુતકારી કાઢે છે. ને નથી બોલતો તો— મન સાથે બબડી પડ્યો: ‘ઓ બાપ! એક કાપડાના | પણ લખુડો અહીં ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને એવો તો અકળાઈ રહ્યો કે એને સમજ ન પડી. આ સારું થઈ રહ્યું છે કે ખોટું? રાજી થવું કે દુઃખ લગાડવું? ને એવો એ અકળાઈ રહ્યો! જો બોલે છે તો શેઠ એને ધુતકારી કાઢે છે. ને નથી બોલતો તો— મન સાથે બબડી પડ્યો: ‘ઓ બાપ! એક કાપડાના વીસ રૂપિયા!’ | ||
પણ એમને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને એનાથી જાણે ચીસ જ નંખાઈ ગઈ: ‘ના રે ના, કાકા! આલો તો સાચી ગજિયાણીનું—’ | પણ એમને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને એનાથી જાણે ચીસ જ નંખાઈ ગઈ: ‘ના રે ના, કાકા! આલો તો સાચી ગજિયાણીનું—’ |
Revision as of 02:17, 30 August 2023
પન્નાલાલ પટેલ
‘શિવલાલકાકા, જરા બાયણા બારું તો જુઓ!… કહું છું – ક્યારનો હું રડો કરું છું!…’ વીસેકની ઉંમરના હરિજન લખુડાની દોઢ કલાક દરમિયાન આ પાંચમી વારની બૂમ હતી.
પણ શિવલાલ શેઠે તો ગયા વખતની જેમ આ વખતેય, ‘એ બેસ જરા વાર, આવું છું.’ કહી ચોપડામાં જ માથું ઘાલી દીધું. ‘હાં, શું લીધું, રામા પટેલ?… અરે શાન્તિ, આ મરઘાને કેટલું તેલ આપ્યું?… આ પેલી બીડીઓના પૈસા લીધા કે નહિ, સખારામ?… આય ઠીક ભાઈ! બીડીઓય ઉધારમાં?…’
આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન થયુંઃ ‘જે વાણિયો આટલા વખતથી સામું પણ નથી જોતો એ શું તને ઉધાર આલવાનો છે! જોતો નથી શાહુકાર લોકોનેય ઉધાર માંડતાં માંડતાં દાંતિયા કરે છે એ? ને તેય મારે ચાર-આઠ આનાની વસ લેવી હોત તો ઠીક, પણ આ તો તું ભલે ન માને, બાકી સાચી ગજિયાણીના કાપડાના ઓછામાં ઓછા ત્રણેક રૂપિયા તો લાગવાના જ…’
ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠો: ‘ઓ બાપ, એક કાપડાના ત્રણ રૂપિયા?’ ને પોતે જ પાછો મલકાઈ રહ્યો: ‘ત્યારે એ તો ભાઈ, સાચી ગજિયાણીનું કાપડું!’
આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો પેલા દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો.
આ પછી તો એણે, કોઈ બુઢ્ઢા માણસની જેમ સલાહ આપવા ઊઠેલા મનને પણ રોકડું જ પરખાવી દીધું: ‘રૂપિયો તો શું પણ પાવલું ઉમેરવું પડતું હોય તોય મારે નથી તો આને સાડલો ઓઢાડવો કે નથી કે’વડાવવું લોકોમાં વધારે સારુંય! આપણે તો બસ એક આ કાપડું જ લેવું છે.’ ને વળી એણે શેઠને છઠ્ઠી વારની બૂમ મારી: ‘શિવલાલકાકા!’
પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એય પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પુરાઈ ગયો: ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે!… જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાક દઈને ઉધાર માંડવાની ના પાડશે પછી કેમ તું ખાસિયાણું મોટું કરીને પાછો જઈશ? ત્યારે એ પે’લાં લીધી લાજે જ – તારે ને આ છોડીને એવું છે શું કે તું પાછો સાચી ગજિયાણીનું કાપડું વો’રવા નીકળી પડ્યો છે? અરે, આ શેઠ જ તને આટલાં મનેખમાં – ઉધાર આપવાની તો મા મરી ગઈ ને ઉપરથી તને બનાવશે! કે’શે ન મળે સગું ન મળે વા’લું ને તારે એને કાપડું — ને તેય પાછું સાચી ગજિયાણીનું લેવાનું કાંઈ કારણ?’
