ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/ચંપી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} ચંપીને ફરીવાર એણે પિયર મોકલી, છેક આંબલી નીચે જઈને એ પત્નીને વ...")
 
No edit summary
 
(5 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રાવજી પટેલ}}
[[File:Ravji Patel 1.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|ચંપી | રાવજી પટેલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/12/DIPTI_CHAMPI.mp3
}}
<br>
ચંપી • રાવજી પટેલ • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
ચંપીને ફરીવાર એણે પિયર મોકલી, છેક આંબલી નીચે જઈને એ પત્નીને વળાવવા ગયો અને ત્યાંય આંબલીના ખરબચડા થડ પર હાથ ફેરવતાં ફેરવતાં છેવટનો બોલ ચંપીના કાનમાં ગોઠવ્યો.
ચંપીને ફરીવાર એણે પિયર મોકલી, છેક આંબલી નીચે જઈને એ પત્નીને વળાવવા ગયો અને ત્યાંય આંબલીના ખરબચડા થડ પર હાથ ફેરવતાં ફેરવતાં છેવટનો બોલ ચંપીના કાનમાં ગોઠવ્યો.
Line 16: Line 38:
અને તોતિંગ વૃક્ષ પોતાના પર પડ્યું હોય એમ તે સીટ પર ફસડાઈ. પતિના નામ જેવા થોરિયા ચપોચપ ચહેરા સામેથી પાછળ હઠવા લાગ્યા અને સહેજ પડતા પડતામાં એ પિયરના ખોળામાં જઈ પડી.
અને તોતિંગ વૃક્ષ પોતાના પર પડ્યું હોય એમ તે સીટ પર ફસડાઈ. પતિના નામ જેવા થોરિયા ચપોચપ ચહેરા સામેથી પાછળ હઠવા લાગ્યા અને સહેજ પડતા પડતામાં એ પિયરના ખોળામાં જઈ પડી.

ચંપીને ત્રીજી વખતે પિયર મોકલી હતી. એ ઘેર આવ્યો. પરસાળમાં કાચાં કાલાં ભાંગતી મા ઘડપણને ગાળો ભાંડતી હતી. વચ્ચે વચ્ચે એના કાન પર દોષના ટોપલા ફેંકાતા હતા. એ શહેરની હાઈસ્કૂલમાં ચડ્ડી પહેરીને ભણવા જતો હતો. એ દિવસો ખાટલામાં પડ્યા પડ્યા પાછા આવ્યા. પાંગોથ પર પડેલા પગમાં શહેરની સડક અટવાઈ. ગરીબ, ગામડિયા મા-બાપનો એકનો એક એ છોકરો. ચંપા એના જ શિક્ષકની પુત્રી. એ અને નિશાળની રિસેસો સિવાય ચોકમાં કશું નહોતું. ઘરડી માની જીભ દરિદ્રના રોટલા જેવી ટપટપ થયા કરતી હતી અને એને કશી પડી નહોતી. એની આંખોમાં બેચાર કેસૂડાં ઊગ્યાં. સિનેમાના ગીત જેટલી વાર થઈ એટલામાં તો તે પરણી પણ ગયો.
ચંપીને ત્રીજી વખતે પિયર મોકલી હતી. એ ઘેર આવ્યો. પરસાળમાં કાચાં કાલાં ભાંગતી મા ઘડપણને ગાળો ભાંડતી હતી. વચ્ચે વચ્ચે એના કાન પર દોષના ટોપલા ફેંકાતા હતા. એ શહેરની હાઈસ્કૂલમાં ચડ્ડી પહેરીને ભણવા જતો હતો. એ દિવસો ખાટલામાં પડ્યા પડ્યા પાછા આવ્યા. પાંગોથ પર પડેલા પગમાં શહેરની સડક અટવાઈ. ગરીબ, ગામડિયા મા-બાપનો એકનો એક એ છોકરો. ચંપા એના જ શિક્ષકની પુત્રી. એ અને નિશાળની રિસેસો સિવાય ચોકમાં કશું નહોતું. ઘરડી માની જીભ દરિદ્રના રોટલા જેવી ટપટપ થયા કરતી હતી અને એને કશી પડી નહોતી. એની આંખોમાં બેચાર કેસૂડા ઊગ્યા. સિનેમાના ગીત જેટલી વાર થઈ એટલામાં તો તે પરણી પણ ગયો.

