ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/આમ થાકી જવું…: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} સવારની બસ મોડી નથી હોતી. સવારની બસમાં કંડક્ટર પાસે છુટ્ટા પૈસ...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કિરીટ દૂધાત}}
[[File:Kirit Duhat 29.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|આમ થાકી જવું… | કિરીટ દૂધાત}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારની બસ મોડી નથી હોતી. સવારની બસમાં કંડક્ટર પાસે છુટ્ટા પૈસા પણ નથી હોતા, પરંતુ આજે બસ થોડી મોડી હતી અને કંડક્ટરે છાશિયું કર્યા વગર સો રૂપિયાની નોટના છુટ્ટા પણ આપ્યા. ઘેરથી ઉતાવળમાં નીકળતાં છુટ્ટા લેવાનું રહી ગયેલું અને બસ સમયસર હોત તો એને બસસ્ટૅન્ડથી જ ઘેર પાછા ફરવું પડ્યું હોત. કંડક્ટર છુટ્ટા આપતી વખતે ખુલ્લા દિલે હસ્યો. આટલી વહેલી સવારે આમ નિખાલસતાથી હસવું એ કોઈ પણ સરકારી કર્મચારી માટે કેટલું કપરું હતું તે જાતઅનુભવ પરથી જાણતો હતો. આ બદલ એણે કંડક્ટરને મનોમન ‘ઇન્દ્રજિત’ની ઉપમા આપી! પોતાની જગા પર બેસીને એણે કાચ બંધ કરવાની કોશિશ કરી. પછી ખ્યાલ આવ્યો કે બારીને કાચ હતો જ નહીં. એની અને વિશ્વ વચ્ચે કોઈ પારદર્શક આવરણ પણ નહોતું! એણે બારીએ માથું ટેકવ્યું. સવારનો ભેજ લોખંડની ફ્રેમ પર ચોંટીને જુગુપ્સાપ્રેરક ગંધ પેદા કરતો હતો.

Line 90: Line 97:
એ પણ થોડી વાર એમ જ લેટી રહ્યો. પછી એને થોડી વાર પહેલાંનું જયાનું નિર્દોષ હાસ્ય યાદ આવ્યું. અને પોતાની નહોતી એવી દુનિયામાં વારંવાર અનિચ્છાએ પ્રવેશતી નેહાની કાયા યાદ આવી. ચાળીસ-બેતાળીસ વરસે પોતાની હાંફમાંથી સંભળાવાની હતી તે સીટી યાદ આવી. ઠેર ઠેર લોકોએ વસવાટ છોડી દીધા હતા તેવાં અવાવરું મકાનો યાદ આવ્યાં અને આખા દિવસમાં નેહાએ સારવાનાં બાકી રહી ગયેલાં આંસુઓ એની આંખમાં ધસી આવ્યાં અને ગાલ પરથી સરકી ઓશીકા પર પડી ગયાં. ગઈ કાલે સવારે ઘરેથી નીકળ્યો હતો એવી જ એક સવાર આજે પણ પડી રહી હતી. એ થાકી જઈને આંખો મીંચી પડખું ફરી ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/ઈપાણનું યૌવન|ઈપાણનું યૌવન]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…|આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…]]
}}