પણ લખુડો અહીં શેઠ કરતાંય વધારે ડાહ્યલા આ મન ઉપર ખિજાઈ ઊઠ્યો: ‘એમાં કારણ શું વળી! નાનપણમાં ઘણા દન ભેગાં રમ્યાં છીએ ને ઘણાં દન ભેગી ગોવાળીય કરી છે, તો સમજણાં થયાં પછીય ઘણી વાર હસીમશ્કરી કરી છે. ભેગાં ગાણાં ગાયાં છે ને આમ આટલી ઉંમર ભેગાં ભેગાં ઊછર્યાં છીએ. આજે તો એ સાસરે જાય છે ત્યારે હું કટકાના એક કપડામાંથીય જાઉં?…’
અલબત્ત મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, કેજે કે માબાપ વગરની આ છોડીને કાકાએ સાસરવાસો કર્યો ને વાસમાંથીય વત્તાઓછા સગપણવાળાંએ ઘટતું લીધું છે ત્યારે મીકું લાવ હુંય એને લટકાનું એક કાપડું લઉં. એમ કરીને… ને તોય આ વાણિયા જેવું કોઈ ચીકણું પાછળ પડે તો કહી નાખવુંઃ ‘એક જ વાસમાં રહ્યાં એટલે ગણવા બેસીએ તો ભાઈબુનેય ગણાઈએ જ ને!’ બાકી ઘરમાં તો તારે વહુ હજુ સાસરે નથી આવી, ને ભાઈ તો હજુ બેય નાના છે. પછી કોણ તને પૂછનાર જ છે?…’
ને વળી એણે શેઠને હાંક મારીઃ ‘શિવલાલકાકા, મારે વાઢવા જવું છે ને જરા—’
શેઠે પણ આ વખતે તો આંખથી આંખ માડીને સવાલ કર્યોઃ ‘શિવલાલકાકા, શિવલાલકાકા કર્યા વગર શું લેવું છે એ ભસી મર ને!’
પણ હાય રે લખુડા! ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગો થઈ ગયો. શરમાતાં ને સંકોચ પામતાં શેઠને કે’ છેઃ ‘પણ તમે જરા બા’ર આવોને કાકા?’
‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર.’ કહી વળી પાછા શેઠ ઘરાકોમાં ને ચોપડામાં ડૂબી ગયા.
તો લખુડાએ પણ આ વખતે તો કીડીયો ચઢવાને બદલે ઊલટાની નિરાંત અનુભવી. અરે એના બોલાવ્યા પ્રમાણે શેઠ જો ઉંબરમાં આવી ઊભા રહ્યા હોત તો ઊલટાનો એ બેવડી મુસીબતમાં મુકાઈ જાત. કારણ, ન તો આ બાબત એકાન્તમાં કહેવા સરખી કોઈ ખાનગી હતી કે નો’તી પડતી હિંમત કે’વાની.
હાસ્તો, શેઠની પેઠે ગામના પેલા શાહુકારોનેય થાય તો ખરું ને કે ન મળે સીધાં સગપણ ને જુઓ મારો બેટો સાચી ગજિયાણીનું કાપડું વો’રે છે એ?…
પણ જ્યાં ઢોર હડ્યાં ત્યાં તો શિવલાલ શેઠનું હાટ ઘરાકોએ છોડવા માંડ્યું. તે અગિયાર વાગતામાં તો વહોર્યું ન વહોર્યું કરી એવું તો સહુ રવાના થઈ ગયું કે કોઈ ન માને કે સવારના અહીં ભીડ જામી ગઈ હશે. અરે નોકરો પણ — શાન્તિથી ધોતિયું લઈ નાહવા માટે નદીએ ઊપડ્યા, તો સખારામ પણ જઈ દાળ આટવવામાં પડી ગયો. રહ્યા ફક્ત હાટમાં શેઠ અને હાટ બહાર લખુડો.
ને શેઠ, રાત સુધીની હવે જામે રિસેસ પડી હોય એમ નિરાંત અનુભવતા માટીની ચલમમાં સૂકો (તમાકુ) ભરી ઉપર દીવાસળી ચાંપી, ‘બચ, બચ’ કરી તાણતા ને ધુમાડો કાઢતા ઉંબર પર આવી બેઠાઃ ‘બોલ હેંડ, હવે શાની બૂમો પાડ્યા કરે છે?’
‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન વાઢવાનું ને અમારે ચમારોને ચાર વાધવાની એટલે જ છેવટનો વારો ને?’ શેઠને ખુશ જોઈને લખુડાએ જરા રમૂજ કરી.
પણ ખરી તો શેઠને પેલી હરિજન ચળવળની બલ્કે અસ્પૃશ્યતા નિવારણની હવા બોલતી હોય એમ જ લાગ્યું હતું. પણ જાણે લખુડાની ફરિયાદ વાજબી હોય એ રીતે જ બોલ્યાઃ ‘હા, પણ તું બોલ ને હવે, અબ ઘડી તનેય રવાના કરી દઉં.’ ને પૈસા લેવા માટે હાથ લંબાવતાં પૂછ્યુંઃ ‘લાવ હેંડ, શું લેવું છે?’