ઘરડી મા બબડતી હતી :
ઘરડી મા બબડતી હતી :
Line 70: Line 92:
વાત થઈ જ, પછી એને દબાવવાની કળ બેમાંથી કોઈની પાસે નહોતી. અન્નાના શબ્દો ગળામાંથી જ બહાર ન આવે એમ ડૉક્ટરને કહ્યું :
વાત થઈ જ, પછી એને દબાવવાની કળ બેમાંથી કોઈની પાસે નહોતી. અન્નાના શબ્દો ગળામાંથી જ બહાર ન આવે એમ ડૉક્ટરને કહ્યું :

‘સાહેબ, મારેય જરા બતાવવું છે.’ એને સંકોચ નહોતોપણ શરમ હતી. સત્ય પ્રકટ થઈ જશે તો શું થશે એવો ખ્યાલ એને આવતો જ નહોતો. ‘મને જરા કશીક તકલીફ જેવું લાગે છે.’ ડૉક્ટરે એને તપાસ્યો. વિસ્મય અને મનુષ્યમનની ગતિવિધિ વચ્ચે એમણે અન્નાને તપાસ્યો. વચ્ચેના સહેજ અવરોધને દૂર કર્યા પછી ડૉક્ટરે સલાહ આપી :
‘સાહેબ, મારેય જરા બતાવવું છે.’ એને સંકોચ નહોતો પણ શરમ હતી. સત્ય પ્રકટ થઈ જશે તો શું થશે એવો ખ્યાલ એને આવતો જ નહોતો. ‘મને જરા કશીક તકલીફ જેવું લાગે છે.’ ડૉક્ટરે એને તપાસ્યો. વિસ્મય અને મનુષ્યમનની ગતિવિધિ વચ્ચે એમણે અન્નાને તપાસ્યો. વચ્ચેના સહેજ અવરોધને દૂર કર્યા પછી ડૉક્ટરે સલાહ આપી :

‘જુઓ ભાઈ, બધું જ બરાબર છે હવે. ચિંતા કરશો નહીં અને આ વાત અહીં જ દાટી દો. મેં તમને તપાસ્યા જ નથી એમ સમજીને વર્તો. કશાય વિચાર આગળપાછળ કરશો નહીં. બધુંય બરાબર છે; થાય એમાં કંઈ… જાવ તમારા બન્ને માટે સારું રહે એવી સલાહ હું તો આપું છું.’ અન્ના બહાર આવ્યો. બાંકડા પર બેઠેલી ચંપીને ‘ચાલ’ પણ કહી શક્યો નહીં. એ બન્ને જણ દવાખાનાના કમ્પાઉન્ડમાંથી સડક પર આવ્યાં.

Line 86: Line 108:
‘બોલો તો ખરા’ છેવટે ચંપીએ ચાલતાં ચાલતાં પતિનો કોટ પકડ્યો અને તરત જ અન્નાએ ચંપીના હાથને વૃક્ષથી ડાળી કપાય એમ કોટથી અલગ કર્યો.
‘બોલો તો ખરા’ છેવટે ચંપીએ ચાલતાં ચાલતાં પતિનો કોટ પકડ્યો અને તરત જ અન્નાએ ચંપીના હાથને વૃક્ષથી ડાળી કપાય એમ કોટથી અલગ કર્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/જામફળિયામાં છોકરી|જામફળિયામાં છોકરી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સગી|સગી]]
}}

Navigation menu