‘પૈસા તો છે હમણાં.’ લખુડાએ જ હળવી રમૂજમાં કહ્યું.
ને લાગલો જ શેઠે લખુડાને કાળજે બરફના ગાંગડાનો હળવેકથી ડામ દીધો, ‘આ લો! હાથમાં કાવડિયો તો છે નહિ ને રોફ તો જુઓ લખેશરી જેવો!’ અલબત્ત છોભીલા પડી જતા લખુડાએ અહીં પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન તો કર્યો પણ એટલી વારમાં તો શેઠ એમનાં અસલ બોલી અને મિજાજમાં પહોંચી ગયા હતાઃ ‘બાપ જાણે થાપણ મૂકી ગયો હોય તેમ બૂમો કેવી પાડે છે પાછો!’
ને આ પછી તો આગળ-પાછળનાં લેણાં માટે શેઠે એવાં વેણ કાઢ્યાં કે આડો દિવસ હોત તો લખુડો ઊઠીને ચાલતી જ પકડત.
પણ પછી તો શેઠ પણ થોડાક નરમ પડ્યા. પૂછ્યુંઃ ‘શું લેવું છે, એ ભસ તો ખરો પણ?’
શેઠની લક્ષ્મીવર્ધક વાણીએ લખુડાના ઉત્સાહનો જાણે ભૂકો બોલાવી દીધો હતો, પણ હવે જો કંઈ નથી લેવું એમ કહે તો એનું વધારે આવી બને એમ હતું! ને, ‘મરશે ત્યારે છીંટનું એક સાદું કાપડું જ લઈ જાઉં.’ આવા વિચાર ઉપર આવી ઊભતાં જરા લાપરવા પણ બની ગયો.
એમ તો જોકે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! હાસ્તો! દશ વર્ષનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ ત્યારથી આ બીજાં દશ વર્ષ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ કંઈ ટપલાં નો’તાં પડ્યાં! એટલે જ તો શેઠનો પેલો ક્રોધ અને વેણ ગળી જતો હોય તેમ હસીને બોલ્યો: ‘શું બોલું મારું કપાળ! હું જાણું કે હેંડો હવે તો પાક્યું છે તે ભરશું શેઠને એમ કરીને હરખીને લેવા આવ્યા હોઈએ ને તમે તો વરસ પાકેય દાંતિયું કરીને ઊઠો છો પછી બોલે તેય શું બોલે!’
શેઠ પણ આમ તો પાછો ડાહી માનો દીકરોને? જાણે કશું બોલ્યા જ ન હોય એમ હળવી હલકે કહ્યું: ‘હા, પણ તો તું પાછો – અરે હરખથી લેવા આવ્યા હોઈએ તો થોડી વાર ખોટીય થવું પડે, ગાંડા! લે બોલ હેંડ-‘ હસીને ઉમેર્યું: ‘હરખાઈને આવ્યો છે તે કાંઈ વિવા કે શું વો’રવો છે?’
‘વિવાય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને—’
કોણ જાણે કે એ તો પોતાની વાત થોડીકેય સાચી પડી એમ ગણીને કે પછી કાપડું ને તેય પાછું ગજિયાણીનું એ સાંભળીને કે ગમે તેમ પણ શેઠ ખુશ થતાં વચ્ચે જ બોલી ઊઠ્યા, ‘લે ત્યારે મારું કે’વું થોડુંક તો સાચું પડ્યું ને?’
તો સામી બાજુ લખુડાને થોડોક ક્ષોભ થયો. ‘સાચું-જૂઠું તો રામ જાણે. બાકી આ તો હું અમારા વાસમાં એક છોડીનું આણું આવ્યું છે એટલે.’
‘પણ આણું એય વિવા જ ને ગાંડા?’ ને લાગલું જ પૂછ્યું: ‘કોની છોડી ’લ્યા?’
‘માનિયાની કાકા!’
‘માનિયો ક્યો?’ કહેતા શેઠે પોતાની યાદદાસ્તામાં સીધી ડૂબકી લગાવી.
લખુડો બોલ્યો: ‘માનિયો તો કાકા, દશેક વરસ ઉપર નંઈ પેલા કોગળિયામાં–’ ત્યાં તો ખુદ એની જ યાદદાસ્તામાં એક નવો ઝબકારો ઝબકી ઊઠ્યો. ‘કેમ ભૂલો છો શિવલાલકાકા? આ પેલી જમની તમારી ઘોડી સારુ ચોમાસામાં ચાર નાખ્યા કરતી’તી ને ચારેક વરસ ઉપર નઈ નાતરે જતી રઈ? એની જ આગલા ઘરની આ છોડી. નંઈ રાંડેલી હતી ને—’
પણ ત્યાં તો એકાએક કંઈ કામ યાદ આવી ગયું હોય તેમ, શિવલાલ શેઠ સફાળા ઊભા થઈ જતાં વચ્ચે જ બોલી ઊઠ્યા: ‘મરશે નાતરે જતી રે’ કે કૂવામાં પડે એમાં આપણે શું!’ ને પીઠ ફેરવતાં મૂળ વાત જ લાવી મૂકી: ‘પણ ‘લ્યા છીંટનું કાપડું હશે તો નહિ ચાલે?’
‘છીંટનુંય ચાલે, કાકા. પણ મીકું ગજિયાણીનું—’
‘અરે પણ ગજિયાણીના મૂલની તને કંઈ ખબર છે કે બસ એમ જ? આ કંઈ એનો વિવા ઓછો છે કે દે’જમાં–’
લખુડો વિનંતીના રૂપમાં વચ્ચે બોલ્યો; ‘હા કાકા, પણ મીંકુ નમાઈ છોડી છે તો મરશે ત્યારે–’
‘અરે પણ નમાઈ હોઈને સગપણ તો તારે એવું કાંઈ લાગતું નથી ત્યારે તારે શું તે આ મોંઘા મૂલનું કાપડું વૉરવા બેઠો છે?’ શેઠને જરા ચીઢ પણ ચઢી હતી.
લખુડાએ માથું ખંજવાળતાં લગભગ એની એ જ વાત કરી: ‘બીજું તો કંઈ નંઈ કાકા, પણ મીકું એનો કાકો આજે લોપાઈને ચાર જોડી લૂગડાં લાવ્યો તો છે પણ તમે જોયાં હોય તો બધાંય ભૂંડી ભૂખ જેવાં!’ પછી બીજાંની તો વાત જ શું કરવી! એટલે મીકું લાવ ત્યારે – વાસનાં બીજાં લોકોએ, સહુ સહુને ઘટતી રીતે કાંક ને કાંક લીધું છે તો હુંય – મોંઘા મૂલનો સાડલો કે ઘાઘરો લેવાનું તો આપણું ગજું નંઈ પણ એક આ સારી જાતનું—’
શેઠેય પોતાનો વિરોધ પડતો મૂક્યો: ‘લઈ જાને તો મારે શું!’ કહી પેલા ચાલુ કબાટમાંથી નહિ પણ બાજુના પટારામાં રહેતાં ઊંચી જાતના કાપડમાંથી ગજિયાણીનો તાકો કાઢતાં ઉમેર્યું: ભેંસનાં શીંગડાં ભેંશને ભારે — દેવું થશે તો તું ભરીશ!’
આટલી બધી સરળતાથી શેઠને આવું મોંઘા મૂલનું લૂગડું ઉધાર આપતા જોઈને લખુડો ખુશ થયો. એટલું જ નહિ, એક મોટી ઘાંટી પૂરી કરી હોય એ પ્રકારની નિરાંત બલ્કે રાહત અનુભવી રહ્યો. અલબત્ત, શેઠનું ભવન ફરી જવાનો ભય તો ઊડે ઊંડે ચાલુ જ હતો ને માટે જ શેઠની દયાને સતેજ રાખવાની રીતે જ એ બોલવા લાગ્યો કે ‘ભરવું તો પડશે જ ને કાકા. પણ મીકુ મરશે! નમાઈ છે ત્યારે—’
શેઠે કંઈક વધુ પડતી ઇંતેજારીથી વચ્ચે જ પૂછ્યું: ‘તો શું જ. પણ ‘જમની’ બોલવા જતાં જીભને જાણે કાંટો વાગ્યો હોય તેમ શબ્દ બદલ્યો.
‘એની મા મરી ગઈ એમ? ને તાકા સાથે ઊભા થયા.
‘મરી તો નથી ગઈ કાકા, પણ કર્યું મોટું લઈને એ દીકરીને વળાવવા આવે!’
‘એમ ત્યારે તો…’ કહી શિવલાલે તરઘટ ઉપર કંતાન નાંખી એ ઉપર તાકો નાંખ્યોઃ ‘જોઈ લે હેંડ’
લખુડાએ પણ હાથ ફેરવતાં ગલગલિયાં થાય એવી સુંવાળપ માણતાં વાત ચાલુ રાખવામાં લાભ જોયો, ને ચલાવે રાખ્યું: ‘એમ જ ને કાકા! આખા વાસમાં ઘો (કજિયો) ઘાલી ગઈ એ તો ખરું ને?’
તો શેઠ જાણે આ વાતે ચડેલા જુવાનની વાતોમાં જાણે બોલવા ખાતર જ બોલી રહ્યા: ‘એમાં આખા વાસમાં ઘો શાની?’
‘આખા વાસમાં તો એમ કાકા, કે એ રાંડીરાડ બાઈના પાપનો કોઈ એક ભાગીદાર જડ્યો નઈ એટલે પછી – તમે મારા ઉપર વેમ લાવ્યા ને હું લાવ્યો તમારા ઉપર!’
લખુડાના છેલ્લા શબ્દોના ભાવાર્થ સમજવા છતાંય શેઠ થોડાક ચમક્યા. સાથે સાથે આ જુવાન છોકરાની આંખોમાંના ભાવ પણ એ જોઈ વળ્યા. ને તાકો ઉકેલતાં લાગલું જ બોલી ઊઠ્યા: ‘મરવા દે એવી ગોબરી વાત! બોલ હેંડ, કેટલી ફાડું?’
‘ફાડોને કાકા એક કાપડાની પૂણ, તમે તો એક જ જાતની ગજિયાણી લાવ્યા.’
શેઠનેય લાગ્યું કે પોતાનું મગજ અત્યારે બરાબર નથી. નહિ તો અહીં આવીને બેસવાની જરૂર જ ક્યાં હતી! ને તેમાંય આ એક જ તાકો લઈને? અરે, આ છોકરાને વળી દેખાડવું શું હતું?
અને એ, ‘મારું હાળું કહેવાય ત્યારે કપડું ને જોઈએ ત્યારે—’ આમ બબડતા તાકો, ગજ તથા કાતર લઈને પેલા પટારા પાસે જઈ બેઠા. પટારો ઉઘાડી જોઈતી ચીજો બહાર કાઢતાં પૂછ્યું: ‘બોલ, મોરિયાં કટોરી સાચામાં કે જૂઠામાં?
આલો તો બધુંય સાચું જ આલોને કાકા!’
ને સાચે જ અહીં શિવલાલકાકા મૂંઝવણમાં મુકાઈ ગયા. કારણ પેલી દેખાડી હતી એ ગજિયાણી જ મૂળ જૂઠી હતી, ને એ જૂઠી જ આખાય ગામમાં સાચામાં ખપતી હતી.
ત્યાં તો લખુડાએ શ્વાસ લઈને ઉમેર્યું: ‘મરશે બાપડી! હરખાઈને પેરશે તો ખરી! એને પછી કયા અવતારમાં સાચી ગજિયાણીનું કાપડું પે’રવા મળવાનું છે!’
ને શિવલાલે અહીં મનને જાણે મોકળું જ મૂકી દીધું. એક બીજો તાકો કાઢતાં કહ્યું: ‘જો સાચું જ લેવું હોય તો તો પછી સોનેરી બુટ્ટાવાળી સાચી ગજિયાણી જ લઈ જા. પૈસા તો બમણા પડશે પણ જો સોનેરી ઝબ્બાવાળી કટોરીઓ ભેગી એમાં આવવાની.’ ઓછું હોય તેમ એ કટોરીઓની પડી ઉખેળી કોઈના અંગ ઉપર જાણે મૂકી જોતા ન હોય તેમ બાજુમાં ધરતા ઉમેર્યું: ‘છે ને માલ?’
લખુડો અવાક બની સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરક મરક હસ્યા કરતી કટોરીઓ તરફ બસ તાકી જ રહ્યો. મન સાથે બબડ્યોય ખરો: ‘જોયો મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગી ભાળતોય હતો?’ ને ખુશ થતાં બોલી ઊઠ્યો: ‘હાં કાકા! મનેય એવું તો ખરું કે જો લેવું તો તો શોભતું જ લેવું.’
કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા: ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ, લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું અમારા જેવા છોરા આગળ આવું બોલો છો, કાકા?’ ને આને સાટે – ભગવાન જાણે કે એ તો ખુશ થવા કે ખુશ કરવા પણ ફટ દઈને એમણે ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યા: ‘ને એથીય જો વધારે શોભાવવું હોય તો જો આ કટોરીઓ ઉપર ભરત ભરેલો જાણે જીવતોજાગતો મોર!… બોલ, આપું આમાંનું?’
ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માંગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માંગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે હલકા વરણને તો શોભતું હોય એ જ શોભે!… આની કિંમત તારાથી નહિ ઊંચકાય! અરે, એક દન પેર્યું-પેરાવ્યું એમાં શું ન્યાલ થઈ ગયા ગાંડા! માટે ઠેઠ લગી પોસાય એવું જ વોરિયે કે લોકો પછી પાછળની મશ્કરીઓ ન કરે….’
આના સાટે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને બાંહો વગેરે લઈ ઊભા જ થઈ ગયા. લખુડા સામે આવી એ ભરત ઉપર પ્રકાશ પાડતાં ને ખુશખુશાલ થતા આ અવળે પાટે જ બોલવા લાગ્યા: ‘જો શોભવાની જ વાત કરતો હોય તો મરવા દે ગજિયાણીને લઈ જા પોપટ ને મોર ભરેલું ભરતનું રેશમી કાપડું.’ ઉમેરવા જતા હતા: ‘પે’રનારીય જિંદગીમાં યાદ કરશે વળી!’ પણ ભાન આવતાં લખુડા સામે આંખો ઉલાળી રહ્યા: ‘હાં.. છે વિચાર?’
તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પુરાવતા આબેહૂબ લાગવા માંડ્યા…
પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યો: ‘પણ એની કિંમત તો કો’ એક ફરા!’
શેઠની સાન પણ આ સવાલ સાંભળીને જાણે ઠેકાણે આવી. ‘વીસ રૂપિયા.’ – કહી પાછા ફરતા બોલવા લાગ્યા. ‘આ તો હું તને ભાળું છું કે જેવી પે’રનારી ને જેવો પે’રાવનારો! બાકી તારા જેવાનું આ ગજું નહિ!’ ને વળી પાછો ગજિયાણીનો પેલો પહેલો તાકો સંભાળતાં પૂછ્યું: ‘લે બોલ હંડ, ફાડું ને આમાંથી?’
‘પણ એનીય તમે કિંમત તો ભાળી નથી, કાકા!’ લખુડાનો જીવ હજુય જાણે પેલા ભરત ભરેલ પોપટ-મોરમાં ભરાઈ રહ્યો હતો.
હિસાબ ગણતાં શેઠ બોલ્યા: ‘કિંમત તો – દોઢ રૂપિયાની ગજ ગજિયાણીને મોરિયાં-કટોરીઓનાં થઈને રૂપિયો એક પડશે. બોલ, ફાડું ને?’
‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ ઉમેર્યુંઃ ‘પણ એટલું કે એક તો એ નમાઈ છે ને એને પાછું આગળ પાછળેય કોઈ નથી કે પાછળથી (મામેરા સરખા) સારા અવસરેય મોંઘું લૂગડું પેરવા મળે! એટલે મન ભરીને પે’રે એવું આલો, આ મેં તો કહ્યું, પછી તો—’ને છેવટનો આખોય ભાર એણે શેઠ ઉપર જ ભરી દીધો: ‘તમને જે ગમ પડે એ.’
વળી પાછા શેઠ અહીં મૂંઝવણમાં મુકાઈ ગયા. બોલ્યા તે પણ આછી આછી અકળામણ સાથે: ‘અરે, પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ!’ ને ઉમેર્યું: ‘આ વખતે એની મા કદાચ નથી આવી પણ પાછળના અવસરોમાં કેમ જાણ્યું કે...
લખુડો વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘એ વાત તો ત્યારેય ભૂલી જ જજો, કાકા! માને ને આ છોડીને તો એ નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ રામ સમજી લેવા!
તાકો ઉકેલતા શેઠ માનતા ન હોય તેમ તાકી રહ્યા. ગજ ભરતાં બોલ્યા: ‘બેસ બેસ હવે. તમારે નાતરિયા નાતને આટલી બધી આંટી તે—’
‘પણ આ તો એણે કર્યું જ આંટી પડવા સરખું ને કાકા?’
‘શાની આંટી ને શાના લોચા વાળે છે મૂરખા! — શેઠે ગજ ભરવામાં જ મૂળ લક્ષ હોય એ રીતે કહ્યું.
‘તમે તો એમ માનો નહિ કાકા! અમારી નાતને તમે હજી ઓળખતા નથી. એ બાઈએ – આખોય અમારો વાસ ને છેવટને ઉપાયે નાતના પંચાતિયાય થાકી ગયા પણ તોય જ્યારે – કોઈનું નામ ન પાડ્યું ત્યારે પછી ન થાય ને પંચ ભૂંડી તે— ‘ચોર થાઓ કે ચોર ભાળો’ આમ કરીને અમારા આખાય વાસને દંડ ઠપકારી ઘાલ્યો. અરે, મારે ને જમનાકાકીને શું? હું તો એમના દીકરા જેવડો, પણ વાસની હારમાં મારેય વીસ રૂપિયા દંડ ભરવો પડ્યો હતો. પછી અમે પણ નિયમ કર્યો કે કોઈનું નામ ન પાડ્યું તો ભલે, પણ આજથી અમારાં સગાંનાં સગામાંય સારે હીણે અવસરે કાં તો તું નઈ કે કાં તો અમે નંઈ!’
‘મરવા દે. હેંડ, બોલ, ફાડું ને ત્યારે— શેઠને પોતાની સુસ્તીનું જાણે ભાન થઈ આવ્યું.
‘હા, પણ અડધો ગજ લીલું ને અડધો ગજ રાતું હોય તો કાકા? એક રંગની બાંયો તો બીજા રંગનાં બે પડખાં. બીજું કંઈ નંઈ પણ શોભત સારું.’ લખુડાએ બને તેટલી નમ્રતાથી કહ્યું.
શેઠનેય થયું કે પોતાનું આજે ભવન જ ફરી ગયું છે. બોલ્યા: ‘અરે, આમાંનું આ અડધો ગજ લે. ને હેંડ! પણ ફાડું ને હવે?’
લખુડો સમજી ગયો કે શેઠ પોતાનો જીવ પેલા બીજી જાતના કપડામાં છે એ જાણી ગયા છે ને એટલે જ બોલવાની હિંમત એણે કરી જ નાખી: ‘તમે જો ઠીક કરીને આલો તો પેલું ભરત ભરેલા કાપડનું તો આપણું ગજું નંઈ પણ મેકું અવતારમાં આવીને આ સાચી ગજિયાણીનું કાપડું એ નમાઈને—’
કોણ જાણે કેમ શિવલાલકાકા એકદમ ભડકો થઈ ગયા: ‘ઊઠ, ઊઠ અહીંથી, એ તો લીધા તેં! સાલી લુચ્ચી જાત! પૈસા ખરચવા નંઈ ને નમાઈ નમાઈ કરીને–’
લખુડો તો આભો જ બની ગયો. ધૂંવાંધૂંવાં થતા શેઠને પેલાં મોરિયાં-કટોરીઓ વાળતા જોઈને લગભગ કરગરી જ પડ્યો: ‘અરે પણ કાકા! મરશે, સાચી ગજિયાણી નંઈ તો છેવટ પેલી જૂઠી તો આલો, માબાપ!’
પણ શેઠ તો ત્યાં બબડી જ રહ્યા હતા: ‘સાલાં હલકાંને ચઢાવ્યાં તેમ પાછાં–’
લખુડો જરા જોરથી બોલ્યો: ‘પણ તે હું એ જ કહું છું ને કાકા! ન મળે મારે સગાઈ કે સાંધો ને તમારું કે’વું ખરું છે કે એવું મોંઘું – પણ આ તો ઠીક મારા ભાઈ, એક નમાઈ ગણીને—’
શિવલાલકાકા મહામહેનતે ઠંડા પડવા જતા હતા ત્યાં જ પાછો અણગમતો ‘નમાઈ’ શબ્દ વાપર્યો!—
અહીં કોઈ ત્રીજો માણસ હોત તો શેઠને નમાઈ શબ્દ ઉપર છેડાઈ પડતા જાણીને કહેત પણ ખરોઃ ‘હાસ્તો, આ વૈષ્ણવ માણસના જીવને વારેઘડીએ ‘માયી’ ‘નમાયી’ કહીને દયા ખાવા તરફ ઉશ્કેર્યા કરે તે ચીઢ તો ચઢે જ ને?’
પણ શેઠને ક્યાં ખબર હતી કે આ બિચારો જુવાનિયો તો સાચી ગજિયાણીનું કાપડું કો’કને પેરાવવાના પોતાના ઓરતા વાજબી ઠેરવવા જ આ શબ્દ શેઠની સામે વારેઘડીએ વાપર્યા કરતો હતો? આવું મોંઘું કપડું ઉધાર નહિ મળે એવી બીક પણ ખરી પાછી.
પણ શેઠે અહીં ધૂંધવાટને મહામહેનતે દબાવી રાખતાં માત્ર ડોળા કાઢીને જ આ છોકરાને આગળ બોલતો અટકાવી દીધો. બે-પાંચ ક્ષણ તાકી જ રહ્યા પછી બોલ્યા તે ઠંડા અવાજે ને મક્કમ એવા વલણે: ‘જો, હવે ચુંય કર્યું તો ’ ને ભરત ભરેલું પેલું કાપડ કાઢતાં ઉમેર્યું: ‘જે આપું એ છાનોમાનો લેતોક ને હેંડતો થા!’
પણ લખુડો અહીં ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને એવો તો અકળાઈ રહ્યો કે એને સમજ ન પડી. આ સારું થઈ રહ્યું છે કે ખોટું? રાજી થવું કે દુઃખ લગાડવું? ને એવો એ અકળાઈ રહ્યો! જો બોલે છે તો શેઠ એને ધુતકારી કાઢે છે. ને નથી બોલતો તો— મન સાથે બબડી પડ્યો: ‘ઓ બાપ! એક કાપડાના વીસ રૂપિયા!’
પણ એમને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને એનાથી જાણે ચીસ જ નંખાઈ ગઈ: ‘ના રે ના, કાકા! આલો તો સાચી ગજિયાણીનું—’
અરે તને મૂલમાં પરવડશે એવું કરીશ, તું તારે લઈ જા ને! શેઠ પાછા ખુશમિજાજમાં આવતા જતા હતા.
મૂલનું તો ઠીક શિવલાલકાકા, પણ મારું ગણવું એમ કે આ આટલી બધી ઊંચી જાતનું કાપડું લઈ જાઉં તો પે’રનારીને તો જોઈને જ રાજી થવાનું ને?’
તે જાણે હતાશ બની તાકી રહ્યો હોય એ રીતે જોતાં શિવલાલ કાકાને એણે સમજ પાડી: ‘કારણ, આવું કાપડું ઘરના વિવા વગર બીજા અવસરમાં તો પે’રાય જ નંઈ, જ્યારે આ સાચી ગજિયાણીનું તો નાનામોટા ગમે તે દનેય—’
પણ શેઠ તો – એમની ઇન્દ્રિયો જાણે ક્યાંક અટવાઈ પડી હોય એ રીતે જોઈ જ રહ્યા… બોલ્યા તે પણ ઊંડે ઊંડેથી: ‘સાચું કે’જે ’લ્યા, આ તે હમણાં કહ્યું કે આ ભરત ભરેલું કાપડું તો જોઈને રાજી થવાનું કે પે’રીને એ વાત તેં, કોઈની કહેલી કહી કે પછી – જૂઠું બોલ્યો તો યાદ રાખજે કે દુકાનનું કદી આંગણું જ નહિ ચઢવા દઉં!’
લખુડો તો શેઠના આ શબ્દો કરતાંય પોલીસના જેવી સૂરત જોઈને હેબતાઈ ગયો. કરગરતા અવાજે બોલી ઊઠ્યો: ‘અરે, ના રે કાકા! આ તો તમેય શું મારા ગરીબ ઉપર! પણ – મારા ઘોગળાના (ગળાના) સોગન જો જૂઠું કે’તો હોઉં તો! અરે આ છોડીના જ ઘરનો હું તમને દાખલો આલું. ને તોય જો માન્યામાં ન આવતું હોય તો એની માનું ભરત ભરેલું કાપડું લાવીને દેખાડું. પછી તો માનશો ને કે લખુડો કે’છે એમ જોઈને જ રાજી થવાની વાત…’
ત્યાં તો શેઠે પેલા સાચા ગજિયાણીના કાપડા માટે દરજીની અદાથી ફટોફટ કાતર પણ ચલાવવા માંડી હતી. ઘડીકમાં તો એ બધો જ સરંજામ કાપી, ગોઠવી, એનું બીડું વાળી, લીલા-પીળાં મોતી ભરેલી ને રંગબેરંગી ગોટા ગૂંથેલ પેલી કસો ઉપર વીંટતાક ને એ લખુડાના ખોળા તરફ ઉછાળ્યું પણ ખરું… ‘હેંડતો થા, બોલ્યા વગર…’
તો લખુડો પણ – બોલવાનું તો ઘણું ઘણું ઊભું થયું હતું. પણ એ બોલવા સરખું લાગતું હોય તો ને? બંડલ લેતોક ને ચાલતો થયો. અરે, મૂલ શું માંડ્યું એ પણ એ પૂછવા ન રોકાયો: ‘નામા વખતે ખબર પડશે.’
પણ હાય રે લખુડા! નામા વખતેય આ ડાહી માના દીકરાએ મગનું નામ મરી જ નો’તું પાડ્યું! સાચી ગજિયાણીના કાપડાનું અંદર નામ જ ન બોલ્યું! પછી!
ને આ જાણી લખુડો એવો તો આ નામા વખતેય મૂંઝાઈ રહ્યો! ને અંતે પછી ગાલમાં હસતાં મનનેય એ મનાવી રહ્યો: ‘લખવું ભૂલી ગયા એમ જ સમજ, લખુડા! નકર તું જ કે આ નમાયી છોડીને ને શેઠને શું? – એટલે એ તો – ચોપડામાં ભલે ન બોલ્યું બાકી પેલી પૅરનારીના કાળજામાં તો લખાઈ જ ગયું છે ને કે લખુડાએ જ ગોઠીપણાની યાદમાં આ સાચી ગજિયાણીનું કાપડું – બસ ત્યારે.’